Book Title: Jain Satyaprakash 1938 04 SrNo 33
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 42
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 3i56] શ્રી જૈન સત્ય પ્રકાશ વિદ્વત્તાને કે કવિત્વને કઈ કપરો પ્રસંગે ઉપસ્થિત થતાં મહારાજ તેની સામે જોતા. એક વખત એ જ કંઈક પ્રસંગે ઉપસ્થિત થયે, અને જ્યારે કોઈએ હામ ન ભીડી અને પિતાનું મેવડી દ લાંછિત થવાના વખત લાગે ત્યારે શ્રીપાળે અજેબ શકિનનું પ્રદર્શન કરીને પિતાની કીર્તિ ઉપર કળશ ચઢાવ્યું હતું. આ કાર્ય એ હતું કે તેણે એક જ દિવસ જેટલા સાવ ટુંકા સમયમાં “વૈરચન પરાજય” નામક એક મહાપ્રબંધની રચના કરી હતી. - શ્રીપાળની આવી અજબ શકિતથી સૌ કોઈ આશ્ચર્યચક્તિ થયુ..! મહાર જાને તેના ઉપર વિશેષ અનુરાગ થયો ! તે કવિચક્રવતી કહેવાવા લાગે ! મહારાજાની ધર્મ અને ન્યાયપ્રિયતા ભગવાન બુદ્ધદેવને, રોગિષ્ટ માણસ અને માણસાના શબને જોઈને વૈરાગ્ય થયાની વાત જાણીતી છે. આ જ પ્રસંગ મહારાજા કુમારપાળના જીવનમાં મળે છે. (ફરક એટલો છે કે ભગવાન બુદ્ધ સંસાર ત્યાગી વૈરાગી થયા હતા, જ્યારે મહારાજા કુમારપાળે પ્રજાજીવન ઉપર તેની અસર ઉપજાવી હતી.) વાત એમ બની કે એક વખત મહારાજા કુમારપાળ શહેરમાં ફરવા નીકળેલા. રસ્તામાં એક માણસ લાકડીના જોરે સાવ નબળાં થઈ ગયેલાં પાંચ-સાત બકરાંને પરાણે પરાણે હાંકતા લઈ જતું હતું. આ વખતે મહારાજા ઉપર જેનધર્મના ઉત્તમ સિદ્ધાંત ની અસર થઈ ગઈ હતી. તેઓ આ સાવ નિરપરાધી જીવોની આવી અવહેલના ન જોઈ શકયા ! તેમણે તે માણસને તેમ કરવાનું કારણ પૂછતાં તેણે જણાવ્યું કે” મારી આજીવિકા નિભાવવા માટે હું આ બકરાંને કસાઇને વેચવા લઈ જાઉં છું, હવે આ બકરાં એવાં નબળાં થઈ ગયાં છે કે એને બીજો કોઈ ઉપયોગ નથી ! મારા માટે એ ભારભૂત છે.” પિતાના રાજ્યમાં મૂગાં પાણી આવી રીતે પીડાય એ તેમના માટે અસહ્ય હતું. તેમણે તરત જ હુકમ બહાર પાડે કે “જે જુઠી પ્રતિજ્ઞા કરે તેને શિક્ષા થશે, જે પરસ્ત્રી લંપટ હશે તેને વિશેષ શિક્ષા થશે અને જે છ મહિના કરશે તેને સર્વથી વધુ કઠેર દંડ મળશે.” મહારાજાની આ આજ્ઞાએ મૂંગા પ્રાણીઓ ઉપર અસીમ ઉપકાર કર્યો ! બીજા એક પ્રસંગે જ્યારે મહારાજા કરવા નિકળ્યા હતા ત્યારે તેમણે એક સ્ત્રીને ધારઆંસુએ રડતી જોઈ. અબળા ગણતી સ્ત્રીને આવી રીતે રોતી જોઈને મહારાજાનું હૃદય પીગળવા લાગ્યું. તેમણે તે સ્ત્રીને રડવાનું કારણ પૂછાવતાં જવાબ મળ્યો કે મારે પતિ બિનવારસ ગુજરી ગયા છે એટલે રાજ્યના નિયમ પ્રમાણે મારું મારા પતિનું તમામ ધન રાજ્યના ખજાનામાં લઈ જવામાં આવનાર છે. એટલે મારા નિર્વાહનું કશું સાધન નહીં રહે, એથી હું દુ:ખી થાઉં છું.” મહારાજાએ જોયું કે રાજ્યને આ નિયમ સ્ત્રી જાતિ ઉપર અન્યાય સમાન હતે. તેમનું ન્યાયપ્રિય હૃદય અબળા જાતિ ઉપરના આવા અન્યાયને કેમ સાંખી શકે? તેમણે તરત જ રાજઆજ્ઞા બહાર પાડી કે “હવેથી અત્રિયાનું ધન રાયે નહીં લઈ લેતાં તેની સ્ત્રને માટે રહેવા દેવું.” આ સાત સૈકા પહેલાંની સ્ત્રી માનની આ ભાવને ખરેજ, અભિનંદન માગી લે છે ! For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44