________________
૧૯૦
જૈન ધર્મને પરિચય
માત્ર ત્રણ ઉકાળાવાળું જ વપરાય છે. અધિક તપ કરો હોય તે એક સાથે બે ઉપવાસ અર્થાત્ છઠ્ઠ, ત્રણ ઉપવાસ એટલે અડૂમ. ૪-૫-૬-૭ ઉપવાસ, આઠ ઉપવાસ એટલે અઠ્ઠાઈ વગેરે કરાય છે. એમ વર્ધમાન અબેલ તપ નવપદજી ઓળી તપ, વીસસ્થાનક તપ, જ્ઞાનપંચમી તપ, ૨૪ ભગવાનના એકાશન, પંચ કલ્યાણકને તપ વગેરે કરવામાં આવે છે.
(૨) રાત્રિના પચ્ચખાણમાં દિવસના છૂટા હેય તે ચેવિહાર, તિવિહાર વગેરે કરાય છે. ચેવિહાર એટલે સૂર્યાસ્ત પહેલાંથી માંડીને રાત્રિભર માટે ચારે આહારને ત્યાગ. તિવિહાર એટલે પાણી સિવાય ત્રણ આહારને ત્યાગ. દુવિહારમાં અશન ખાદિમ એ બે આહારને ત્યાગ, બયાસણ વગેરે તપમાં તે સૂર્યાસ્ત પહેલાંથી પાણહાર પચ્ચક્ખાણું થાય છે, એમાં દિવસના છૂટું રાખેલ પાણી પણ બંધ કરવાનું છે.
૧૪ નિયમ * ૧૪ નિયમ યાને પળમાં પાપને પેલે પાર -
રેજના જીવનમાં જગતની સઘળી વસ્તુ વાપરવામાં આવતી નથી, છતાં જો એ ન વાપરવાની વસ્તુને ત્યાગ ન કર્યો હોય અર્થાત વિરતિ નહિ, અવિરતિ હેય, તે એના અંગે જીવને પાપને બંધ ચાલુ રહે છે ત્યારે વાપરવાની સંભવિત વસ્તુ સિવાય બીજી બધી વસ્તુના ત્યાગને જે નિયમ કર્યો હોત તે અઢળક કર્મબંધનથી બચાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org