Book Title: Jain Satyaprakash 1938 04 SrNo 33
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 27
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક 9]. ધર્મપ્રચારને પ્રયન [31]. કરવા માટે “શ્રી જૈનધર્મ પ્રચારક સભા” નામની એક સંસ્થા કલકત્તામાં અને ઝરિયામાં કાયમ કરવામાં આવેલ છે. આ સંસ્થા સમયે સમયે આ કાર્યમાં મદદ આપીને એ કાર્યને વેગ આપે છે, મેરઠ અને તેની આસપાસના પ્રદેશમાં ચાલી રહેલું કાર્ય પલ્લીવાલો, અગ્રવાલ અને આર્યસમાજીઓને જનધર્મ પમાડવાના આશયથી ચાલી રહ્યું છે. આ કાર્ય મુખ્યત્વે પૂજ્યપાદ મુનિ મહારાજ શ્રી દર્શનવિજયજી, જ્ઞાનવિજયજી તથા ન્યાયવિજયજી મહારાજ કરી રહ્યા છે. આ અને આવા બીજા દરેક કાર્યમાં સહાય આપવા માટે શ્રી રાજનગર અમદાવાદમાં “શ્રી જનધર્મ પ્રચારક સમિતિ” ની સ્થાપના કરવામાં આવી છે. માનભૂમ છલ્લો અને તેની આસપાસના પ્રદેશમાં જે સરાક જાતિને જૈનધર્મને બધ પમાડવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે તેની સંખ્યા અત્યારે લગભગ ત્રણ લાખ જેટલી છે. અને એ જાતિ સંબંધી જે કંઈ વિગતો મળે છે તે બહુ જ રસ ભરી અને અર્થસૂચક છે. એ જાતિ સંબંધી સરકારી ખાતાએ શોધખોળ કરીને અનેક વિગતો બહાર પડી છે અને એ ધળના અંતે એ નિશ્ચિત કરવામાં આવ્યું છે કે “સરાક” એ શ્રાવક” શબ્દનું વિકૃત થયેલું રૂ૫ છે. એટલે જેને સરાક જાતિના નામથી ઓળખવામાં આવે છે તે વાસ્તવિક રીકે શ્રાવક જાતિ હતી. આ આખી જાતને આવી રીતે શ્રાવક માનવામાં અનેક સબળ કારણે મળે છે. સૌથી મહત્વની વાત તો એ છે કે જ્યાં બંગાળને આ પ્રદેશ માંસાહારી બની ગયા છે ત્યાં એ માંસાહારીઓની વચ્ચેવચ સિકાઓથી રહેવા છતાં આ આખી જાતી બિલકુલ નિરામિષ આહારી છે. કેવળ આટલું જ નહીં, લસણ ડુંગળી જેવા કંદમૂળના ભક્ષણને અને રાત્રિભોજનને પણ તે દેવારૂપ ગણે છે. (જો કે માંસાહારની માફક અને સર્વથા ત્યાગ જોવામાં નથી આવતે.) માંસાહાર, કંદમૂલભક્ષણ અને રાત્રિભોજન આ ત્રણ દેના ત્યાગ માટે જૈન શાસ્ત્રોમાં ખૂબ ભાર દેવામાં આવ્યું છે અને બીજા ધર્મો કરતાં જનધર્મના જીવન વ્યવહારના નિયમોમાં આ નિયમો વિશિષ્ટ રીતે તરી આવે છે. વળી સરાકના ગોત્રોમાં અષભદેવ, શાંતિદેવ એવાં નામનાં ગાત્રો પણ મળે છે. સરાક જાતિ પિતાના કુળદેવતા તરીકે પ્રાર્થનાથને માને છે અને સમેતશિખર તીર્થને બહુ જ સન્માનની દષ્ટિએ જુએ છે. આ બધી વસ્તુસ્થિતિને વિચાર કરતાં સરાક જાતિ એ શ્રાવકની જાતિ હતી એમ જે નિર્ણય કસ્વામાં આવે છે એ બહુ જ વ્યાજબી જણાય છે. અત્યારે આ જાતિ બીજા કોઈ પણ ધર્મને પિતાના વિશિષ્ટ ધર્મ તરીકે નથી સ્વીકારતી એ બિના ૫શું નોંધવા જેવી છે. બંગાળ જેવા માંસાહારી પ્રદેશમાં એક નાનકડી જાતિ આટલી હદ સુધી પોતાની નિરામિષતાને ટકાવી શકે એમાં કુદરતને કેઈ અજબ સંકેત કે સહાય હોય એમ લાગ્યા વગર નથી રહેતું, જેના પૂવે પુરૂષને સધર્મનાં સાચાં તો બધ હોય તેના વારસામાં પણ એ બેધને વારસો મળ્યા વગર નથી રહેતું. જનધર્મે એમના ઉપર કેટલી સચોટ છાપ પાડી હશે કે એનાં ચિહે આજે સૈકાઓ પછી અને બીજા એનાં અનેક આમણ પછી પણ ભૂંસાઈ શકાયાં નથી ! જૈનધર્મનાં તની મહત્તાને આ એક સબળ પુરાવો છે. 1. આપણે એ જાણીએ છીએ કે અત્યારે ભારતવર્ષમાં જે રૂપની જૈન સંસ્કૃતિની ગંગા વહી રહી છે તેને પ્રથમ પ્રવાહ મગધ અને બંગાળના પ્રદેશમાંથી પ્રભુ મહાવીર For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44