________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આપણા કેટલાક સામાજિક સવાલા.
યોગ્ય છે. દ્રવ્યથી અને ભાવથી સમાજશરીર ઘસાતું જાય છે, તેમ તે ઘણાખરા વિચારકોને લાગે છે અને એ વ્યાધિઓને ઉપાય કરવો જોઈએ એમ પણ જણાય છે. બહારથી નવીન તાવ આમેજ કરવા માટે કેવી વ્યક્તિઓ કાર્ય કરી શકે તે આપણે ઉપર જોયું.
હવે આપણા સમાજશરીરને ઘસારા પડવાના કારણે શા શા છે તે વિચારવાની ખાસ જરૂર છે. અત્યારની સ્થિતિ કઈ પણ પ્રકારે વધારે વખત ચલાવી લેવા જેવી નથી અને અંદરથી સુધારા કરીને બહારથી નવીન તત્વને સન્મુખ કરી ઉપચાર કરવાની જરૂર છે. કેટલાક વ્યાધિ એવા હોય છે કે તેમાં દવા પીવી પડે અને ચોપડવી પણ પડે. અત્યારે આંતર શરીરના અવય સુધારવાની તેમજ બહારથી શેક, બંધાણ, લેપ વિગેરે કરીને સમાજશરીરને વિશુદ્ધ કરવાની જરૂર છે. સમાજશરીરને કયા કયા દે. (વ્યાધિઓ) લાગ્યા છે તે બરાબર વિચારી જઈએ. અસાધારણ પ્રયાસ થાય તેજ સમાજશરીર ટકી શકે તેમ છે, નિર્મળ મને સમાજ એકવીશ હજાર વર્ષ ટકવાજ છે એમધારી બેસી રહેવું તે અતિ અનિષ્ટ દુર્લક્ષ્ય છે, પંગુની જેમ સમાજ પંચમ આરામાં ચાલશે એમ કહી જોયા કરવું એ શાસન તરફ અભિરૂચિ બતાવે છે, વીરના પુત્ર તે ઉદયકાળને જ વિચાર કરવાનો છે અને તેવા ઉદય આ કાળમાં થવાના છે એમ દષ્ટાઓ કહી ગયા છે. પ્રબળ પ્રયાસથી એ સમય જેવા આપણે કેમ ભાગ્યશાળી ન થઈએ? એ ખ્યાલ વીરના ક્ષત્રીપુત્રોને એગ્ય ગણાય. બ્રાહ્મણ કુળમાંથી પ્રભુને ત્રિશલામાતાની કુક્ષિમાં શા માટે મૂક્યા, દેવાનંદા તથા અષભદત્તના કુળને કયા શબ્દોમાં ઓળખાવવામાં આવ્યું એને વિચાર જે કરે, તેના અંતરમાં રહેલ રહસ્ય જે સમજે તે પાંચમા આરાના ભાવ વિચારી પાદપ્રસારિકા કરેજ નહિ. આ વાત શાસનવીર માટે છે, વીરની કુક્ષિમાં રમેલા માટે છે, સિદ્ધાર્થ પુત્રના સેનાનીઓ માટે છે, અત્યારે જેને વાણી બા કહેવામાં આવે છે અને તેના જે ગુણેને બેટી રીતે મુખ્ય કરવામાં આવે છે તેને માટે આ શાસન નથી, તેઓ ભલે શાસનમાં રહે પણ શાસન માટે વિચારનિર્ણય તેઓ ઉપર રહી શકે નહિ, તેઓના નિર્ણયે સમાજ ટકી શકે નહિ. હવે અત્યારના કર્ત કથા ક્યા છે અને સમાજશરીરને કયાં ક્ષતિ લાગી છે તેના ઉપાય અને વિચારો નિયમસર કરશું.
મીતિક.
For Private And Personal Use Only