Book Title: Jain Satyaprakash 1938 04 SrNo 33
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 29
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક 9] ધર્મપ્રચારને પ્રયત્ન [33] નથી. અને જૈનધર્મની સૂક્ષ્માતિસૂક્ષ્મ અહિંસાની તેલે આવી શકે એવી અહિંસા બીજા કયા ધર્મો પ્રરૂપી છે? એટલે માનવજાતના ભલાની દૃષ્ટિએ પણ આ અહિંસાનો ઉદ્ધાર સાધવા માટે ધર્મપ્રચારનો પ્રયત્ન આપણા માટે અનિવાર્ય થઈ પડે છે; જો આપણે એ પ્રયત્નમાં પાછા પડીએ તે આપણે ફરજ ભૂલ્યા ગણાઈએ.. બીજાઓમાં ધર્મપ્રચારને પ્રયત્ન કરવાની સાથે સાથે બીજાઓ તરફથી આપણું ઉપર જે જે કંઈ આક્રમણ કરવામાં આવે તેને યોગ્ય ઉત્તર આપો એ પણ ધર્મપ્રચાર માટે બહુ જરૂરી છે અને તેથી શ્રી. રાજનગર–અમદાવાદમાં વિ. સં. ૧૮૮૦ની સાલમાં મળેલ અખિલ ભારતવર્ષીય જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક મુનિ સમેલનના દસમા ઠરાવ પ્રમાણે શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિની” સ્થાપના કરવામાં આવી છે. આ સમિતિને ઉદ્દેશ બીજાઓ તરફથી આ પણ ધર્મ ઉપર કે તીર્થો ઉપર થતા આક્ષેપને યોગ્ય પ્રતીકાર કરવાનું છે. આ ઉદ્દેશને પહોંચી વળવા માટે સમિતિ તરફથી “શ્રી જન સત્ય પ્રકાશ” નામક માસિક પ્રગટ કરવામાં આવે છે અને એ રીતે સમિતિ પિતાથી બનતું એ ક્ષેત્રમાં કાર્ય કરી રહેલ છે. આ મુનિ સમેલન વખતે જ, સમેલનમાં ભાગ લેવા દીલ્હી જેવા દૂરના પ્રદેશમાંથી પધારેલા પૂજ્ય મુનિ મહારાજ શ્રી દર્શનવિજયજી આદિના મુખથી મેરઠ છો અને તેની આસપાસના પ્રદેશમાં ચાલતા ધર્મપ્રચારના સમાચાર સાંભળી એ અને એવા બીજા દરેક પ્રયત્નમાં વેગ આપવા માટે રાજનગર-અમદાવાદમાં “શ્રી જૈન ધર્મ પ્રચારક સમિતિ”ની સ્થાપના કરવામાં આવી હતી. આ સમિતિએ સરધનામાં એક જિનાલય બંધાવી આપ્યું છે તથા બીજી પણ કેટલીક સહાયતા કરી છે. આપણે ઇચ્છીએ કે આ સમિતિ પિતાના કાર્યને વધુ ને વધુ વેગ આપે અને તે દિશામાં પ્રયત્ન કરતા મુનિરાજોને વધુ ને વધુ પ્રેત્સાહન આપે! અસ્તુ. પરધર્મીઓની વચ્ચે રહીને ધર્મ પ્રચારનું કાર્ય કરવું કેટલું કઠિન છે તે સૌ સમજી શકે એમ છે. આવી સ્થિતિમાં આ વા કપરા કામને સફળ કરવા માટે જે કોઈ પ્રયત્નશીલ હોય તેને દરેક રીતે, સમાજની દરેક વ્યક્તિએ પિતાથી બનતે સહકાર આપવો જોઈએ. આપણા સમાજની દરેકે દરેક વ્યકિત આ કાર્યની મહત્તા સમજે અને તેમાં પિતાના તન, મન ધનને વધારેમાં વધારે ફાળો આપી અહિસાના ઉદ્ધારના આ પ્રયત્નને વધુ વેગવંત બનાવે ! અસ્તુ ! ! ! P. સુધારે ગયા અંકમાંના શ્રીયુત નાથાલાલ છગનલાલ શાહના “બરાબર પર્વત” પરનાં જૈન ગુફા મંદિર શીર્ષક લેખમાં જ્યાં કર્ણપાર છપાયું છે ત્યાં કચેપાર વાંચવું, For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44