Book Title: Jain Satyaprakash 1938 04 SrNo 33
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 16
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જિનાલયની માંડણી ( જિનાલય બનાવવા માટેની શાસ્ત્રીય વિચારણા) લેખક-મુનિરાજ શ્રી દર્શનવિજયજી મહારાજ. જિનાગમમાં જિનમન્દિરનાં અનેક પ્રમાણ મળે છે. એ જ રીતે જિનમંદિર ક્યાં અને કેવા રૂપે બનાવવું ? તેનાં પ્રમાણ પણ મળે છે. જિનમંદિર બંધાવનારને માટે આ વસ્તુ બહુ મહત્ત્વની છે. પ્રસ્તુત લેખમાં એ સંબધી કંઇક વિચારણા કરવામાં આવી છે. ૧શ્રી રાયપણી સૂત્રમાં જિનમંદિર માટે વ્યવસ્થિત ઉલ્લેખ છે, જેને સાર નીચે મુજબ છે - - લયનની વચ્ચે મિન્ન ભિન્ન પ્રાસાદથી વીંટાએલ મૂળ પ્રાસાદ (મુખ્ય રાજમહેલ ) છે. તેનાથી ઈશાન ખૂણામાં 100 એજન લાંબી, 50 જન પહોળી અને ૭ર યોજના ઉંચી સુધર્મા સભા છે. જેને પૂર્વ દક્ષિણ અને ઉત્તરમાં સેળ યોજન ઉંચા અને 4 જન પહોળા ત્રણ દરવાજા છે. તે ત્રણે દ્વારની સામે 100 એજન લાંબા, 50 જન પહોળા અને 16 જનથી વધુ ઉંચા એકેક મુખ્ય મંડપ છે. તેને પણ પૂર્વ દક્ષિણ તથા ઉત્તરમાં ચંદરવા, વિજા તથા અષ્ટમાંગલિક વાળા 16 જન ઉંચા અને 8 યોજન પહેળા ત્રણ ત્રણ દરવાજા છે. આ દરેક મુખમંડપની સામે સુંદર પ્રેક્ષા મંડપ છે, જેના મધ્ય ભાગમાં અખાડા અને અખાડાના મધ્ય ભાગમાં ખુરસી વગેરે આરામની સામગ્રીવાળી મણિપીઠિકાઓ છે. વળી પ્રેક્ષ મંડપની બરાબર સામે પણ સોળ એજન લાંબી સોળ જન પહોળી અને 8 જન જાડી મણિપીઠો છે, જેની ઉપર તે જ માપથી લાંબા પહોળા અને 16 એજનથી વધુ ઉંચા સ્તૂપ છે. આ દરેક સ્તૂપની ચારે દિશામાં ફરતી 8 યોજન લાંબી પહોળી અને 4 જન ઉંચી મણિપીઠિકાઓ છે, જેની ઉપર તીર્થકરની ઉંચાઈએ ઉંચી પદ્માસનવાલી ત્રષભદેવ, વર્ધમાનસ્વામી, ચંદ્રાનનપ્રભુ અને વારિણપ્રભુની ચાર જિનપ્રતિમાઓ બિરાજમાન છે. આ વળી એ સ્તૂપની સામે અનુક્રમે અન્યોન્ય સ્વર્ણમણિ પીઠિકાઓ, વૃક્ષો, મહેન્દ્રધ્વજે, પુષ્કરણિઓ, પદ્મવદિકાઓ અને વનખંડ વગેરે છે. (સૂત્ર 138 થી 142) સુધર્મા સભામાં 48 હજાર ઢિલીઓ, શવ્યા, ગમાનસીઓ અને ધૂપખવતા ધૂપ ધાણાઓ છે. તથા અનેક સિહાસન વગેરે છે. (સૂ૦ 143) સુધર્મા સભાની બરાબર વચ્ચે 16 જન લાંબા પહોળા અને 8 યોજન જાડા મણિપીઠપર 60 યોજન ઊંચો, 1 એજન પહેળો, 48 ખૂણુ અને હાંસિયાવાળો તથા ધ્વજા છત્ર યુક્ત માણવક સ્તંભ છે, જેના મધ્ય ભાગમાં શિકા ઉપર ગેળ દાબડાઓમાં દેવદેવને અર્ચનીય, વંદનીય અને પર્યુંપાસનીય જિન-સકિથાઓ છે. (સત્ર. 144, 145) ચૈત્યસ્તંભના ઈશાન ખૂણામાં મહેન્દ્ર ધ્વજ અને તેની જ પશ્ચિમે ચપ્પાળ આયુધશાળા છે. (સૂત્ર 147, 148) For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44