________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક 9]. શ્રી ધનપાલનું આર્દશ જીવન [335] બેતાલીશ દેષથી રહીત એવી શુદ્ધ ભિક્ષા ગ્રહણ કરી પિતાના સ્થાન તરફ પાછા ફર્યા. મુનિવરને આવતા જોઈ ધનપાલે ભકતી નવે વિનતી કરી એટલે મુનિ પધાર્યા કુદરતી રીતે એવું બન્યું કે એ જ દીસે કઈક હેલીએ ઝેરી-મોદક ધનપાલને ત્યાં મેકલેલા. આ વાતની ઘરમાં કોઈને પણ ખબર ન હતી ધનપાલ તે મેક મુનિવરને આપવા લાગે. મુનિવરે ના પાડી, અને કહ્યું કે આમાં ઝેર નાખેલ છે. તપાસ કરતાં વાત સાચી ઠરી. ધનપાલને મુનિવર પર શ્રદ્ધા થઈ, અને કહેવા લાગ્યો કે—હે યોગીશ્વર ! આપે શાથી જાણ્યું. મુનિવરે જણાવ્યું કે પૂર્વ મહથિએ જેને માટે શાસ્ત્રની અંદર પ્રતિપાદન કરેલું છે, તે તું સાંભળ:-- दृष्ट्वान्नं सविषं चकोरविहगो धत्ते विराग दृशो। हंसः कुञ्जति सारिका च वमति क्रोशत्यजस्रं शुक:॥ विष्टां मुश्चति मर्कट : परभूत : प्राप्नोति मृत्युं क्षणात् / / क्रौंचो माद्यति हर्षवांश्च नकुलः प्रीतिं च धत्ते द्विकः // 1 // અર્થ : વિષવાળું અન્ન દેખીને ચોર પક્ષી વિરાગને ધારણ કરે છે, અર્થાતુ નેત્રમાં વિલક્ષણતા ભાસે છે, હંસ શબ્દ કરે છે, સારિકા (મેન) વમન કરે છે, પિપટ વારંવાર બેલે છે, વાંદરે વિષ્ટા કરે છે, કોયલ ક્ષણવારમાં મૃત્યુને શરણ થાય છે, કેચ પક્ષી નૃત્ય કરે છે, નકુલ હર્ષવાળા થાય છે, અને વાયસ (કાગડ) પ્રીતિવંત થાય છે.” આ પ્રમાણે વિષવાળું અને દેખીને પક્ષીઓ અનેક પ્રકારનાં વિલક્ષણ ચિન્હ કરે છે. હે ધનપાલ! આ ઝેરી મેદક દેખીને પાંજરામાં રહેલ ચર પક્ષીઓ નેત્રોનાં દ્વાર બંધ કરી દીધાં તેથી મેં જાણ્યું કે–અવશ્ય આમાં વિષ છે. મુનિવરનું આવું માધુર્યગુણથી ભરપૂર વચન સાંભળતાં ધનપાલ અ“ચર્યમાં ગરકાવ બની ગયે. બે રાત ઉપરાતના હીંદમાં છત્પત્તિ ત્યારબાદ દહીં તૈયાર હતું તે લાવીને આપવા માંડયું. મુનિએ પૂછ્યું કેટલાક દિવસનું છે? ધનપાલે કહ્યું ત્રણ દિવસ ઉપરાંતનું છે. હે ભદ્ર, તે અમારે કલ્પે નહીં. ત્યારે ધનપાલે પૂછયું, પ્રભો શું આમાં પણ જીવ છે ? આ તે દુનિયામાં અમૃત તુલ્ય મનાય છે, શુકન વગેરેમાં અગ્રગણ્ય છે, નિમલ છે. મધુર છે. હે ધtપાલ, બે રાત્રિ ઉપરાંતના દહીંમાં છત્પત્તિ હોય છે, એમ પૂર્વ મહર્ષિઓએ પ્રતિપાદિત કરેલ છે. આ સાંભળી ધન પાલે કહ્યું, હે પ્રભે, આપ જો આમાંથી હાલતા ચાલતા સાક્ષાતુ છ બતાવો તે હું જરૂર જૈન ધર્મને અંગીકાર કરૂ! નહીં બતાવે તે હું સમજીશ કે સરલ લોકોને છેતરવાને માટે આપે આ વેશ ધારણ કર્યો છે. ધનપાલનો ઉદયકલ નજીક આવી પહો હો મિથ્યાતને અન્તિમ સમય આવી પહોંચ્યો હતે. મુનિવરે યોગ્ય સમયને લાભ લઈને જણાવ્યું કેહે ધનપાલ, હું તમને જેવો દેખાડી આપીશ તે તમારે તમારું વચન અવશ્ય પાળવું પડશે ! ધનપાલે એને સ્વીકાર કર્યો એટલે મુનિવરે લાખની એક થેપલી મંગાવી. તેની આસપાસ અલત ચૂર્ણ નાખ્યું. પછી દહી પાત્રનું મુખ બંધ કરી તેના પડખે એક સૂક્ષ્મ છિદ્ર કર્યું. અને તે પાત્રને ધૂપમાં મૂકાવ્યું. છિદ્રમાંથી દહીં નીચે રહેલ લાખના અલતામાં પડવા માંડયું. તેના પર દહીંમા જેવા રંગના સફેદ જંતુઓ દેખાવા લાગ્યા. આ જોઇ ધનપાલ આ ચકીત થઈ ગયો. તેને મુનિવર પર અત્યન્ત શ્રદ્ધા થઈ. For Private And Personal Use Only