________________
૧૨
એક વખત કહેલ હતું કે ‘ ઔત્પાતિકી બુદ્ધિ અને સત્યના માહાત્મ્ય ઉપર અમરદત્ત અને કસ્તૂરીની કથા અતિ સુંદર છે. તેના ઉપર ગુજરાતી ભાષામાં ઢાળ રુપે રાસ બનાવાય તે સમાજને ઉદ્દેશ દેવામાં ઉપયાગી બને, આ વાત લક્ષ્યમાં રાખી સ. ૧૯૯૭ ની સાલમાં અંજાર શહેરમાં ચાતુર્માંસ રહી અમરદત્ત અને કસ્તૂરીને રાસ બનાવી પૂર્ણ કર્યું. આ અને લલિતાંગ કુમરના એ બન્ને રાસની તૈયાર થયેલી પ્રેસ કાપી મુનિ રત્નચંદ્રજીએ શુદ્ધ કરી આપી, એ રાસે છપાવવાની ઈચ્છા હતી, પરંતુ કાગળની અતિ મેાંધવારીને લઈ એ વિચાર તરતને માટે બંધ રાખ્યા. એટલામાં સ. ૨૦૦૨ ની સાલનું સરાનું ચાતુર્માસ પૂર્ણ કરી રામચંદ્રજી મહારાજ તા. ૩ વાંકી પધાર્યાં. ત્યાંના વતની ધર્મપ્રેમી, ઉદાર વૃત્તિવાળા ભાઈ વજ્રપાર હીરજીને પેાતાના પૌત્રની જન્મ ખુશાલી અર્થે તથા ભાઈ હીરજી મેાણુશીને પેાતાની સ્વગસ્થ વ્હેન લીલબાઈના પુણ્ય સ્મરણાથે જૈન સમાજને ઉગ્યેાગી થાય એવું એક પુસ્તક છપાવી પોતાના સ્વધર્મી બને ભેટ આપવાની ભાવના થઈ અને એ વાત મહારાજ શ્રી રામચંદ્રજી સ્વામી પાસે કહી. એટલે તેએત્રોજીએ લખી તૈયાર રાખેલ એ રાસાનું મેટર તેમને પ્રસિદ્ધ કરવા માટે આપ્યું. એ રીતે આ રાસ પ્રગટ થવા પ્રામેલ છે.
આ રાસનું ચતુર્વિધ સંઘ પાન પાન કરી પેાતાના જીવનમાં ઉત્તારી ધ્વનને ઉજ્જવળ બનાવે તે લેખકનેા લેખન પ્રયાસ સફળ અને આર્થિક સહાયદાતાના દ્રવ્યના સર્વ્યય થયા ગણાય. આ બાબત વાચકવૃંદ લક્ષ્યમાં રાખે એવી લેખક, પ્રકાશક અને સંપૂર્ણ આર્થિક સહાયદાતાની આંતરિક ભાવના છે. પ્રત્યક્ષમ.
હિં. શુભેચ્છકસઘવી જીવઝુલાલ છગનલાલ.
અમદાવાદ.
સ. ૨૦૦૨ ના શ્રાવણ
}
શુક્લાષ્ટમી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com