________________
કરવા માંડી છે તે ખરેખર પ્રશંસનીય અને વર્તમાન તથા ભવિષ્યની સ્થા. જૈન જનતા માટે આશીર્વાદ સમાન છે.
અમે તે ઇચ્છીએ છીએ કે, મુનિશ્રી પિતાની આ શક્તિનો -હરહમેશ આ માર્ગે જ સદ્દવ્યય કરતા રહે તે, સ્થા. જૈન સમાજને “રા' રૂપ એક માટે સાહિત્ય વારસો કાયમના વાંચન માટે મળી રહે.
અને જે સગ્ગહસ્થાએ આ રાસ-સાહિત્યના વિકાસ અને - ઉત્તેજના પિતાના વ્યને સવ્યય કર્યો છે તે વ્યય બેશક જૈન - સમાજના જ્ઞાન-ઉત્કર્ષને હાઈ એટલી જ પ્રશંસા માગી લે છે.
આ પુરતકમાં ૧ અમરદત્ત-કસ્તુરીને અને ૨ લલિતાંગ કુમારનેએમ બે રસનો સમાવેશ કરવામાં આવ્યો છે. પહેલે રાસ ધર્મ સંસ્કારથી સિંચિત, પતિભક્તા એવી કસ્તુરી નામક શ્રાવિકાની વિચિક્ષ બુદ્ધિને ખ્યાલ આપવાની સાથે સાથે સત્યનું મહાસ્ય કેવું હોય છે તે - બતાવવામાં આવ્યું છે જેથી જનતા હમેશાં સત્યને જ આગ્રહ રાખી
નીતિ, ન્યાય અને સત્યને રસ્તે વિચરી પોતાના જીવનને ઉત્કર્ષ સાધી શકે. - બીજા રાસમાં દાનધર્મ અને ધર્મશ્રદ્ધાનું હુબહુ વર્ણન કર્યું છે જેથી જનતા તે સમાગે પોતાનું જીવન વિતાવી આત્મકલ્યાણ કરી શકે. * આમ કથા રૂપે, સુંદર રાગ-રાગણીથી બેધ અપાયેલ હોવાથી આ રાસ-પુસ્તક સૌ કોઈ વાચકને એટલું જ પ્રિય, એટલું જ આકર્ષક અને એટલું જ મનનીય ફલિત થશે એમાં શંકા નથી. | ગદ્ય ચરિત્ર વાંચવાની અપેક્ષાએ સુંદર ઢાળો અને અલંકારોથી યોજાયેલ પદ્યચરિત્ર વાંચતા, તે વિષયના શેખીનેને ખૂબ જ આનંદ આવે છે તેમાં શંકા નથી.
અંતમાં, આપણું મુનિરાજે આવા રાસેનો ઉપયોગ કરી શ્રાવક અને શ્રાવિકા વર્ગ પર ધર્મભાવનાની છાપ પાડશે એ વિનંતી અને આશા સાથે મહારે આ સંક્ષિપ્ત પ્રસ્તાવ-કાર્ય પૂર્ણ કરું છું. શ્રાવણ શુક્લ પૂર્ણિમા. •
જીવનલાલ સંઘવી. ૨૦૦૨; અમદાવાદ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com