Book Title: Jain Sanskrit Sahityano Itihas Part 02 Author(s): Munichandrasuri Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana View full book textPage 9
________________ णमोत्थु णं समणस्स भगवओ महावीरस्स શ્રી સિદ્ધિ વિનય-ભદ્ર-જનક-વિલાસ-ૐકાર-હકાર-અરવિંદ-યશોવિજય-જિનચન્દ્રવિજયેભ્યો નમઃ સંપાદકીય નિવેદન જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ ભાગ-રનું પ્રકાશન થઈ રહ્યું છે. તે ઘણા હર્ષનો વિષય છે. પ્રસ્તુત વિભાગમાં પ્રકરણ ૧૮ થી ૩૫ દ્વારા લલિત-સાહિત્યનો પરિચય આપવામાં આવ્યો છે. આમાં તીર્થંકરચરિત્રો (પ્ર.૧૮-૧૯), પુરાણો (પ્ર.૨૦), બૃહસ્પદ્યાત્મક ગ્રંથો (પ્ર.૨૧૨૩), યાશ્રય, અનેક સંધાન અને ચંપૂકાવ્યો (પ્ર.૨૪) ગદ્યબૃહત્ કાવ્યો (પ્ર.૨૫), ગદ્યલઘુકાવ્યો (પ્ર.૨૬), સ્તુતિ-સ્તોત્રો (પ્ર.૨૭-૩૦), પાદપૂર્તિરૂપકાવ્યો (પ્ર.૩૧), અનેકાર્થીસાહિત્ય (પ્ર.૩૨), વિજ્ઞપ્તિપત્રો (પ્ર.૩૩), નાટક આદિ રૂપકો (પ્ર.૩૪) અજૈન લલિતસાહિત્ય ઉપર જૈન વિવરણો (પ્ર.૩૫). સંસ્કૃત જૈન સાહિત્યનો આ રીતે વિભાગવાર પરિચય આપવાવાળા શ્રી હીરાલાલ કાપડિયા પ્રથમ છે. આ પછી “નૈન સાહિત્ય | ગૃહદ્ તિહાસ' ના ૭ ભાગોમાં આ પ્રકારે સંસ્કૃત-પ્રાકૃત વગેરે ગ્રંથોનો પરિચય અપાયો છે. આ સાત ભાગ ગુજરાતીમાં ૧૦૮ સમવસરણ મંદિર તરફથી પ્રગટ થઈ રહ્યા છે.) પૃષ્ઠોકો વિષે – પ્રથમ આવૃત્તિ નાના આકારમાં (ક્રાઉન સોળ પેજી સાઈઝમાં) પ્રગટ થયેલી. પ્રસ્તુત આવૃત્તિ મોટા આકારમાં (ક્રાઉન આઠ પેજી સાઇઝમાં) મોટા ટાઇપમાં પ્રગટ થઈ રહી છે, આથી પૃષ્ઠકો બદલાઈ જાય તે સ્વાભાવિક છે. અત્યાર સુધી જ્યાં જ્યાં આ ગ્રંથના પૃષ્ઠકોનો ઉલ્લેખ થયો છે તે પ્રથમ આવૃત્તિના હોય તે સ્વાભાવિક છે. એ પૃષ્ઠોકોનું લખાણ આ આવૃત્તિમાં શોધવું સરળ બની રહે તે માટે દરેક પૃષ્ઠની જે પંક્તિથી જે પૃષ્ઠ (પેજ) શરૂ થતું હોય તેનો નંબર તે જ પંક્તિમાં સામે P લખીને આપ્યો છે. અને દરેક એકી નંબરના પૃષ્ઠમાં મથાળે પ્ર. આ. ( = પ્રથમ-આદર્શ) (ક્રમાંક) નંબર આપ્યો છે. દાખલા તરીકે પ્રસ્તુતસંસ્કરણના પૃષ્ઠ-૧માં જુના સંસ્કરણનું પેજ-૧ શરૂ થાય છે અને તે દશ પંક્તિ સુધી છે. ત્યાર પછી P ૨ લખ્યું છે ત્યાંથી જુના સંસ્કરણનું પૃષ્ઠ ર શરૂ થાય છે. આ લગભગ સમજવાનું છે. આમાં લીટી અડધી લીટીનો ફરક પડી શકે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 556