________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેનોની અહિસા અને દંડનાયક આભૂ
લેખકઃ શ્રીયુત મોહનલાલ દીપચંદ ચોકસી અણહિલપુરને સીમાડે આજે સૈનિકના જવર, અવર ને ઘોંઘાટથી ચેતનવંત બની ગયું છે. ચોતરફ ગુજરાતનું સૈન્ય પથરાયું છે. સારેય દિવસ બીજા દિવસના પ્રાતઃકાળ પૂર્વે મંડાનાર યુદ્ધ માટેની તૈયારી કરવામાં લગભગ પૂરું થવા આવ્યો છે, સંધ્યાનાં આગમન થઈ રહ્યાં છે. મુસલમાન સામે અડગપણે ઉભા રહી, રાજધાની અણહિલપુરનું સંરક્ષણ કરી શકાય તેવી ઉચિત વ્યુહરચના દંડનાયક આભૂએ ગઠવી છે.
છતાં સૈનિકેમાંના કેટલાક અને નાયકેમાંના કેઈ કાઈ હજુ પણ એક બીજાના કાનમાં આવતી કાલના વિજયને માટે શંકાના સ્વર ઉચ્ચરે છે ! વિવિધરંગી રાવટીઓમાં દૃષ્ટિપાત કરી, ધાનપૂર્વક શ્રવણ કરતાં એટલી વાત અવશ્ય કાને આવે છે કે –
ગુર્જર ભૂમિને આજે કોઈ કાળ ઘડી પ્રાપ્ત થઈ છે કે નૃપતિ ભીમદેવ નગરીમાં મૌજૂદ નથી અને રાણીમાતાએ રાજધાનીના સંરક્ષણનો ભાર એક નવા આવેલા, શ્રીમાળી વણિકશ્રાવક, દંડનાયક આભને સેંપવામાં ગંભીર ભૂલ કરી છે! એ ધર્માચરણ વાણિયાથી લડાઈના કાર્યોમાં શું શુકરવાર વાળવાનો હતો? જે વાતવાતમાં કીડી મકોડાની દયા ચિતવે, ઉભયકાળ પાપની આલોચના ન છોડે એવા શ્રાવકોથી સમરાંગણમાં શત્રુઓ સામે તરવાર ફેરવવાનું અને ચીભડાની માફક શત્રુઓનાં માથાં વાઢવાનું બન્યું કદી સાંભળ્યું છે ખરું? સાંભળ્યા પ્રમાણે આ નવા સેનાધિપતિ એટલા ધર્મચુસ્ત છે કે ગમે તેવા સંયોગોમાં પણ એમના ધર્મની પડકક મણ” કહેવાતી ક્રિયાને કદી ચૂકતા નથી. આવતી કાલના વિજયની નેવું ટકા તો ચિંતા જ છે, કેમકે જેને નાયક આંધળો હોય તેનું લશ્કર કુવામાં પડે જ ને ! પણ રાજમાતાને આપણાથી શું કહેવાય !”
આ પ્રસંગે, ઉપર પ્રકારની છુટી છવાઈ કલ્પનાઓના તરંગમાં જેમનાં હદય મુંઝાયાં છે અને જેમને મન માતૃભૂમિ પાટણ માટે અગાધ પ્રેમ છે એવા બે સૈનિકો ગુપ્ત રીતે દંપતિની કરણી તરફ બારિક નજર રાખવા અને જરૂર જણાય તો એ વાતથી રાણીમાતાને માહિતગાર કરવા સેનાપતિના તંબુ સમીપ ઉપસ્થિત થયા.
આવતાં વેંત જ તેમણે જોયું કે દંડનાયક એક હસ્તિની પીઠ પર બેસી એકાગ્રતાથી કઈ ધર્મ ક્રિયામાં મગ્ન બનેલ છે ત્યારે તેમનાં અંતર હતાશ બન્યાં. વણિકવર આભૂને
એચિંદિયા-બેઇદિયા' આદિ પદના ઉચ્ચારણ પૂર્વક સૂક્ષ્મ પાપોની આલોચના કરતાં સાંભળે ત્યારે તેમને એમજ લાગ્યું કે આ વાણિયાની આગેવાની જરુર પરાજયને નેતરશે ! તેઓ આ વાતથી રાણીને વાકેફ કરવા તત્પર બન્યા. આભુને હાથમાં પકડેલી વસ્ત્રની મુહપત્તિને ઉકેલી ફેરવી ફેરવીને નીરખતો જોઈ તેમને મનમાં એટલે તો ગુસ્સો આવ્યો કે જે તેમનું ચાલતું હોત તો અત્યારે ને અત્યારે તેને સેનાપતિ પદ પરથી પદભ્રષ્ટ કરી લશ્કરી છાવણીમાંથી પાનીચું પકડાવત ! પણ લાચાર !
બસ, હવે વધુ જોવાની તેમની ધીરજ ખૂટી ગઈ! તેઓ મારતે ઘોડે રાજધાની તરફ ઉપડ્યા અને શ્વાસ ખાધા વગર રાજય મહાલયમાં આવી રાણીમાતાને સારાય વ્યતિકર
For Private And Personal Use Only