________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વ સં ત વિ લા સ લેખક-શ્રીયુત સારાભાઈ મણિલાલ નવાબ (આર્કિયોલોજિકલ ડીપાર્ટમેન્ટ, વડોદરા.)
વિ. સં. ૧૫૦૮ માં લખાએલું ‘વસંતવિલાસ” નામનું એક શંગારિક ચિત્ર કાવ્ય મૂળે કાઈ જૈન ગ્રંથભંડારનું અગર કોઈ જન સાધુના સંગ્રહનું ખીજડાની પ ળ – અમદાવાદના એક શાસ્ત્રીની હસ્તલિખિત પોથીઓ વેચાતી હતી તેની સાથે ગુજરાતના વયોવૃદ્ધ સાક્ષરરત્ન, દીવાન બહાદુર, શ્રીયુત કેશવલાલ હર્ષદરાય પ્રવને મળી આવ્યું હતું. આ કાવ્ય ખેળવાળા સુંવાળા કપડાના ચીર ઉપર આશરે ચાર શા તકતીમાં ઉતારેલું છે. પ્રત્યેક તકતીના આરંભે જૂની ગુજરાતી ભાષામાં એક તૃક (ક) તથા તે પછી કેટલાક સંસ્કૃત પ્રાકૃત લક આપેલા છે, અને તે ઉતારાની નીચે દરેક પ્રસંગને લગતું ગુજરાતની જૈનાશ્રત કળાની ઢબનું ચિત્ર આલેખેલું છે. કાવ્યની નકલ, ધોળી ભેય ઉપર સેનેરી (સેનાની) શાહીથી, પડિમાત્રાવાળી જૈન દેવનાગરી લિપિમાં ઉતારેલી છે. લાલ, કાળી અને ભૂરી શાહીનાં લખાણ વાંચી શકાય તેવાં છે, પરંતુ સોનેરી શાહીને ઘસારો લાગ્યો હોવાથી એનું લખાણ ઝાંખું પડી ગયું છે. શઆતની છએક તકતીઓ નાશ પામી છે. કાવ્યને છે. આ પ્રમાણે પ્રશસ્તિ લખેલી છે:
शुभं भवतु लेखक-पाठकयोः ॥ छ । छ ॥ श्री गूर्जर श्रीमालवंसे(शे) साह श्रीदेपालसुत-साहश्रीचंद्रपाल--आत्मपठनार्थ ॥ श्रीमन्नृप-विक्रमार्क-समयातीत संवत १५०८ वर्षे महामांगल्य-सभाद्रपद शुदी ५ गुरौ अघेह श्रीगूर्जरधरित्र्यां महाराजाधिराजस्य पातशाह-श्रीअहमदसाह कुतुवदीनस्य विजय-राज्ये श्रीमदहम्मदाबाद---वास्तुस्थाने आचार्य रत्नागरेण लिखितोऽयं वसंतविलासः ॥ छ॥ छ॥
આ કાવ્ય કપડાના લાંબા ટીપણારૂપે લખેલું છે. આજે પણ કેટલાક વૃદ્ધ લ્યોતિષીઓ ટીપ રૂપે જન્મોત્રી તૈયાર કરે છે. આ ૦૫ટની લંબાઈ ૩૬ ફુટ અને પહોળાઈ ડાબા હાથ તરફ એક ઈચ તથા જમણા હાથ તરક પિણા ઈચના હાંસીઆ સુદ્ધાં ૯.૨ ઈંચ છે.
વર્યવિસ્ટાર ' ચમક ચમક થતી ચાંદણીના જેવું કાવ્ય છે. એ નરસિંહ મહેતાના સમયની જૂની ગુજરાતીમાં રચાએલું છે. કવિની બાની (વાણી) અત્યંત મધુર અને ભાવભરી છે. શબ્દાલંકાર અને અર્થાલંકાર તેના માધુર્યનું અને રસનું પોષણ કરે છે. શૈલી સંસ્કારી છે. રસિક કર્તાનું નામ નથી મળતું એટલો મનને અસંતોષ રહે છે."
પ્રસ્તુત કાવ્ય અમદાવાદમાંથી મળી આવેલી એક પ્રતને આધારે સૌથી પ્રથમ ગુજરાત શાળાપત્ર” માસિકના ૩૧ માં પુસ્તકમાં ઈ. સ. ૧૮૯૨માં, પા. ૮૯ થી ૯૫. ૧૧૩ થી ૧૧૬, ૧૩પ થી ૧૩૮, ૧૬૨ થી ૧૬૭ તથા ૧૯૩ થી ૧૯૬ ઉપર કકડે
“જુએ વસંતવિલાસ' નામનો દી. બ. કે. હ. ધ્રુવને “હાજી મહમ્મદ-સ્મારક-ગ્રંથમાં લેખ, પા. ૧૮૭–૧૮૮.
For Private And Personal Use Only