Book Title: Jain Samajna Utkarsh Ange Margdarshak Vicharna
Author(s): Nyalchand Lakshmichand Soni
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 4
________________ લેખકનું નિવેદન શ્રી મુંબઈ જૈન યુવકસંઘના પાક્ષિક મુખપત્ર “પ્રબુદ્ધ જેન" તરફથી સને ૧૯૪૭ ની સાલમાં જે ધર્મ અને સમાજનો ઉત્કર્ષ આઘુનિક સમયને અનુલક્ષીને શી રીતે થાય” એ વિષય ઉપર ઇનામી નિબંધ લખી મોકલવાની જાહેરાત કરવામાં આવેલ તે ઉપરથી આ નિબંધ તૈયાર કરવામાં આવેલ તેને પ્રસિદ્ધ કરવાની અમૂલ્ય તક મળતાં હર્ષ અને ગૌરવ અનુભવું છું અને આ નિબંધ લખવા માટે પ્રેરણા કરનાર સંસ્થાને તેમજ તેને પ્રસિદ્ધ કરવાની અનુકુળતા કરી આપનાર બંધુઓને સહર્ષ આભાર માનવા જુ લઉં છું. દુનિયાભરના પ્રત્યેક દેશના આગેવાન દેશનાયકે રાજકીય. સામાજીક, ધાર્મિક, ઔદ્યોગીક વગેરે વિધવિધ ક્ષેત્રમાં પિત પિતાના દેશને તેમજ સમાજને સર્વોદયની ભાવનાથી આગળ વધારવા માટે અનુકુળ સાધન સામગ્રી તેમજ સાધન સંપન્નતામાં વૃદ્ધિ થાય તે રીતે સર્વત્ર શાંતિ અને નિર્ભયતાનું વાતાવરણ ઉભું કરવા માટે તનતોડ પ્રયાસ કરી રહ્યાં છે ત્યારે આ ઉત્ક્રાંતિના વચગાળાના (Transitiond period) સમય દરમીયાન ભારત વર્ષના આ પણ દેશનેતાઓ દેશની અને સમાજની-સમસ્ત પ્રજાગણની સાર્વત્રીક ઉન્નતિ માટે જે અપૂર્વ સાધના કરી રહ્યા છે તેમાં, સંખ્યા બળમાં ઘણે નાના ગણતો છતાં પણ અન્ય બાબતોમાં કંઈક અંશે મહત્વ ધરાવતે આપણે જૈન સમાજ ય કિચિત ફળ આપવા શક્તિશાળી બને તે ગણતરીએ આ નિબંધ યોગ્ય વિચારણા માટે સમાજ સન્મુખ રજુ કરવામાં આવે છે અને આશા રાખવામાં આવે છે કે જેને સમાજના અગ્રગણ્ય વિચારક અને કાર્યશીલ બંધુઓ, યોગ્ય જરૂર પુરતી ચર્ચા-વિચારણું કરી, પ્રત્યેક જૈન બંધુને સાથ અને સહકાર મેળવી વિધવિધ કાર્યસાધક અને સંગીન યોજનાઓ તૈયાર કરી તેને તાત્કાલીક અમલમાં મુક્વા માટે સંગીન પ્રયાસ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 86