Book Title: Jain Satyaprakash 1936 10 SrNo 15
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 23
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૯૨ ચંદ્રાવતીને ઇતિહાસ ૧૦૫ - આ રાજાના સમયમાં ચંદ્રાવતી ચૌહાણોની રાજધાની માટી અને સિરાહી રાજધાનીનું શહેર બન્યું. આ પછી બહુ અલ્પ કાળમાં ઇતિહાસ પ્રસિદ્ધ મહાનગરી ચંદ્રાવતીનો લગભગ વિનાશ થયો. તેમાં વળી છેલ્લે અહમદાવાદ વસાવનાર પ્રસિદ્ધ અહમ્મદશાહે આખા ચંદ્રાવતીને લુટયું, તેનાં મંદિરને વિનાશ કર્યો, તેના આરસપહાણના કિંમતિ પથરો અમદાવાદ પહોંચાડયા અને ચંદ્રાવતીને તદ્દન બેહાલ-વેરાન બનાવ્યું. હવે આપણે જૈનગ્રંથના છેડા ઉલ્લેખ જોઈએ – ૧૦૯૫ માં રાંદ્રાવતીમાં ધનેશ્વરસૂરિજીએ સુરસુંદરી નામની સિક પ્રાકૃત કથા રચી. સં. ૧૩૬૭ પહેલાં ...જૈનાચાર્યજીએ રાઉલ ધાંધલની રાજસભામાં એક મોટા મંત્રાદિને છતી તેને પ્રતિબોધ આપે. સુપ્રસિદ્ધ જનાચાર્ય શ્રી ધર્મષસૂરિજી’ના ઉપદેશથી ૮૪ જુદાં જુદાં સ્થળોએ જિનમન્દિરો બંધાવ્યોનો ઉલ્લેખ મુનિસુન્દરસૂરિ'ની ગુર્નાવલીમાં અને ધર્મસાગર ઉપાધ્યાયજીની તપગપટ્ટાવલીમાં મળે છે. એમાં ચંદ્રાવતીમાં મંદિર બંધાવ્યા ઉલ્લેખ છે. જૂઓ :– श्रीधारानगरेऽथ वर्द्धनपुरे श्रीनेमिनाथः पृथक् १२-१३ श्री नाभेयजिनोऽथचंद्रकपुरीस्थाने १४ स जीरापुरे १५ । श्रीपार्थो जलपद्र १६ दाहडपुरस्थानद्वये १७ सम्पदं देयादीरजिनश्च हंसलपुरे १८ मान्धातृमूलेजितः ॥ १९ –મુનિસુંદરસૂરિકન વવલી, છેક ૧૭. ૪. ધર્મ ધોષસૂરિ–તપગચ્છ પટ્ટાવલીમાં ૪૬મા પટ્ટધર છે. તેઓ મહાવિદ્વાન, અનેક ગ્રંથોના રચયિતા, મંત્રવાદી, મહાન યોગી અને ઉજવલ ચારિત્રધારી મહાપુરૂષ થયા છે. તેમના ઉપદેશથી માંડવગઢના મંત્રી પિથડે જુદાં જુદાં નગરોમાં (જેમાં ચંદ્રાવતી પણ છે.) ૮૪ જિનમંદિરો કરાવ્યાં, સાત જ્ઞાનભંડાળ ભરાવ્યા. વિશેષ માટે પટ્ટાવલી સમુચ્ચય ભાગ ૧માં તપગચ્છ પાવલી પૃ. ૬૦ - ૬૧ જૂઓ. તેઓ ૩૫૭માં વર્ગે ગયા. ચૌદમી શતાબ્દીના તેઓ મહાન આચાર્ય છે. ' ૫. મુનિસુન્દરસૂરિ–તપગચ્છ પટ્ટાવલીના ૫૧મા પટ્ટધર છે. તેઓ મહાન અધ્યાત્મી, શુદ્ધ ઉજજવલે ચારિત્રધારી, મહાન વાદી અને ૧૦૦૮ અવધાનકાર હતા. ખંભાતના સુબાએ તેમને “વાદિગોકુલસંડ” અને દક્ષિણના પડિતાએ “કાલસરસ્વતી” નું ઉજજવલ બિરૂદ આપ્યું હતું. તેમણે સિરોહીના રાજા સરઅમલને પ્રતિબોધ આપ્યો હતો. તેઓ અધ્યાત્મકપમ, ગુવોવલી આદિ ગ્રંથના રચયિતા છે. ગુર્નાવલી, એક પ્રામાણિક ઐતિહાસિક ગ્રંથ મનાય છે. ૧૪૩૬માં જન્મ, ૧૪૪૬માં દીક્ષા, ૧૪૭૮માં આચાર્યપદ, ૧૫૦૩માં સ્વર્ગ. પંદર અને સોળમી સદીના તેઓ મહાન આચાર્ય છે, For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44