Book Title: Jain Satyaprakash 1938 10 SrNo 39
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 31
________________ અંક ૩] જ્ઞાનપંચમી [ ૨૪૫ ] આપણું અનુભવે આપણે જોયું છે કે આપણે અનેક ભંડાર આજે જીર્ણ થતા જાય છે. જે પ્રતા આજે જલશરણ કરવી પડે છે, જે પ્રતે જીર્ણ થતી જાય છે તેના ઉદ્ધાર માટે આપણે શું કર્યું? એ વિચારણીય છે. જ્ઞાનપંચમીને દિવસે ભંડારના કાર્યવાહકો પ્રતાને સૂર્યના અને સમાજને પ્રતનાં દર્શન કરાવે છે અને ભકતજનો પૈસા, વાસક્ષેપ, કાગળ, કલમ વગેરેથી તેનું પૂજન કરે છે. પણ પૂજનમાં આવેલી આ સામગ્રી અને દ્રવ્યનો ઉપયોગ શું થાય છે? તે જોવાની જરૂર છે. રોક્કડ રકમ, જો ભંડાર તરફથી જ્ઞાનપૂજન હોય તે, પ્રાયઃ ભંડારની વ્યવરીમાં જાય છે અને ઉપાશ્રય તરફથી હાય તે મુનિ મહારાજના અભ્યાસ, પુસ્તકે ઈત્યાદિમાં ખાસ કરીને વપરાય છે. કાગળ અને બરૂ વેચી તેના પૈસા રોકડા કરાય છે. નુની પ્રણાત્રિકા પ્રમાણે પુસ્તકોદ્ધારના કામમાં આવે એવી સામગ્રી મૂકવાને રીવાજ છે. અને ઉપર લખેલી બધી સામગ્રી પુસ્તકોના ઉદ્ધાર માં અવશ્ય આવી શકે. 19ણું થતાં પુસ્તકોના ઉધ્ધારનું, તેના સંરક્ષણનું કાર્ય કોઈ પણ સંસ્થા વ્યવસ્થિત રીતે કરે છે કે કેમ તેની વિશેષ ખબર નથી. મારી જાણ પ્રમાણે અત્યારે સુરતમાં શ્રીમદ્ વિજયકમલમરીશ્વરજી પ્રાચીન હસ્તલિખિત પુસ્તકધારક ફંડ આ માટે યથાશકિત પ્રયત્ન કરી રહ્યું છે. ઉપલબ્ધ થઈ શકે તે સાહિત્ય કાશ્મીરી કાગળ ઉપર પુસ્તકારૂક કરાવી સંગ્રહ કરે છે. તેમજ કાશ્મીરી કાગળ બીજી સંસ્થાઓને વેચાતા આપે છે. એ કાગળને ઉપયોગ દરેક જૈન સંસ્થાઓ કરે તે પિતાના હસ્તકનાં કાણું પુસ્તકો રીપ્લેસ કરી (ફરી લખાવી ) શકશે અને પિતાનું અમૂલ્ય સાહિત્યધન સાચવી શકશે. નાનપંચમી નિમિત્તે અનેક આત્માઓ અનેક રીતે મૃતનું આરાધના કરે છે. તપ, જપની શરૂઆત તે જ દિને થાય છે. પણ આ લેખને મુખ્ય ઉદ્દેશ જીર્ણ પુસ્તકોને ઉધ્ધાર એ જ્ઞાનપંચમીની આરાધના છે તે જ બતાવવાનું છે એટલે બીજી વાતને નિર્દેશ કર્યો નથી. દરેક ઉપાશ્રય અને ભંડારના કાર્યવાહકોને વિનંતિ છે કે પિતાના હસ્તકના સંગ્રહને વ્યવસ્થિત રહે ! અસ્તુ ! નેમિનાથ સ્તુતિ नमामि नेमिनामानं, मुनीनामिनमानिनम् । नमन्नन्नमनामानं, ननामानन्नु मानिनम् ॥१॥ -મુનિરાજ વાચસ્પતિવિજયજી આ સ્તુતિમાં શ્રી નેમિનાથ પ્રભુની સ્તુતિ કરવામાં આવી છે. આની ખાસ વિશેષતા એ છે કે આ આખાય જૅકમાં માત્ર ર અને મ એ બે જ વ્યંજનોનો ઉપયોગ કરવામાં આવ્યું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44