Book Title: Jain Satyaprakash 1936 10 SrNo 15
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 37
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એક અતિ પ્રાચીન કલ્યાણકભૂમિ શ્રીઅયોધ્યાનગરી લેખક:–આચાર્ય મહારાજ શ્રી વિજયપધસૂરિજી અવિચ્છિન્ન પ્રભાવશાલિ, ત્રિકાલાબાધિત શ્રી જૈનેન્દ્રદર્શન દુનિયાનાં તમામ દર્શનેમાં અગ્રેસર છે, કારણકે આત્માને નિર્મલ બનાવવા માટે સર્વાગપૂર્ણ સાધન જૈનદર્શન સિવાય બીજા દર્શનમાં દેખાતાં જ નથી. આ દર્શનથી જ જીવ, કર્મ વગેરેના અપૂર્વ તત્ત્વજ્ઞાનને પણ અનુભવ મળી શકે છે. કર્મોનાં પશમ, ઉપશમ, ક્ષય આદિ જેમ દ્રવ્ય, કાલ, ભાવ અને ભવદ્વારા થાય છે તેમ ક્ષેત્રના પ્રભાવે પણ થાય છે. માટે જ પરમ પૂજ્ય શ્રી શત્રુંજયાદિ તીર્થોની માફક કલ્યાણક ભૂમિઓ પણ અજ્ઞાન દશાથી બાંધેલાં કર્મોનો ક્ષયે પશમાદિ કરાવી શકે છે. તેવાં પવિત્ર સ્થાની સ્પર્શના મનની ઉપર સારામાં સારી અસર કરી શકે છે. નિર્યુક્તિકાર પરમ પૂજ્ય શ્રુતકેવલી શ્રીભદ્રબાહુ સ્વામિ મહારાજે ફરમાવ્યું છે કે, “મેક્ષરૂપિ મહેલના પાયા સમાન શ્રી સમ્યગદર્શનાદિને અપૂર્વ લાભ મેળવવાની ઈચ્છાવાળા ભવ્ય જીવોએ તેવા પવિત્ર ક્ષેત્રની સ્પર્શના જરૂર કરવી જોઈએ.” શ્રીઅયોધ્યાનગરી કલ્યાણક ભૂમિ તરીકે જૈન શાસ્ત્રોમાં ખૂબ પ્રસિદ્ધ છે. જુઓઃ પ્રાતઃસ્મરણીય શ્રીકલ્પસૂત્ર, શ્રી જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ આદિ સત્રમાં અને શ્રોત્રિષષ્ટિશલાકાપુરુષ ચરિત્ર વગેરે ગ્રંથમાં અનેક પ્રસંગે અયોધ્યાનો ઉલ્લેખ આવે છે. તેથી આ નગરીને ઇતિહાસ જાણવા માટે દરેક જિજ્ઞાસુને ઉત્કંઠા રહે એ સ્વાભાવિક છે. વાચકવર્ગ તેની બીના જાણીને વંદનપૂજાનાદિથી આત્માને નિર્મલ બનાવે એ આશયથી તીર્થકલ્પાદિ અનેક ગ્રંથોને આધારે શ્રીઅયોધ્યાનગરીને ઈતિહાસ નીચે પ્રમાણે જણાવું છું. જેમાં વચમાં જૈનપુરી રાજનગર (અમદાવાદ ) ની નજીક આવેલ શ્રી સેરીસા તીર્થની પણ ટૂંક બીના આવશે. વર્તમાન વીશીના પ્રથમ તીર્થંકર શ્રી આદીશ્વર પ્રભુના રાજ્યાભિષેકના પ્રસંગે યુગલિઆઓએ કમલિનીના પાંદડાંઓના દડીઆ બનાવી તેમાં પાણી ભરી લાવી પ્રભુના ચરણકમલની ઉપર સ્થાપન કર્યું (ધાર કરી). સૌધર્મેન્દ્ર-યુગલિકોની આ વિનય પ્રવૃત્તિ જોઈને કહ્યું કે-“આ સારા વિનીત ( વિનયવાળા ) પુરૂષો છે” ત્યારથી અયોધ્યાનગરી વિનીતા આ નામથી પ્રસિદ્ધિ પામી. બીજા ગ્રંથમાં આ નગરીને કેશલા, સાકેતપુર, ઈવાકભૂમિ, રામપુરી વગેરે નામોથી ઓળખાવી છે. સુગ્રહીત નામધેય – શ્રી આદિનાથ, શ્રી અજિતનાથ, શ્રી અભિનંદન સ્વામિ, શ્રી સુમતિનાથ અને શ્રી અનંતનાથ, એમ પાંચે તીર્થકરોની તથા શ્રી મહાવીરદેવના નવમા ગણધર શ્રી અચલ બ્રાતાની પણ-જન્મભૂમિ આ જ નગરી છે. આજ નગરીમાં પૂર્વે દશરથ, રામચંદ્ર, ૧, આ બાબતની વિશેષ બને, શ્રી મહાવીર નિર્વાણ વિશેષાંકમાં આપવામાં આવશે, For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44