Book Title: Jain Satyaprakash 1936 10 SrNo 15
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 41
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - - - - - - - = = == ૧૯૯૨ પુરાતન ઇતિહાસ અને સ્થાપત્ય સંવત ૧૧૨૬ ના વૈશાખ વદિ ૧૧ ને શનિવારે, શ્રીમાલજ્ઞાતીય અને ધક્કટગોત્રના શેઠ વઈરાના; બુદ્ધિશાળી, નિર્મળ ગુણવાળા, ધર્મકાર્યોમાં તત્પર રહેનાર, શ્રાવક અને નામ જેવા ગુણવાળા “રૂપલ' નામના પુ; મંકા (માં)૧૨ નામના સ્થાનને શ્રીથારાપત્રીપ ગચ્છના જિનમંદિરમાં પિતાના પિતાના કલ્યાણ માટે સુંદર આ પ્રતિમા કરાવી, ॐ थारापदगच्छे श्रीमालविशालधर्कटान्वयजः । श्रीवरणागमहत्तम-तनयः श्रीसंतुकामात्यः ॥ १ तजननीसंपूण्या (र्या) पुण्याय स्वस्य कारयामास । मंकास्थानकचै ये सद्वियमिदं जिनेन्द्रस्य ॥ २ सं ११२६ वैशाख [व]दि ११ शनौ । ૧૨. હારીજ અને ચાણસ્માની વચ્ચે હારીજથી આશરે પાંચેક ગાઉ દૂર “માંકા ” નામનું એક ગામડું છે. ત્યાં હાલ એક પણ શ્રાવકનું ઘર, ઉપાશ્રય કે જિનાલય કંઈ પણ નથી. પરંતુ સં. ૧૯૩૪ની સાલમાં ઉક્ત માંકા ગામના સીમાડાના ખેતરમાંથી જિનેશ્વર ભગવાનનાં પ્રાચીન આશરે ૭૫ પરિકર નીકળ્યાં હતાં. તે પરિકરે આસપાસના ગામના શ્રાવકે પોતપોતાની જરૂરીઆત અને સગવડ પ્રમાણે લઈ ગયા હતા. તેમાંથી ચાર નંગ જમણપુરા લાવવામાં આવ્યાં હતાં. તેમાંની એક ગાદી ફરીવારની પ્રતિષ્ઠા વખતે મૂળનાયકજીની નીચે ગાદી તરીકે ગોઠવી છે. બાકીનાં ત્રણ નંગ જમણપુરના ઉપાશ્રયમાં અસ્તવ્યસ્ત રીતે પડેલાં છે. એ જ માંકા ગામના ખેતરમાંથી દશેક વરસ પહેલાં એવી જ બીજી બે પરિકરની ગાદીઓ અને એક પરિકરનો ઉપરનો ભાગ નીકળેલ, તે રાજ્યમાં દાખલ થઈ કેટલોક વખત હારીજની કોર્ટમાં પડી રહેલ, પછી હારીજના સંધને સોંપવામાં આવેલ. અમો સં. ૧૯૮૮ માં હારીજ ગયા તે વખતે ત્યાંના દેરાસરમાં એ ત્રણે ચીજો છુટી પડી હતી. ત્યાર પછી નવા દેરાસરની પ્રતિષ્ઠા થતાં તેને શું ઉપયોગ કરવામાં આવ્યો તેની ખબર નથી. માંકા ગામનાં ખેતરમાંથી આટલાં બધાં પરિકરો નીકળ્યાં ત્યારે તે સીમાડાના કઈને કઈ ખેતરોમાં તીર્થકર ભગવાનની મૂર્તિઓ પણ અવશ્ય ભંડારેલી હેવી જોઈએ. શોધખોળ કરવાથી તેને પત્તો લાગી શકે. જે “મંા” ના ખેતરમાંથી આટલાં આટલાં પરિકર નીકળે અને જેમાંના કેટલાંક, ગુજરાતના મહારાજા ભીમદેવ (પહેલા) અને કરણદેવને મહામાત્ય સાંતુ મંત્રી જેવા એ ભરાવેલાં હોય તે મંકા સ્થાનની તે વખતમાં કેટલી નહોજલાલી અને પ્રસિદ્ધિ હશે, તે વાચકે સ્વયં સમજી શકશે મંકા નગરી સંબંધી વિશેષ જાણવા ઇચ્છનારે “જૈન”ના તા. ૧૫-૫-૩૨ ના અંકમાં પ્રગટ થયેલ મારો “મંકાનગરી” નામને લેખ જેવો જોઈએ. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44