Book Title: Jain Satyaprakash 1936 10 SrNo 15
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૨ દિગબરોની ઉત્પત્તિ આ વાતને અવે જ કાવી મૂળ વિષયમાં આવતાં એમ કહેવું જોઈએ કે શ્વેતાંબરે એ મોક્ષની પ્રાપ્તિ માટે વસ્ત્ર સહિતપણાનો આ ગ્રહ નથી રાખ્યો એટલું જ નહીં પરંતુ તેમણે સ્વલિંગે સિદ્ધ, અન્યલિંગે સિદ્ધ અને ગૃહલિંગે સિદ્ધને બહુ જ વિશાળ અને ઉદાર સિદ્ધાંત સ્વીકારે છે. તેઓ માને છે કે વ્યવહારથી કે દ્રવ્યથી એ ત્રણમાંથી ગમે તે લિંગ હોય પણ તે મોક્ષમાર્ગ, કે જેને સિધો સંબંધ આત્માના પરિણામ સાથે જ છે તેને બાધક થતાં નથી. એટલે કે જેવી રીતે સ્વલિંગે સચેલકાદિપણે જીવ મેક્ષને સાધી શકે છે તેવી રીતે સ્વલિંગારિરૂપ સચેલકપણું ન હોય તો પણ મોક્ષને સાધી શકે છે. આટલી હદ સુધીની ઉદારતા દિગંબર સંપ્રદાયને માન્ય સિદ્ધાંતમાં કયાંય મળતી નથી. એ જ જણાવે છે કે તાંબરો દિગંબરોમાંથી નીકળ્યા નથી તેમજ તેમને દિગંબરોની માફક સલકપણાનો એકાંત આગ્રહ પણ નથી. રામાપણે જોઈએ છીએ કે કઈ માણસ એક પ્રાચીન વસ્તુથી જુદે પીને નવી વસ્તુને સ્વીકાર કરે છે ત્યારે તેને પોતાની નવી માન્યતાને સુરક્ષિત બનાવવા માટે એની આસપાસ અનેક પ્રકારના આગ્રહે અને કદાત્રાની વાડ ઉભી કરવી પડે છે. આ જ પ્રમાણે જુની માન્યતાઓમાંથી નવાપણે નીકળેલા દિગંબરાને પણ પોતાનું સ્થાન સુરક્ષિત અને મજબુત બનાવવાના આશયથી દિગંબરપણુ-અલકપણા -ને, શ્રીજિનપ્રરૂપિત શાસનનના મુખ્ય મૂળરૂપ અનેકાંતવાદના પરમ પવિત્ર સિદ્ધાંતની અવગણના કરીને પણ, એકાંત આગ્રહ રાખવું પડશે. અચેલકતાના આ એકાંત આ ગ્રહના પરિણામરૂપે જ તેમને સમગ્ર સ્ત્રી જાતિને ચારિત્રને અભાવ, ચારિત્રના અભાવથી કેવળજ્ઞાનનો અભાવ અને કેવળજ્ઞાનના અભાવથી યાવતું મેદાને અભાવ માનવો પડયો. ખરેખર! આ એક પ્રકારનો હડહડતો અન્યાય જ થો ગણાય. એ જ અચેલકતાના એકાત આગ્રહથી સ્ત્રીચરિત્ર અને સ્ત્રી મુક્તિના નિધની માફક જ અવલિંગસિદ્ધ અને ગૃહલિંગસિદ્ધ જેવા, આત્મિક પરિણતિની ઉજજવલતા અને માલની અતિ નિકટતા બતાવતા, સિદ્ધાંતની પણ દિગંબર ભાઈઓને અવગણના કરવી પડી. આત્માની અનંત શક્તિને પરમ વિકાસ સાધવાની, માનવદેહમાં રહેલી શકયતાને આ પ્રકારે અસ્વીકાર કરવો એ કઈ પણ સાચા નથી તો કદી પણ ન જ બની શકે ! અને આના પરિણામરૂપે આંતર ત્યાગનું મહત્વે ભૂલીને કેવળ બાહ્ય ત્યાગમાં જ જાણે બધું સમાપ્ત થઈ જતું હોય એવી ભૂલભરેલી માન્યતા તેઓએ રવીકારી લીધી. એક ખોટી વાતને આગ્રહ માણસને શું શું અનર્થ કરવા નથી પ્રરત એનું આના કરતાં બીજું કયું વધારે સાટ ઉદાહરણ મળી શકે ? ( અપૂર્ણ) For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44