Book Title: Jain Satyaprakash 1938 04 SrNo 33
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 26
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધર્મપ્રચારનો પ્રયત્ન છેલલા કેટલાક સમયથી ગુજરાત બહારના દૂરદૂરના કેટલાય પ્રદેશમાં જૈનધર્મના પ્રચારના પ્રયત્ન ચાલી રહ્યાના સમાચાર મળે છે. કોઈ કાળે જૈનધર્મના અનુયાયીઓની સંખ્યા લાખે અને કરોડોના આંક સુધી પોંચી ગઈ હતી અને ભારતવર્ષના દરેકે દરેક પ્રદેશમાં પ્રભુ મહાવીર દેવના ઉપાસકો રની રિથતિમાં વિશાળ અંતર પડી ગયું છે. એ કરોડોની સંખ્યા આજે અમુક લાખમાં સંકેચાઈ ગઈ છે અને કેટલાક પ્રદેશ તે એવા બની ગયા છે કે જ્યાં જૈનધર્મનું નામ સાંભળવું કે જનધર્મને ઉપાસક મળી આવી મુશ્કેલ બની ગયું છે. તે સમાજની આ સ્થિતિ બહુ દર્દભરી છે, છતાં એક કડવા સત્યની માફક તેનો સ્વીકાર કર્યા વગર ચાલે એમ નથી. બીજી તરફ આવી નિરંતર ઘસાતી જતી સ્થિતિ તરફ દુર્લક્ષ્ય કર્યું પણ પાલવે એમ નથી; એ સ્થિતિમાં પલટે આવે એવા કંઈક સક્રિય પ્રયત્નો ગતિમાન કરવા અનિવાર્ય થઈ પડે છે. અને તેથી જે કોઈ પ્રદેશોમાં જે કાંઈ થોડા ઘણા અંશે પણ આવા પ્રયત્નો જારી થયા હેય, પ્રભુ મહાવીર દેવના પરમ પવિત્ર ધર્મને સંદેશ ફેલાવવા માટે જે કંઈ કોશિશ કરવામાં આવતી હોય, માર્ગ ભૂલ્યા મુસાફરની માફગ સદ્ધર્મના પવિત્ર માર્ગથી દૂર થયેલા માનવીઓને સાચે ધર્મમાર્ગ બતા આ ગિલિક સમયમાં માનવજાતને ત્યાગના માર્ગે અને આત્માના માર્ગે દોરી શકે એવા પવિત્ર ધર્મને પ્રચાર કરવા માટે જે કંઈ કાર્ય થતું હોય તે દરેક રીતે આવકારદાયક ગણી શકાય ! - - આવા ધર્મ પ્રચારના પ્રયત્નો અત્યારે તે ખાસ કરીને બે પ્રદેશોમાં વિશેષ રીતે થઈ. રહ્યા હોવાનું જણાય છે. એક સુદૂર પૂર્વમાં બંગાળામાં માનભૂમ જીલ્લામાં અને બીજો સુર ઉત્તરમાં મેરઠ જીલ્લા અને તેની આસપાસના પ્રદેશમાં. બંગાળામાં માનભૂમ છલામાં આ કાર્ય સરાક જાતીને જૈનધર્મને સંદેશ પહોંચાડીને પ્રભુ મહાવીર દેવ પ્રરૂપેલ સન્માર્ગને બંધ પમાડવાના આશયથી ચાલી રહ્યું છે. ત્યાં આ કાર્ય મુખ્યત્વે પૂજ્યપાદ ઉપાધ્યાયજી શ્રી મંગળવિજયજી મહારાજ અને તેમના શિષ્ય ઉપાડી લીધું છે અને તેમને દરેક રીતે મદદ ' (અનુસંધાન પાના ૩૩૯માં નું) અર્વાચીન દુર્ગાદેવીનું મંદિર અને બહ મૂર્તિવાળા વિભાગો સિવાય આ ટેકરી પર જે પુરાતન શિલ્પકામેના અવશેષો છુટા પડેલા છે તે અવશેષે જૈનેના છે. તે પરથી આ પવિત્ર કરી પુરાતન કાળથી જૈનેનું વિખ્યાત તીર્થ હોવાનું સાબિત થઈ શકે છે. ભીલપુરની જૈન સાહિત્યમાં તીર્થ તરીકેની ગણના કરેલ છે. દશમા જૈન તીર્થકર શીતલનાથનાં ચ્યવન, જન્મ, દીક્ષા અને કેવળ કલ્યાણકો થએલ આ ભૂમિ છે. આવા પુરાતન તીર્થને ઉદ્ધાર કરવો એ જૈનેની પ્રથમ ફરજ છે. વર્તમાનમાં આ કુલુહા હીલ નામથી ઓળખાતી ટેકરીની માલીકી વેતામ્બર જનની છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44