________________
ભાવશ્રાવક
વગેરેની જાણકારી, ૩. યાવત યા અલપકાલ માટે વ્રત-ધર્મ સ્વીકાર અને ૪. રેગ યા વિનમાં પણ દઢપણે ધર્મપાલન - આ ચારે કરવામાં ઉદ્યમી હેય તે કૃત-વ્રતકમ.
૨. શીલવંત = ચારિત્રવાન-શીલવંત બનવા માટે ૧. આયતનસેવન અર્થાત્ સદાચારી, જ્ઞાની અને સુંદર શ્રાવકધર્મ પાળનારા સાધર્મિકના જ પડખા સેવવા; કેમકે એથી દે ઘટતા આવે ને ગુણો વધતા આવે. ૨. કામ સિવાય બીજાના ઘરે ન જવું (તેમાંય જે પરઘરમાં એકલી સ્ત્રી હેય ત્યાં ન જવું, કેમકે એથી કલંકને ભય છે.) ૩. કદી ઉદ્ભટ-અણછાજતે વેશ ન પહેરવે; કેમકે એ દિલની રાગ-વિહવળતા છે, અશાંતતા છે. ધર્માત્મા તે પ્રશાંત શોભે. ૪. વિકારી વચન ન લવા; કેમકે એથી કામરાગ જાગે. પ. બાલિશ ચેષ્ટા ન કરવી. બાલકીડા-જુગાર, વ્યસન, ચોપાટ વગેરે ન રમવા; કેમકે એ મેહનાં લક્ષણ છે, અનર્થદંડ છે. ૬. બીજા પાસેથી મીઠા શબ્દ કામ લેવું કેમકે શુદ્ધ ધર્મવાળાને કર્કશ વાણી શોભતી નથી.
૩. ગુણવંત બનવા -૧. વૈરાગ્યવર્ધક શાસ્ત્ર સ્વાધ્યાય(અધ્યયન-ચિંતન-પૃચ્છા-વિચારણાદિ)માં ઉદ્યમી રહેવું. ૨. તપ, નિયમ, વંદન વગેરે ક્રિયામાં ઉજમાળ રહેવું. ૩. વડિલ, ગુણવાન વગેરેને વિનય સાચવે. (જેમ કે, આવે એટલે ઊભા થવું, સામા જવું, આસને બેસાડવા, કુશળ પૂછવું, વળાવવા જવું વગેરે). ૪. સર્વત્ર અભિનિવેશ-દુરાગ્રહ ન રાખે. ભીતરથી શાસ્ત્રજ્ઞના વચન ખોટાં નહિ માનવા; અને ૫. જિનવાણું-શ્રવણ–આચરણમાં સદા તતપર રહેવું કેમકે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org