________________
જૈન ધર્મને પરિચય સંસારનાં શું આવાં જ તકલાદી સુખ? આમાંથી કેમ છૂટાય?...” . –આમ સંસાર પર, સંસાર-ભ્રમણ પર નફરત જાગે, અરુચિ થાય, કંટાળો આવે અને એમાંથી છુટવા દિલ તલસે એનું નામ વૈરાગ્ય.
જડ પદાર્થોની ધાંધલથી ભર્યો સંસાર ઉપર નફરત ન થાય ત્યાં સુધી અંતરાત્મા પર અને અંતરાત્માને જડથી નિવૃત્ત કરવા પર દૃષ્ટિ જ જશે નહિ. દષ્ટિ જ ન જાય તે ધર્મ પણ શા માટે કરે? ધર્મ સાથે સુખના સેદા ન કરાય -
અલબત્ અંતરાત્મા પર દૃષ્ટિ વિના પણ પૈસા-ટા કે દુન્યવી સુખ-સન્માનને જ લક્ષવાળે જીવ એ પૈસાદિ માટે ધર્મ પણ કરતા દેખાય છે, કિંતુ ધર્મ સાથે સુખના સોદા કરે છે! પરંતુ એ કાંઈ ધર્મ નથી. ધર્મ સંસારના સુખ માટે કરવાનું નથી, ધર્મ તે સંસારરૂપી પાંજરામાંથી છુટવા માટે કરવાને છે. ધર્મથી સુખભરી સદ્ગતિ મળે એ પણ સંસારથી છુટવાના માર્ગે લઈ જનારી સામગ્રી છે. એ માટે આત્માનું લક્ષ જોઈએ, એ લક્ષ તે જ આવે કે જે જડમાત્રના બંધન પર નફરત છૂટે. માટે જ શુદ્ધ ધર્મની શરુઆતમાં જડ બંધનમય સંસાર પર વૈરાગ્ય જોઈએ, વૈરાગ્ય આવે એટલે સાચી મેક્ષરૂચિ આવે. એ આવે એટલે ધર્મ સાથે દુન્યવી સુખના સેદા ન થાય શુદ્ધ ધર્મ ચરમાવર્તામાં જ મળે -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org