________________
વ્યાધિ થયું. શ્રીસધે અનેક ઉપાયે કરાવવા છતાં વ્યાધિ શમે નહિ. એટલે પૂજ્યશ્રીએ વ્યાધિ અસાધ્ય જાણીને અનશન વ્રત આદર્યું. સાથેના શિષ્યોએ આરાધના કરવી અને સિદ્ધાંતનું શ્રવણ કરાવ્યું. બીજ આષાઢ વદી ૪ ના દિવસે વ્યાધિએ જેર કર્યું, એટલે પત્રી ગામમાં બિરાજતા મહારાજશ્રી માણકચંદ્રજી સ્વામીને તેડવા મસુદ માણસ શ્રી મેલા, પરંતુ તેમને માટે ગુરુદેવનાં અંતિમ દર્શન થવાનું સજાયું ન હોવાથી આષાઢ વદી ૫ ને શનિવારના પ્રભાતમાં સાત વાગતાં પૂજ્યશ્રીજી સમાધિભાવે બે દિવસનું અણુસણું પૂર્ણ કરી સ્વર્ગવાસી થયા. માણચંદ્રજી મહારાજ તથા રામચંદ્રજી મહારાજ પત્રીથી વિહાર કરી સીધા ૧૧ વાગે મુંદ્ર પધાર્યા. ગુરૂવર્ય શ્રીજીના અવસાનના સમાચાર સાંભળી ભારે આઘાત થયો. તેમજ આ બનાવથી સકળ ચતુર્વિધ સંઘને પણ ઘણે ખેદ થયે, પરંતુ ભાવિભાવ આગળ કેઈનું જોર ચાલતું નથી. ગુરૂદેવને નિર્વાણ મહોત્સવ શ્રીસંઘે ભવ્ય સમારેહપૂર્વક કર્યો અને તેમની માંડવીનું બધું ખર્ચ મુંદ્રા નિવાસી શાહ નથુ કર્મસિંહની ધર્મપત્ની માંકબાઈએ આપ્યું હતું. માણચંદ્રજી મહારાજ બે દિવસ મુંદ્ર રોકાઈને પાછળ રામચંદ્રજી મહારાજ સાથે પત્રી આવ્યા અને પત્રીનું ચાતુર્માસ પૂર્ણ કરી ત્યાંથી વિહાર કર્યો.
રામચંદ્રજી મહારાજ માણકચંદ્રજી મહારાજ સાથે રહી સૂત્રોનું વાંચન કરવા લાગ્યા. સં. ૧૯૭૫ ની સાલમાં રત્નચંદ્રજી મુનિની દીક્ષા થયા બાદ યોગનિષ્ઠ શ્રી ત્રિલેકચંદ્રજીવામી સાથે કાઠિયાવાડ તરફ પધાર્યા. તેમની સાથે રહી રામચંદ્રજી મહારાજે રાજકેટ, માંગરોલ અને પોરબંદરના ચાતુર્માસમાં થોકડા, સૂત્રો અને સંસ્કૃતનું સારું જ્ઞાન મેળવ્યું. ત્યાર પછી માણકચંદ્રરવાની સાથે પાછા કચ્છમાં પધાર્યા. અને યોગનિષ્ઠ શ્રી ત્રિલેકચંદ્રજી મહારાજ બીજા મુનિ સાથે ગુજરાત તરફ પધાર્યા. રામચંદ્રજી મહારાજ માણેકચંદ્રજી મહારાજ સાથે કચ્છ દેશમાં વિચારવા લાગ્યા અને જૈન સાહિત્યને અભ્યાસ ને વાંચન કરવા લાગ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com