Book Title: Jain Dharmno Parichay
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 357
________________ ૩૮ ૦ જૈન ધર્મને પરિચય હ છે. તેનું સમાધાન સાત પ્રકારે કરવામાં આવે છે. આ સાત પ્રકારને સપ્તભંગી કહે છે. અહીં પહેલાં વસ્તુનું પોતાનું દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ અર્થાત્ દળ, સ્થાન, સમય, અને ગુણધર્મ એ વિધેય સ્વરૂપે જોઈએ, અને એથી વિપરીત નિષેધ્ય સ્વરૂપે જોઈએ. બંને ય સ્વરૂપ વસ્તુ સાથે સંકળાયેલ છે. દા. ત. ઘડે એક વસ્તુ છે. એની સાથે સ્વદ્રવ્ય (ઉપાદાન)-સ્વક્ષેત્ર-સ્વકાળ–સ્વભાવને સંબંધ છે, પણ તે દ્રવ્ય સાથે વિધેયરૂપ, અસ્તિત્વરૂપે, પરસ્પર સંકળાયેલા રૂપે, અનુવૃત્તિરૂપે, સંબદ્ધ છે, અર્થાત્ એ સ્વદ્રવ્ય માટી વગેરે ઘડાય છે. ત્યારે ઘડા સાથે પરદ્રવ્ય-પરક્ષેત્ર-પરકાળ-પરભાવને ય સંબંધ છે, પરંતુ તે દ્રવ્ય સાથે નાસ્તિત્વરૂપે, નિષેધ્યરૂપે, જુદાઈરૂપે, વ્યાવૃત્તિરૂપે. અર્થાત્ એ ઘડાથી તદ્દન અલગ છે. કે એક ઘડાનું સ્વદ્રવ્ય માટી છે, સ્વક્ષેત્ર રડું છે, સ્વકાળ કારતક માસ છે, સ્વભાવ લાલ, મેટ, કિંમતી વગેરે છે. એથી ઊલટું, ઘડાનું પરદ્રવ્ય સૂતર છે, પરક્ષેત્ર અગાશી છે, પરકાળ માગશર માસ છે, પરભાવ કાળે, નાને, સસ્તો વગેરે છે. કેમકે ઘડો માટીમય છે, રસોડામાં છે, કારતક માસમાં મેજુદ છે, અને ઘડે એ પોતે લાલ છે, મોટો છે, વગેરે; આ બધા સ્વદ્રવ્યાદિ વિધેય થયા. ત્યારે ઘડો સુતરને નથી જ, અગાશીમાં નથી જ માગશર માસમાં નથી જ, કાળે-નાન વગેરે નથી જ. આ સુતરાદિ ઘડાના પરદ્રવ્યાદિ નિષેધ્ય સંબંધથી થયા. . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 355 356 357 358 359 360 361 362