Book Title: Jain Dharm Prakash 1919 Pustak 035 Ank 03
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 11
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી મહાવીર જયંતિ પ્રસંગે થયેલી હદય રણ. ચંપાનગરીનાં દ્વાર ઉઘાડ્યાં હતા અને શીયલનાજ પ્રભાવે સતી સીતાજીને અગ્નિ શીતળ થઈ ગયો હતો. સંક્ષેપમાં શીયલનાં પ્રભાવે વાઘ બકરી જેવ, સપ કુલની માળા જેવો અને સમુદ્ર સ્થળ જેવો થઈ જાય છે એમ સમજી સુજ્ઞ જનોએ નિજ મન અને ઇન્દ્રિયોને મર્યાદામાં રાખી સદાય સુશીલતાજ સેવવી જોઈએ. કુશળતાથી રાવણું પ્રમુખના થયેલા ભુંડા હાલ જાણું કદાપિ તેને સંગ કર નજ જોઈએ. કુશીલતાથી જગતમાં અનેક માઠાં ઉપનામે મળે છે અને સુશીલતાથી સર્વત્ર યશવાદ ઉપરાંત સદ્દગતિ થાય છે. ઈતિશમ, મિત્ર કપૂરવિજયજી.. श्री महावीर जयंती प्रसंगे पवित्र शासन सेवा माटे थयेली હૃદય રણા, (લેખક–સગુણાનુરાગી કરવિજયજી) પવિત્ર કરીને રે જીન્હા તુઝ ગુણે, શિર વહીએ તુઝ આણ; મનથી કહીએ રે પ્રભુ ના વિસારીએ, લહીએ પરમ કલ્યાણ. શ્રી સીમંધર (મહાપાધ્યાય શ્રીમદ્દ યશોવિજ્યજી.) હાલા બંધુઓ અને બહેનો! આપણે સહુ જ્યારે જ્યારે ચૈત્ર સુદ ત્રદદશીના દિવસે એક પરમ પુરૂષ, પરમ ઉપગાર, પરમ પવિત્ર, પરમજ્ઞાની અને પરમ અતિશયવાન, શાસન નાયક, શ્રી મહાવીર પરમાત્માની જયંતી ઉજવવા ઉત્સુસિત ભાવે એકઠા થઈએ ત્યારે ત્યારે આપણે સહુએ આ અતિ અગત્યની વાત અવશ્ય લક્ષમાં રાખવાની છે કે શ્રી મહાવીર પ્રભુ જેવી રીતે પ્રથમ એક સામાન્ય સ્થિતિમાંથી સત્સમાગમ સેવી અનુક્રમે પુરૂષાર્થ ગે અતિ ઉચ્ચ પદવીને પામી શક્યા, અનાદિ મિથ્યાત્વ, અજ્ઞાન અને મેહનું જોર હઠાવી, પોતાના આત્માને નિ ર્મળ દર્શન, (સમકિત), જ્ઞાન અને ચારિત્રથી વિભૂષિત બનાવી, સવી જીવ કરૂં શાસન રસી” એવી ભાવકરૂણાથી પિતાના પવિત્ર અંતઃકરણને સુવાસિત કરીને, ત્રિભુવનને પૂજનિક એવી અતિ ઉત્તમ તીર્થંકર પદવીને પામ્યા તેમ આપણે સહુએ પણ સત્સમાગમને લાભ મેળવી યથાર્થ જ્ઞાન, શ્રદ્ધા અને ચારિત્રનું શુદ્ધ ભાવથી સેવન કરીને આપણા આત્માને અનાદિ અજ્ઞાન, મિથ્યાત્વ અને કષાયાદિક દેથી ઉદ્ધર જોઈએ. અદ્યાપિ પર્યન્ત કુસંગતિથી આપણે જે વિષમ માર્ગે ચઢી ગયા છીએ ત્યાંથી પાછા નિવતી હવેથી કેવળ કલ્યાણમિત્રને જ સંગ કરીને, અપર હિતકારી માર્ગનું સેવન કરી પૂર્વ પુન્યવેગે પ્રાપ્ત થયેલી આ માનવ દેહાદિક ઉત્તમ સામગ્રીને સળ કરી લેવી જોઈએ. પરમ ઉપગારી પ્રભુ પાસે આજના For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38