________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી મહાવીર જયંતિ પ્રસંગે થયેલી હદય ફુરણા. છેવટે પિતાનું જ હિત સંભાળી રાખવા રૂપઉપેક્ષા અથવા મધ્યસ્થભાવનું સેવન અવશ્ય કરવા જેવું છે. આવી સદ્દભાવનાથી આપણા હૃદયને વાસિત કર્યું હોય તેજ ગમે તે ધર્મકરણ કરતાં આપણને મિઠારા આવે છે, રૂચિકર થાય છે, ઇસત્રતા ઉપજે છે, ખેદ દૂર થાય છે, ગુણ વધે છે અને તે લેખે થાય છે, પરંતુ એ ઉતમ ભાવના વગરની બધી કરણ લુખીલસ જેવીજ લાગે છે. રાગ દ્વેષ અને મહાદિક દોષ માત્રને દૂર કરી પરમ શાન્તિ પામેલા સર્વજ્ઞ, સર્વદશી અને સર્વ શક્તિવંત પ્રભુએ જગતના કલ્યાણ માટે અધિકાર પરત્વે જે હિતકર માગે બળે છે તે ભવ્યાજના દયમાં અંકિત થવા જોઈએ. નિપક્ષપાતપણે એ ઉતમ બોધનું રહસ્ય વિચારવામાં આવે છે તે ભવ્ય જનોને રૂચિકર થયા વગર રહેજ નહિ, પરંતુ એ બોધના ઉંડાણમાં ઉતરવાની દરકાર અત્યારે તે બહુજ ચેડા કરતા જણાય છે એ ખેદની વાત છે. શુદ્ધ તત્ત્વગણી જનો ધારે તો તેમાંથી ખરી ઝવેરાત પુષ્કળ પ્રમા
માં મેળવી શકે એમ છે. મેહ મિથ્યાત્વનાં પડલ ખસે તે શુદ્ધ સમ્યકત્વ અને ચરિત્ર વેગે એ અલભ્ય લાભ મેળવવા ગમે તે દર્શની ભાગ્યશાળી થઈ શકે છે.
સકળ તીર્થકરો આત્મસંપત્તિમાં તેમજ બાહ્ય અતિશયમાં સરખા જ હોય છે, તેથી ગમે તે તવણી આત્માં ગમે તે તીર્થરના ઉત્તમ ચરિત્રમાંથી પિતાના પુરૂષાર્થના પ્રમાણમાં તત્વજ્ઞાનાદિક સદ્દગુણોની પ્રાપ્તિ કરી શકે છે, પરંતુ શ્રી મહાવીર પ્રભુ વર્તમાન શાસનના નાયક હોવાનાં કારણે આસન્ન ઉપકારી હોવાથી, એ પ્રભુના પવિત્ર ચરિત્રનું બની શકે તેટલું બારીકીથી અવલોકન કરીને, તેની આપણું આત્મા સાથે તુલના કરીને, આપણી શક્તિ અને યોગ્યતા પ્રમાણે તેનું અનુકરણ કરવું જોઈએ. એમ કરવાની દરકાર રાખીએ તોજ એ અતિ ઉપકારી પ્રભુની જયંતી ઉજવવાની સાર્થકતા લેખી શકાય. તે વગર તે અન્ય લોકોની દેખાદેખી કેવળ તેનું અંધ અનુકરણ જ કર્યું કહેવાય. સર્વજ્ઞ પ્રભુનાં શાણું સંતાનેને એવું અંધ અનુકરણ કરવું છાજે નહિ. એમની પવિત્ર ફરજ તે જે જે શા કરણી કરવામાં આવે છે તે તેના ઉંડા આશયને સમજી, પવિત્ર લક્ષથી જ કરવી જોઈએ. મહાવીર પ્રભુનું પવિત્ર ચરિત્ર ઘણે ભાગે અનેક ભવ્ય જનો પર્યુષણ પ્રસંગે 'કલ્પસૂત્રમાંથી તેની ટકાના આધારે ગુરૂમુખે અથવા તેવા કોઈ ગૃહસ્થ રાજનદ્વારા પ્રતિવર્ષ સાંભળે છે કે વાંચે છે ખરા પણ જોઈએ એવી સાવધાનતાથી તેનું મનન કે પરિશીલન તો કેઈક વિરલા જ કરતા જણાય છે. પ્રભુના ચરિત્રગ્રંથની કે કપસૂત્રાદિકની જૂદી જૂદી રીતે ભક્તિ કરાતી તે અનેક સ્થળે જોવામાં આવે છે, પરંતુ તેમાંથી અમૃત જે ઉત્તમ બેધ મેળવી પિતાની જાતને સુધારી લેવાની દરકાર બહુ ઓછી રહે છે, તેથી જ બાહ્ય ભક્તિ પાછળ પુષ્કળ દ્રવ્યય સાથે પરિશ્રમ ઉઠાવ્યા છતાં સ્વાત્મહિત જોઈએ એવું થઈ શકતું નથી. આ દિશામાં શતી આપણે ગંભીર સ્કૂલ હવે જલદી સુધારી લેવી જોઈએ
For Private And Personal Use Only