Book Title: Jain Dharm Prakash 1920 Pustak 036 Ank 06 Author(s): Jain Dharm Prasarak Sabha Publisher: Jain Dharm Prasarak Sabha View full book textPage 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સૂકા મૂકતાવળી. ૧૭ ૧૯ સર્વત્ર પ્રશંસા પામી શકે. ભારતવાસી આર્યજનેનું એ પ્રથમ જ કર્તવ્ય છે. પ્રમના વખતનાં આર્યસંતાનોની આદર્શ ભક્તિનું યથાર્થ ભાન કરી ચેતવું જોઈએ. આપણે નગુણ થવું ન જોઈએ. માતાના ગર્ભમાં વસતાં ભગવાન વર્ધમાન સ્વામીઓ તથા પ્રકારને સંગ જોઈ માત પિતા જીવતા રહે ત્યાં સુધી હારે વ્રતદીક્ષા ન લેવી” એ અભિગ્રહ (નિશ્ચય) કે તે શું આદર્શ ભક્તિને નમુને નથી ? વળી ભદ્રામાતાનો પુત્ર અરહત્ર (અરણિકમુનિ) કર્મવશ વ્રતથી ચલિત થયે હતું, તે વાત તેની માતા (સાધ્વી ) ને જણાતાં તે પુત્ર-સાધુને જે બોધવચન કહ્યાં હતાં તેને યથાર્થ આદર કરવા પિતાથી બીજી રીતે બની શકે એવું નહિ હોવાથી તેણે તાપથી ધગધગતી શિલા ઉપર અનશન કરી લીધું અને એ રીતે સ્વાભાર્પણ કરવાથી તે પાર પામી ગયા એ શું ઓછું અર્થસૂચક છે? પિતૃવાત્માલ્ય વર્ણન. જે બાળભાવે સુતને રમાડે, વિદ્યા ભણાવે સરસું જમાડે, તે તાતને પ્રત્યુપકાર એહી, જે તેહની ભક્તિ હિયે વહેહી. (માલિની). નિષધ સગર રાયા, જે હરિભદ્ર ચંદ્રા, તિમ દશરથ રાયા, જે પ્રસન્ના મુનીંદ્રા; મનકજનક જે તે, પુત્રને મેહ ભાર્યા, અસુત હિત કરીને, તેના કાજ સાર્યા. ભાવાર્થ–જે પિતાનાં બાળ-સંતાનને તેિજ ભાઈ બાપુ કહીને રમાડે છે, ઉમર થતાં તેમને યોગ્ય વિદ્યા ભણાવે છે અને તેમને સારું સારૂં મનગમતું ભજન જમાડે છે એવા ઉપકારી પિતાને કંઈ પણ પ્રત્યુપકાર કરી શકાય તે તે એજ કે પિતાના ઉપકારી પિતાની સેવા ભક્તિ ચીવટ રાખીને કરવી અને તેમની આજ્ઞાનું યથાર્થ પાલન કરી તેમનું દીલ પ્રસન્ન રાખવું. વળી પરલોકનું સાધન કરવામાં જે પ્રકારની સહાયની જરૂર હોય તે કૃતજ્ઞતાથી વિલંબ કર્યા વગર આપી તેમનું હિત કરવા કદાપિ ચૂકવું નહિ. વળી આપણે પોતે એવું પવિત્ર આચરણ સેવવું કે જે દેખી માતપિતાના દીલમાં પ્રમોદ થાય. ટુંકાણમાં પિતાનું કુળ દીપી નીકળે એવું ફૂડ પ્રવર્તન આળસ-પ્રમાદ તજીને સાવધાનપણે કરવું. વળી આગળ ઉપર થયેલા નિષધ, સગર, હરિભદ્ર, ચંદ્ર, દશરથ અને પ્રસન્નચંદ્ર મુનિ તથા મનક મુનિના પિતાશ્રીયંભવસૂરિ જેવાઓને જે કે પુત્રમોહ ઓછો નહિ, પરંતુ જેમની દ્રષ્ટિ સભ્ય હોય છે તે પિતાઓ જેથી સ્વપરહિતની સિદ્ધિ થવા પામે એવું આચરણ કરવા ચુકતા નથી. ખરા પુત્રવત્સલ માતપિતા એવુંજ પવિત્ર લક્ષ રાખીને પિતાની ૨૦ For Private And Personal Use OnlyPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32