Book Title: Jain Satyaprakash 1938 04 SrNo 33
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 28
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [342] શ્રી જન સત્ય પ્રકાશ [વર્ષ 3 દે પ્રવાહિત કર્યો હતો. આજે માંસાહારમાં ડુબી ગયેલા એ પ્રદેશે એક વખતે પરમાત્મા મહાવીરદેવ અને ભગવાન બુદ્ધના અહિંસાના ઉપદેશના મુખ્ય પ્રદેશ હતા. એ પ્રદેશને ખૂણેખૂણો તેઓના ચરણોથી પવિત્ર થયેલ હતું. કમનસીબે આજે એ જ પ્રદેશ માંસાહારની પરાકાષ્ટાએ પહોંચ્યો છે. એવા ભયંકર પ્રદેશમાં પણ સરાકજાતિ જે રીતે પિતાનું વર્ચસ્વ સાચવી શકી છે એ બહુ જ સૂયક અને આશાસ્પદ છે. સંભવ છે કે કોઈક. કાળ એવો પણ આવે જ્યારે ફરીને એ પ્રદેશ અહિંસાના માર્ગે ચાલવાનું સ્વીકારે! અસ્તુ. મેરઠ અને તેની આસપાસ ચાલી રહેલું કાર્ય માર્ગભૂલ્યાને માર્ગ બતાવવા જેવું છે. જેઓ એક વખતે જૈનધર્મને પાળતા હતા, જેઓના જૈન હવા સંબંધમાં અનેક ઐતિહાસિક પુરાવા મળી આવે છે તેમને તેમના મુખ્ય ધર્મ તરફ વાળવાનું કાર્ય ત્યાં થઈ રહ્યું છે. આમાં મુખ્યત્વે પલ્લીવાલ અને અગ્રવાલનો સમાવેશ થાય છે.. તેઓમાંના કેટલાક દિગંબર ધર્મના માર્ગે વળી ગયેલા છે. જ્યારે કેટલાક અજન માર્ગન. અનુયાયી બની ગયા છે. કેટલાક આર્યસમાજી બની ગયેલાઓનો 5 એમાં સમાવેશ થાય છે. આ પ્રયત્નમાં દિગંબરોને ધર્મને બોધ પમાડવાને હોવાથી એ કામ કંઈક કપરું છે. (જ્યારે સરાક જાતિના પ્રતિબોધનું કાર્ય એટલું કપરૂં નથી પણ બહુ જ મોટું છે). આ પ્રયત્ન કરનારને વારંવાર અનેક પ્રકારને વિરોધ અને ઉપદ્રવ સહન કરવું પડે છે. આ બે પ્રદેશોના ધર્મપ્રચાર ઉપરાંત કંઈક એવા જ પ્રકારનું (જો કે તેના જેટલું તે નહીં જ) ધર્મ પ્રચારનું કાર્ય માળવાના કેટલાક પ્રદેશમાં પૂજ્યપાદ મુનિમહારાજ શ્રી. ચંદ્રસાગરજી મહારાજ આદિ મુનિરાજો કરી રહ્યા છે. તેઓને કાર્યપ્રદેશ મુખ્યત્વે સ્થાનક માગ સંપ્રદાયની આપણા ધર્મ ઉપર જે ખરાબ અસર થઈ ગઈ છે, અને એના પરિણમે જે લેકે પરમતારક પ્રભુમૂર્તિના વિરોધી બન્યા છે તેમને સાચે ધર્મ સમજાવવાને છે. અત્યારની આપણી ઘસાતી સ્થિતિ વચ્ચે ધર્મપ્રચારને આવે જે કંઈ પ્રયત્ન થતે હોય તેને દરેક રીતે અપનાવવા જોઈએ અને તેને જોઈતી દરેક સહાય આપવી જોઈએ. વળી દૂર દૂરના આવા ધમ વિમુખ બનતા જતા પ્રદેશને જેમ જેમ પૂજ્ય મુનિ મહારાજને ઉપદેશ મળતું જશે તેમ તેમ ધમને વધુ પ્રચાર થશે. અલબત આજે કેટલાય પ્રદેશ એવા બની ગયા છે કે જ્યાં પૂજ્ય મુનિ મહારાજોને વિહાર કરવામાં અપાર અડ. ચણે આવે-કોઈ કોઈ સ્થળે તે વિહાર અશક્ય જેવો લાગે ! પણ બીજી બાજુ તેવા પ્રદેશોની ઉપેક્ષા કરવામાં પણ બહુ જોખમ રહેલું છે, એટલે ધીમે ધીમે જે એવા પ્રદેશે તરફ વિહાર કરવામાં આવે તે એવો સમય જરૂર આવશે કે જયારે, આજે વિહાર કરવામાટે અયોગ્ય લાગતા પ્રદેશમાં વિહાર કરવાનું દરેકને માટે શકય બનશે અને પરિણામે ધર્મ વિમુખ બનતાં ક્ષેત્રો ધર્મના જયઘોષથી ગાજી ઉઠશે ! ધર્મપ્રચારના આવા પ્રયત્નમાં કે આવા પ્રયત્ન પાછળ કેવળ સંખ્યા વધારવાનું કે એ બીજે કઈ હળ આશય નથી-ન જ હોઈ શકે ! જનધર્મના આ પ્રચાર પાછળ અહિંસાના ઉદ્ધારનો મહાન આશય રહેલો છે. જેમ જેમ આ પ્રચારમાં સફળતા મળતી જશે તેમ તેમ અહિંસાને વિશેષ ઉદ્ધાર થતો જશે અહિંસાના માર્ગે સમગ્ર માનવજાતના અરે, સમગ્ર વિશ્વની શાંતિ સાધી શકાય એમ છે એ વાત આજે સમજાવવી પડે એમ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44