________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [334). શ્રી જૈન સત્ય પ્રકાશ દિવ્ય ભુવનમાં ઉતારો ધનપાળનું ગૃહમંદિર અનેક કળાઓથી અલંકૃત લાગતું હતું. તે અનેક તરેહનાં તેરણાથી અને ઝુમ્મરથી વિભૂષિત હતું. હીરા, મણિ અને માણેકનાં રત્નજડિત તરણે ભીંત પર લટકાવેલાં હતાં. ઠામઠામ આરીસાઓ જડેલાં હતાં. આરીસા એવી જાતના જડેલાં હતાં કે પાણીના હોઝ ભરેલા ન હોય એમ પ્રેક્ષકોને ભાસ થાય. નાની થાંભલ એ પર જાતજાતનાં વાજિન્ને, અલંકારો અને અનેક તરેહના સુંદર આભૂષણથી સજજ થયેલી પુતળીઓ દેખાતી હતી. કેઈક નૃત્ય કરતી, કોઈક વાદ્ય વગાડતી, કેઈક પૂજન નિમિત્તે મનહર પુષ્પોની છાબડીઓ હાથમાં લીધેલી, કોઈક ઘંટ વગાડતી અને કોઈ પવન નાખતી આવનાર માણસને સત્કાર–સન્માન આપતી હોય તેમ દેખાતી હતી. તરેહ તરેહનાં સુંદર ચિત્રો ચીતરેલાં હતાં. આ ગૃહભુવનના જુદા જુદા ખડે પાડેલા હતા. ભૂમિકા ગા છાણથી લીધેલી હતી. બારી બારણુઓની, દરવાજાઓની વિશાળતા અપૂર્વ હતી. “પધારે! પધારો!”ના માનભર્યા શબ્દો સાથે મુનિવરે ગૃહમંદિરમાં પ્રવેશ કર્યો અને એગ્ય સ્થાનમાં ઉતારે કર્યો. ત્યારબાદ ધનપાલે ભાવભરી વાણીથી સપરિવાર શોભનમુનીશ્વરને ભજનને માટે નિમન્વણું કર્યું. મુનિવરે સ્પષ્ટ શબ્દોમાં તેનો ઇન્કાર કર્યો. ઇન્કારનું કારણ આગ્રહભરી વિનતીથી પુછતાં મુનીન્દ્ર પ્રત્યુત્તર આપ્યો : “હે ધનપાલ, પૂર્વ મહર્ષિઓએ શાની અંદર-સિદ્ધાંતની અંદર પ્રતિપાદન કરેલી એવી અમારી માધુકરી વૃત્તિ હોય છે. અમે કોઈને ત્યાં જમવા માટે તે શું પણ રસથી ભરપૂર એક ગૃહને આહાર પણ ગ્રહણ કરી શકતા નથી મધુકર જેમ સુંગધી પુષ્પની અંદર ફરી ફરીને કિલામણા કર્યા સિવાય રસને ગ્રહણ કરે છે તેમ ઘરે ઘરે ફરીને અમે ફાસુક ભિક્ષાને ગ્રહણ કરીએ છીએ.” એટલે ધનપાલે કહ્યું “તે હે પ્રભો, એ પ્રમાણે પણ આપના નિયમ મુજબ મારા ગૃહમંદિરની ભિક્ષાને ગ્રહણ કરી મને પાવન, કરે.” મુનિવરે કહ્યું કે “વર્તમાન યોગ.” વિષ (ઝેરી) મોદક મધ્યાહકાલ થયો એટલે મુનિવર્ય ગેચરી લેવાને પધાર્યા. માથા પર મધ્યાન્ડનો પ્રચ૭ સૂર્ય તપી રહ્યા હતા. આસપાસ આગ્નિના ઝાળ જેવી લૂ વરસી રહી હતી. ધગધગતી પૃથ્વી પર ચરણ સ્થાપતાં ફરફેલાં પડતાં હતાં. જગતથી ન્યારા મુનિવરના શરીર ઉપર અબ્ધત વેશ ભી રહ્યો હતો. શરીર પર પડતા સૂર્યનાં પ્રચક કિરણોથી જાણે ગંગાસિન્ડ્રુ વહેતી ન હોય એવો ભાસ થતો હત–પ્રવેદથી મુનિનું પ્રત્યેક અંગ રેબઝેબ બની ગયું હતું. છતાં પણ મુનિવર ઘરેઘરે ફરી ધર્મલાભના મને હર શબ્દ સંભળાવી 1 भजेन्माधुकरी वृति, मुनिलच्छकुलादपि // एकान्नं नैव भुञ्जीत, बृहस्पतिसमादपि // 1 // महुकारसमा बुद्धा जे भवन्ति अणिस्सिया / नाणापिण्डरया दन्ता तेण वुञ्चति साहुणो-त्तिबेमि // 5 // ("माधुकरसमा बुद्धा ये भवन्त्यनिश्रिता / નાનાuિvજતા રાતાતૈનાચતે જાધવ : "-fa aatfમારૂ છે दशवैकालिके For Private And Personal Use Only