________________
વરાટનગરીનો પ્રાચીન શિલાલેખ
[ ભૂતકાળના પડમાં સમાઈ ગયેલી
એક પ્રાચીન નગરીને ઐતિહાસિક પરિચય ]
લેખક–મુનિરાજ શ્રી ન્યાયવિજયજી વરાટનગરનો ઇતિહાસ ઘણો જ પ્રાચીન છે. મહાભારતયુગમાં આ સ્થાન એક
* મહત્ત્વનું સ્થાન ગણાતું હતું. પાંડવે, કૌરવો સાથે ધૃતમાં હાર્યા અને તેમાં તેમણે રાજપાટ અને છેવટે સતીશિરોમણી દ્રૌપદીને પણ મુસ્કી. પરિણામે તેમને બાર વર્ષને વનવાસ અને એક વર્ષને ગુપ્તવાસ સ્વીકારવું પડે. પાંડવોના ગુપ્તવાસનું સ્થાન વૈરાટનગર હતું એમ મહાભારત કહે છે. આજે પણ વૈરાટની ચોતરફની પહાડીએ અને જંગલો આપણને વિશ્વાસ કરાવે છે કે અહીં પાડવો ગુપ્તવાસ રહ્યા હશે—હતા.
હમણાં નવી બનેલી જયપુરથી અવર થઈને દિલ્હી જતી સડક ઉપર આ ગામ આવ્યું છે. જયપુરથી આ રસ્તે આવતાં પ્રથમ આમેર આવે છે. આમ તો જયપુરથી જ પહાડી શકે થાય છે, પરંતુ આમેર તે પહાડમાં જ વસ્યું છે. પહાડ ઉપરને કિલ્લો અને મકાને જે યોગ્ય છે. અહીં જંગલો પણ ઘણાં છે. તેમાં વાઘ, ચિત્તા આદિ કર પશુઓ ઘણાં રહે છે, જેને દિવસે પણ એકલા જંગલમાં જવું એ જીવને જોખમમાં મૂકવા જેવું છે. તેમાંયે હવામાં કે સકે તે કઈ રીતે આ રસ્તે નીકળવું ઉચિત જ નથી.
.
, જેમને
જેમાં આત્મા
. જરર આવે
અશાતિ
વીતરાગ
આમેર–આમેરમાં સુંદર વિશાલ જિનમંદિર છે. જિનપ્રતિમાઓ ભવ્ય અને દર્શનીય છે. જે મહાનુભાવો એકાંત અને શાન્તિના ઇછુક હોય, જેમને ધ્યાન કરી આત્મકલ્યાણમાં મસ્ત બનવું હોય, નિરવ શાન્તિમાં આત્માનંદને સાક્ષાત્કાર કરવો હોય તે મુમુક્ષુઓ અહીં એકવાર જરૂર આવે. અહીં નથી જનરવને કોલાહલ કે નથી ઘેધાટ, નથી અશાન્તિ કે નથી ઉદ્વિગ્નતાનું વાતાવરણ. અહીં છે. પરમ શાન્તિ અને વીતરાગપદનું ભાન કરાવે, અને આત્માની શુદ્ધ દશા પ્રગટાવે તેવું વાતાવરણ.
આમેરમાં પ્રથમ તો જનોની ઘણી વસ્તી હશે-હતી. જયપુર વસ્યા પહેલાં આ નગરનું મહત્ત્વ ઘણું હતું. બાદમાં રાજધાની બદલાઈ અને આમેરનું મહત્ત્વ ધટયું. આજે ત્યાં એક પણ જેનનું ઘર નથી. માત્ર વિશાલ ભવ્ય જિનમંદિર અને સુંદર ધર્મશાળા છે જેની વ્યવસ્થા જયપુરને શ્રી સંધ સાચવે છે. હમણાં ત્યાંના નાજર શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન છે. ભાવિક અને શ્રધ્ધાલુ છે. જયપુરથી વર્ષમાં એકવાર ઘણા જેને યાત્રાએ આવે છે; મેળો ભરાય છે. અમે ગયા ત્યારે પણ જયપુરથી જેને આવ્યા હતા અને શેઠ સેહનલાલ ગુલેચ્છાનાં માતાજીએ સ્વામિવાત્સથક કર્યું હતું. આમેરથી વિહાર કરતાં રસ્તામાં વિકટ પહાડી અને ઝાડી આવે છે. હમણાં જયપુરના અંગ્રેજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org