________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાત પ્રકારની વૃદ્ધિ લેખક–આચાર્ય મહારાજ શ્રીવિજયપધ્ધસૂરિજી આયુર્વત્તિ-વૃત્તિ-વૃત્તિ પ્રસુરાશિવાજ धर्मसंतानवृद्धिश्च, धर्मात् सप्तापि वृद्धयः // 1 // આ જીવ અનાદિ કાલનો છે એટલે તેને બનાવનાર કોઈ છે જ નહિ. અને જેમ ઘટ વગેરે પદાર્થો અમુક કાલે ઉપજ્યા એમ કહેવાય છે, તેમ જીવ પણ અમુક વખતે ઉપ એમ ન કહી શકાય. આવા અનાદિ જીવને નારક નિયંચ મનુષ્ય દેવ મતિરૂપ સંસારમાં જે ભટકવું પડે છે તે પણ અનાદિ કાલથી છે. એટલે પહેલાં આ જીવને રખડપટ્ટી હતી નહિ અને અમુક કાલે તે શરૂ થઈ એમ નથી. આ સંસારને શાસ્ત્રકાર ભગવતે બીજા કોઇ શબ્દથી ન ઓળખાવતા “ભવ” શબ્દથી ઓળખાવ્યું છે, તેનું રહસ્ય એ છે કે જેમાં છ–દેવરૂપે, મનુષ્યરૂપે, તિર્યંચરૂપે અથવા નરકરૂપે ઉપજે તે ભવ કહેવાય. આ ભવ (સંસાર) દુઃખ સ્વરૂપ છે. એમાં આસતિ રાખનાર છને દુઃખ સિવાય બીજું ફળ મલતું જ નથી અને જ્યાં સુધી એને છોડવાનો પ્રયત્ન ન કરે ત્યાં સુધી દુઃખની જ પરંપરા વેઠવી પડે છે. આવા સંસારના નાશનો ઉપાય એ છે કે નિયાણુનો ત્યાગ કરીને વિધિ પૂર્વક પરમ ઉલાળથી નિર્મલ ધર્મની આરાધના કરવી. એમ કરાય તો સંસારને નાશ જરૂર થઈ શકે. આ ધર્મની આરાધના કરવાથી સાત પ્રકારની વૃદ્ધિ થાય છે, તે આ પ્રમાણે - 1. આયુષ્યની વૃદ્ધિ–શ્રી જિનેશ્વર દેવે કહેલ પવિત્ર ધર્મની આરાધના કરવાથી લાંબુ આયુષ્ય મળે છે. જુઓ આ ચાલુ ચોવીસીમાં થયેલા, પહેલા તીર્થકર શ્રી આદીશ્વર ભગવંતને 84 લાખ પૂર્વનું આયુષ્ય મળ્યું હતું એ ધર્મને જ પ્રતાપ હતા. આ લાંબા આયુષ્યની સાથે સાથે નીરોગી જીવન હોય તે જ તે લાંબુ આયુષ્ય મળ્યું વ્યાજબી ગણાય. પ્રભુ ઋષભદેવને ધર્મારાધનથી મળેલા, એટલા લાંબા આઉખામાં પ્રબલ પુણ્યના પ્રતાપે જરા જેટલી પણ પીડા ભોગવવી પડી ન હતી. વળી સામાન્ય નિયમ પ્રમાણે તપના પારણે હલકો પદાર્થ પચી શકે છતાં શ્રી ઋષભદેવે સાંવત્સરિક જેવા લાંબા તપના પારણાના પ્રસંગે ઈશુરસને પચાવ્યું. એ પણ ધર્મારાધનથી પેદા કરેલા પુણ્યના પ્રભાવથી જ થઈ શકે. 2 યશની વૃદ્ધિ-દશરથ રાજાના વિનીત પુત્ર શ્રીરામચંદ્રજી કે જે ન્યાયનિષ્ઠ હતા તેમણે પિતાની આજ્ઞાને શિરસાવંધ ગણીને વનવાસ પણ પસંદ કર્યો હતે. તેમને થઈ ગયે અત્યાર સુધીમાં 11 લાખ વર્ષ થઈ ગયાં તે પણ તેમણે જે રીતે ન્યાયધર્મથી રાજ્યનું પાલન કર્યું, અને પ્રજાને પ્રેમ પણ મેળવ્યું, એથી તેમને ફેલાયેલી કીર્તિ હજુ સુધી પણ જાણે નવી જ હોય તેવી લોકમાં ગવાય છે. આ પણ ધર્મને જ પ્રભાવ સમજો! For Private And Personal Use Only