Book Title: Jain Satyaprakash 1938 04 SrNo 33
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 12
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [32] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ : અભ્યાસીઓને સુવિદિત છે તેમ અમુક અક્ષરને નિરર્થક સૂચવવા માટે તેના ઉપર લખાતા અનુસ્વારની પદ્ધતિને ધ્યાનમાં રાખીને "' વધારાને ગણાય તો તે અવાસ્તવિક નથી.” ઉપર મુજબ શ્રીયુત કાપડ્યા “હું” વધારન હોવાની કલ્પના કરે છે, તેવી જ રીતે માતા” શબ્દ વધારને હવાની કલ્પના પણ કેમ ન થઈ શકે ? આ વૃત્તિના કર્તા ચન્દ્રાચાર્યું છે કે પૂર્ણચન્દ્રાચાર્યું છે ?-તે પ્રશ્ન બહુ મહત્વનું નથી એટલે તેઓ જે ત્રીજા પ્રશ્નમાં ક્રમાંક 775 ની પતિ રજુ કરે છે તે મુજબ આ વૃત્તિના કર્તા તરીકે પૂર્ણ ચન્દ્રાચાર્યને સ્વીકાર કરવાથી પણ જે ઇરાદાથી મેં “ઉવસગ્ગહર સ્તોત્ર'ની લેખમાળા શરૂ કરી છે, તેના મુખ્ય મુદ્દાઓને ખુલાસો થતો નથી. આ લેખમાળા શરૂ કરવાને મારે મુખ્ય ઇરાદે નીચે મુજબના મુદ્દાઓનો નિકાલ લાવવાને છે - 1. “ઉવસગર સ્તોત્ર'ની ગાથાઓનું પ્રમાણ કેટલું ? , 2. તેના કર્તા શ્રુતકેવલી ભદ્રબાહુ જ છે કે બીજા કોઇ તે જ નામના પૂર્વાચાર્ય છે તે સંબંધીની વિચારણ. 3. આ સ્તોત્રનું માહામ્ય. વળી તેઓએ પૃ. 281 ની ફુટનોટમાં મને પ્રશ્ન પૂછ્યો છે કે-“પ્રસ્તુત લઘુવૃત્તિના કર્તાનું નામ ચન્દ્રાચાર્ય છે, એવું સૂચન પૂર્વે અન્ય કોઈએ કર્યું છે કે નહિ અને જે કર્યું હોય તે આ એમનું ઉપજીવિત કથન છે કે કેમ ?" આ પ્રશ્નના ઉત્તરમાં મારે જણાવવાનું એ જ છે કે મારા તરફથી પ્રસિદ્ધ થએલ “જૈન સ્તોત્ર સંદેહ ભાગ 1 લા’ના પરિશિષ્ટ તરીકે આ લઘુત્તિના કર્તા તરીકે શ્રી ચન્દ્રાચાર્ય છે, એવું સૂચન સ્વર્ગસ્થ દક્ષિણવિહારી મુનિ મહારાજ શ્રી અમરવિજય”ના વિદ્વાન શિષ્ય શ્રી ચતુરવિજ્યજીએ ઈ. સ. 1932 માં પ્રથમ કરેલું છે, અને તે સંબંધી ચર્ચા પણ તેઓએ તે જ ગ્રંથની પોતે લખેલી સંસ્કૃત પ્રસ્તાવનામાં કરેલી છે. અને મેં પિતે પણ ઉપર્યુકત લઘુવૃત્તિની પ્રત તેઓશ્રીના સ્વર્ગસ્થ ગુરુદેવના સંગ્રહમાં સિનર મુકામે આજથી પાંચ, છ વર્ષ પહેલાં જોઈ હતી, તેના અંતમાં આ પ્રમાણે પંકિત લખેલી હતીઃ ત્યુપરદાતાત્રવૃત્તિઃ ચન્દ્રાચાર્યના” અને ઉપર્યુક્ત લખણુ પરથી જ મેં મારી જાતે આ સ્વતંત્ર કલ્પના કરી હતી અને તે કલ્પના અવાસ્તવિક હેવા માટે મારી સામે કાંઈ પણ કારણે રજુ થએલાં નહિ હેવાથી મેં તે પ્રમાણે કથન કરેલું છે. વળી હું ઉપર જણાવી ગયો છું તે પ્રમાણે લઘુવૃત્તિના કર્તા તરીકે ચન્દ્રાચાર્યના બદલે પૂર્ણચન્દ્રાચાર્ય તરીકે સ્વીકારવાથી મારા મુખ્ય મુદ્દાઓને કાંઈ નિકાલ થતો નથી. આટલું જણાવી શ્રીયુત કાપડિયાને હું વિનંતિ કરું છું કે તેઓએ જે પૃષ્ઠ 288 પર ક્રમાંક 782 અને 783 વાળી વૃત્તિને તથા અવસૂરિને ઉલ્લેખ કરેલ છે, તેમાં મારા ઉપરના ત્રણ મુખ્ય મુદ્દાઓ અંગે કોઈ પણ મહત્ત્વને ઉલ્લેખ તેઓના જાણવામાં આવ્યું હોય તો તે રજુ કરીને મારા કાર્યમાં મને સહાયતા આપે. ચોથા પ્રશ્નના ઉત્તરમાં અત્યારે હું એટલું જ જણાવવું એગ્ય ધારું છું કે આ લધુવૃત્તિના કર્તાને હું ઉપલબ્ધ ટીકાઓના ટીકાકારેમાં સૌથી પ્રાચીન ટીકાકાર તરીકે માનું છું અને તેમને સભ્ય વિક્રમની બારમી સદી પછીને માનતા નથી. તે સબંધીનાં પ્રમાણે, તેઓ શ્રી ચંદ્રશેણુ ક્ષમાશ્રમણ સંબધી ચર્ચા આ માસિકમાં કરી લે, ત્યારપછી આપવાની ઇચ્છા ધરાવતા હું વિરમું છું. વડોદરા. તા૨૪૩૩૮, For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44