________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [38] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ 3 ગુફાઓનું ઐતિહાસિક વિવરણ આ પત્રના ગયા અંકોમાં આપેલ છે. ગયા જિલ્લે પુરાતન સમયથી મગધદેશ સાથે જોડાએલ છે. ઈ. સ. પૂર્વે 184 માં મર્યવંશીય રાજાના સેનાપતિ પૂષ્યમિત્રે પિતાના સ્વામીને મારી નાખી આ પ્રદેશ પર રાજ્ય કરેલ. ત્યારબાદ ઇ. સ. પૂર્વે 157 માં કલિંગચક્રવતિ મહારાજા ખારવેલે મગધદેશ જીતી લીધેલ. પછીના - સમયમાં ઈ. સ. 330 માં ગુપ્ત રાજ્યકર્તાઓનું રાજ્યશાસન ચાલતું હતું. ગયા જિલ્લામાં આવેલ “જેનગુફાઓનું ઐતિહાસિક વિવરણ” આ લેખ સુધી વિદ્વાને સમક્ષ રજુ કરેલ છે, ખાત્રી છે કે જેના પુરાતન ઇતિહાસમાં અને પુરાતત્ત્વના અભ્યાસીઓ માટે ઉપયોગી થશે. કુલુહા હલ [ભદ્દીલપુર ]ની જૈન ગુફાઓ. હઝારી બાગની સરહદમાં અને ગયા જિલ્લાની દક્ષિણ દિશાએ કુલુહા હીલ નામની ડુંગરી આવેલ છે. જેના જૈનેના પુરાતન સાહિત્યમાં ભદિલપુર નામથી ઉલ્લેખ થયેલ મળી આવે છે. કુલુહા હી હંટરગજ નામના ગામના નૈઋત્ય ખુણામાં છ માઈલ દૂર ઉંચાણવાળા ભાગમાં આવેલ છે. ટેકરીની ઉંચાઇ સમુદ્રની સપાટીથી 1575 ફીટ છે. તેની નજીકમાં હટવારીઆ નામનું સ્થલ આ ટેકરીની પશ્ચિમ બાજુએ વસાયતવાળું આવેલ છે. આ ટેકરી હઝારીબાગના ઉંચાણવાળા વિભાગના ઉત્તર તરફના કીનારામાંથી એક હાર બંધ જે લાંબી પડતી પર્વતની હાર છે, તેમાં ઉંચા ટોચવાળા પર્વતના ભાગને શિખર જે દેખાવ આપે છે. ટેકરીની ઉંચાઈ શેરઘાટીની સપાટીથી જોતાં બહાર પડતા આકારને લીધે તે જ સ્થલમાં બહુ જ પ્રખ્યાત ગણાય છે. આ ટેકરીની પશ્ચિમ દિશાએ એક પુરાતન ભીંત નવ ફીટની પહેલા અને પંદર ફીટની ઉંચાઈએ આવેલ છે. ત્યાં આગળ એક દરવાજો છે. તેના ઈશાન ખુણામાં 130 ફીટ દુર દુર્ગા ભગવતી કે જે કુલેશ્વરી નામથી ઓળખાય છે, તેમનું આ સ્થલે મન્દીર આવેલ છે. આ મંદિરથી 375 ફીટ દક્ષિણ દિશાએ ભીમભાર નામને પ્રાચીન પત્થર છે. એવી ઐતિહાસિક કહેવત છે કે રાજા ભીમે આરામ લેવા માટે ત્યાં આગલ તે મુકેલ, જેને “ભીમબાર” નામથી ઓળખાવવામાં આવે છે. ભીમભારની ઉતરે 54 ફીટ દૂર એક નાની ગુફા ચાર ફીટ ઉંચાઈએ અને ત્રણ ફીટની પહેલાઈએ ખડકના એક પુરાતન પત્થરમાંથી કોતરી કાઢેલ છે. ગુફાની અંદર તીર્થંકર પાર્શ્વનાથની મૂર્તિ સ્થાપિત થયેલ છે. મૂર્તિના મસ્તક પર નાગની ફણાઓ છે તેમ પદ્માસન પણ સુરક્ષિત છે. આ મૂર્તિ બે ફોટની ઉચાઈએ લીલાશવાળા કાળા પત્થરમાંથી બનાવેલ છે. તેનું શિ૯પકળાનું કામ જોતાં તે પુરાતન સમયની જણાઈ આવે છે. આ ગુફા મંદિરની પશ્ચિમ દિશાએ નજીકમાં એક નાની બીજી ગુફા આવેલ છે. તેમાં પદ્માસને જૈન તીર્થંકરની મૂર્તિ સ્થાપિત છે. આ શિલ્પકામ એવા પ્રકારનાં કોતરવામાં આવેલ છે કે અહી ચુસ્ત યાત્રાળુઓને પૂજયભાવ હોવો જોઈએ. ભીમભારથી નીચે જતાં મંદિરના ભાગ તરફ નાનાં ખડકમાંથી કોતરી કાઢેલ સરવર આવેલ છે. તેની પાસે એક નાને સુરજકુંડ છે. સરોવરની પાસેના ભાગમાં બે નાની મૂર્તિઓ એક વૃક્ષ નીચે છે, જેની ઉંચાઈ દેઢ દોઢ ફીટની છે. બહારના મેદાનમાં રહેવાથી તે મૂર્તિઓ ખંડિત થએલ છે. તેની આકૃતિ જૈન તીર્થકરોની છે. આ બે For Private And Personal Use Only