________________
દીપાલિકા
[દિવાળી પર્વનું ધાર્મિક વર્ણન તથા આરાધન ]
છે,.
લેખક:-મુનિરાજ શ્રી રામવિજય અખિલ સંસારવર્તિ સમસ્ત જીવ થેડા અગર વધારે પ્રમાણમાં આધિ, વ્યાધિ અને ઉપાધિ રૂપ ત્રિવિધ તાપથી પીડા પામી રહ્યા છે. સર્વે જીવોમાં મનુષ્ય એ બુદ્ધિવંત પ્રાણી તે પોતાના બુધ્ધિબળે દુઃખમાંથી કઈક આશ્વાસન મેળવવાનો ઉપાય શોધી શકે છે. જ્ઞાની પુરૂષોએ મનુષ્યોના સુખની ખાતર અને દુઃખમાં વિસામારૂપ પર્વેની યોજના પૂર્વકાળથી કરેલી છે. મનુષ્યો પોતપોતે સ્વીકારેલા આપ્ત પુરૂએ બતાવ્યા પ્રમાણે તે તે પર્વોની આરાધના કરે છે અને તે મારફતે સુખ-આનંદને અનુભવ કરી શાન્તિ મેળવે છે. દીપાલિકા પણ તે પર્વેમાંનું એક પર્વ છે કે જેની ઉજવણી ભારતવર્ષમાં અદ્વિતીય રીતે સમસ્ત હિંદુ જનતા કરે છે. આ પર્વ કયારે અને કેવી રીતે પ્રસિદ્ધિને પામ્યું તે સંબંધી કંઇક ઉલ્લેખ કરવાને આ મારો પ્રયાસ છે. દીપાલિકા પર્વની ઉત્પત્તિ
એક વખત સંપ્રતિમહારાજે શ્રી આર્યસુહસ્તિસૂરિજીને પૂછયું: “હે પ્રભે! ત્રિકાલાબાધિત જિનશાસનમાં દીપાલિકા પર્વ શા કારણથી પ્રત્યે ?' શ્રી આર્યસુહસ્તિસૂરિ મહારાજાએ આના ઉત્તરમાં કહ્યું કે, હે રાજન, દીપાલિકા પર્વ એટલે ત્રિશલાનંદન શ્રી મહાવીર પ્રભુનું પાંચમું–મક્ષ કલ્યાણ. તેનું વર્ણન ટુંકાણમાં આ પ્રમાણે છે: - દીપાલિકા પર્વની ઉત્પત્તિ કહેવા માટે પ્રથમથી તે અંત સુધી શ્રી વીરચરિત્ર કહ્યું. તેમાં પ્રથમ પાંચ કલ્યાણકા, ચ્યવનકલ્યાણક, જન્મકલ્યાણક, દીક્ષા કલ્યાણક, કેવળકલ્યાશુક, મોક્ષકલ્યાણક એનું સવિસ્તર વર્ણન સૂરીશ્વરજીએ કહ્યું. તેમાં ચૌદસ્વપ્ન, ઉપસર્ગ, અઘેર તપશ્ચર્ય, ચતુર્વિધ સંઘની સ્થાપના, તેની સંખ્યા વગેરે સર્વ ઇતિહાસ કહ્યો. દ વટે પ્રભુશ્રી મહાવીર પાવાપુરમાં મોક્ષ પધાર્યા ત્યારે ભાવ પ્રકાશ ગયો, તે વખતે નવમદ્ધિ અને નવલચ્છિ એમ અઢાર રાજાઓએ સેળ પહોર સુધી પ્રભુની દેશના સહમાં રહીને સાંભળી. જ્ઞાનઘાતવંત પ્રભુ ગયા ત્યારે લોકોએ દ્રવ્ય ઉોત કર્યો. પ્રથમ રત્નદીપક પ્રકટાવ્યા. પછી રજત ભાજનમાં અને કાલા-રે માટીના ભાજનમાં દીપક પ્રકટાવવાની રૂઠી ભારતવર્ષમાં પ્રવતી. આ પ્રવૃત્તિને દીપાલિકા પર્વ કે શ્રી મહાવીર નિર્વાણુકલ્યાણકદિન કહેવામાં આવે છે. દીપાલિકા એટલે વીરનિર્વાણ કલયાણુકદિન
શ્રી મહાવીર પ્રભુ નિર્વાણ પામ્યા ત્યારે શ્રી ગૌતમસ્વામી આદિ ને ઘણું જ દુઃખ થયું હવું. પભુ જે વખતે નિર્વાણ ભૂમિ ઉપર પધાર્યા તે વખતે તે ભૂમિનું નામ અપાપાપુરી હતું. પણ તે ઠેકાણે જગતને પ્રભુનો વિરહ પડે તે સ્થાનનું હવે પછી તે નામ કાયમ રાખવું, દે અને મનુષ્યને એગ્ય ન લાગ્યું તેથી તેનું પાવાપુરી એવું નામ રાખ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org