Book Title: Jain Patra Sahitya Part 01 Author(s): Kavin Shah Publisher: Kusum K Shah Bilimora View full book textPage 9
________________ • લેખકનો પરિચય : શાહકવિનચંદ્રમાણેકલાલ (જન્મ સ્થળ : વેજલપુર, જ. તા. : ૩૦-૩-૩૬) • અભ્યાસ : બી.એ. (ઓનર્સ), એમ.એ., બી.એડ., ટી.ડી., એલએલએમ., પી.એચડી. ૭ ઈ.સ. ૧૯૫૫થી ૧૯૬૬ સુધી ગજેરા, ડેરોલ સ્ટેશન અને દેલોલ હાઈસ્કુલમાં શિક્ષક. ૭ ઈ.સ. ૧૯૬૬ થી ૧૯૯૬ સુધી ભાદરણ, ખંભાત, કપડવણજ અને બીલીમોરા કૉલેજમાં પ્રાધ્યાપક તરીકે સેવા કરીને હાલ નિવૃત્ત. ♦ હળવા નિબંધો, કાવ્ય, વાર્તા અને ધર્મ-સંસ્કૃતિવિષયક લેખો લખવાનો શોખ. જૈન સાહિત્યમાં સર્જન અને સંશોધનપ્રવૃત્તિ. 15 ♦ જૈન સાહિત્યમાં પી.એચડી.ની પદવી પ્રાપ્ત કર્યા બદલ ‘યશોભૂમિ સ્મારકચંદ્રક' વિજેતા (કવિપંડિત વીરવિજયજી એકઅધ્યયન) ♦ સાહિત્ય, સંસ્કૃતિ, શિક્ષણ, કાયદો અને સમાજસેવાનાં ક્ષેત્રોમાં અભિરુચિ અને સેવાકીય પ્રવૃત્તિઓમાં યોગદાન. ૭ ઈ.સ. ૧૯૭૦ના સપ્ટે.થી ૧૯૭૨ સુધીનો ૨૪ા (અઢી) વર્ષનો અમેરિકાનો શૈક્ષણિક અને સાંસ્કૃતિક પ્રવાસ, એમ.એડ. (૧૯૭૨ જૂન), નોર્થ-ઈસ્ટર્ન યુનિ. બોસ્ટન, હેલિસ્ટન, વેલેન્ડ, પ્રોવિડન્સ, સ્પ્રિંગફીલ્ડ, ફોલરીવર, વેસ્ટ ન્યૂટન, વોલ્કેમ, ફ્રેમિંગહામ, બરલિંગ્ટન, વૉશિંગ્ટન ડી.સી., ડેટ્રોઈટ, ફિલાડેલ્ફિયા, કેમ્બ્રિજ વગેરે સ્થળોમાં ભારતીય સંસ્કૃતિ અને ધર્મવિષયક વાર્તાલાપ. ♦ બાર વ્રતધારી શ્રાવક : નવલાખ નવકાર, ઉવસગ્ગહર અને લોગસ્સનો જાપ પૂર્ણ કરેલ છે. ૭ પ્રગટ કૃતિઓ : નેમિ વિવાહલો, કવિરાજ દીપવિજય, જૈન સાહિત્યની ગઝલો, શ્રાવક કવિ મનસુખલાલ (સંશોધનગ્રંથ), કવિપંડિત વીરવિજયજી : એક અધ્યયન (મહાનિબંધનો સંક્ષેપ), બિંબ-પ્રતિબિંબ (કાવ્યસંગ્રહ), લલ્લુની લીલા (હળવા નિબંધો), હરિયાળી સ્વરુપ અને વિભાવના, ગઝલની સફર, જૈન ગીતો કાવ્યોનો પરિચય, ફાગણકે દિન ચાર (હોળી ગીતો), પૂછતા નર પંડિતા, બીજમાં વૃક્ષ તું,જૈન પત્ર સાહિત્ય ભાગ-૨. શ્રી વીશા નીમા જૈન સમસ્ત જ્ઞાતિમંડળ, વેજલપુર જૈન સંઘ, બીલીમોરા જૈન સંઘ, જૈન સોશ્યલ ગ્રુપ - બીલીમોરા, દક્ષિણ ગુજરાત યુનિ. પ્રાધ્યાપક મંડળ - સુરત, વી.એસ. પટેલ કૉલેજ - બીલીમોરા વગેરે સંસ્થાઓ દ્વારા સન્માનપત્ર- એવૉર્ડપ્રાપ્તિ. શાળા-કૉલેજ અને સેવાકીય ધાર્મિક અને સામાજિક સંસ્થાઓમાં પ્રસંગોચિત્ત પ્રવચન અને વાર્તાલાપ, પત્ની અ. સૌ. કુસુમબહેન, કિરણ, અસ્તિ, કિંચિત્ (પુત્રો), (સ્વાતિ) શાશ્વતયશાશ્રીજીમ. સા. (પુત્રી). આગામીપ્રકાશનઃ કાવ્યશાસ્ત્ર વિનોદેન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 202