Book Title: Jain Dharmno Parichay
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 342
________________ પ્રમાણ અને જૈન શાસ્ત્રો ૨૮૫ અન્યથાનુપપન્નત્વ. દા. ત. (i) “સાધ્ય’– અગ્નિ, અને હેતુ”-ધુમાડાને અવિનાભાવ છે. અગ્નિ વિના ધુમાડાને ભાવ નહિ, સદ્ભાવ નહિ. માટે ધુમાડા અગ્નિને અવિનાભાવી થયો. અમુકના વિના ન હોઈ શકે એ અવિનાભાવી. (i) એમ ધુમાડે અગ્નિને અન્યથાનુપપન્ન. આમાં “અન્યથા= વિના. “અનુપપન” એટલે ન ઘટી શકનાર, ધુમાડો અગ્નિ વિના ન ઘટી શકનાર છે, અન્યથાનુપપન્ન છે. આ અવિનાભાવ કે અન્યથાનુપપન્નત્વને વ્યાપ્તિ કહે છે અવિનાભાવીને વ્યાપ્ય અને બીજા સબંધીને વ્યાપક કહે છે. ધુમાડે વ્યાપ્ય છે, અને અગ્નિ વ્યાપક છે. ધૂમાડામાં અગ્નિની વ્યાપ્યતા છે, વ્યાપ્તિ છે. જ્યાં ધૂમને સદ્ભાવ=અન્વય, ત્યાં અગ્નિને અવશ્ય સદૂભાવ હેય એ ધૂમમાં અગ્નિની અન્વયવ્યાપ્તિ કહેવાય. - વ્યાખ્ય-વ્યાપકની વચ્ચે રહેલ વ્યામિની ખબર હોય તે (i) વ્યાપ્ય પરથી વ્યાપકનું અનુમાન થઈ શકે એ અન્વયી વ્યાપ્તિથી થયું કહેવાય; અને (i) વ્યાપકના અભાવ પરથી વ્યાપ્યના અભાવનું જ્ઞાન થઈ શકે; એ જ્ઞાન વ્યતિરેકી વ્યાપ્તિથી થયું ગણાય. “અન્વય'=સંબંધ સદભાવ. વ્યતિરેક =વ્યતિરેક, (૪) વ્યાપ્તિ ને ઉદાહરણ જાણ્યા પછી ઉપસંહાર કરાય તેને ઉપનય કહેવાય. દા. ત. પર્વતમાં અગ્નિ-વ્યાપ્ય ધુમાડે છે,’ એ ઉપનયવાક્ય કહેવાય. (૫) પછી નિર્ણય થાય એ નિગમન. દા. ત. કે * પર્વતમાં અગ્નિ છે, એને નિગમનવાકય કહે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362