Book Title: Jain Dharm Prakash 1910 Pustak 026 Ank 12 Author(s): Jain Dharm Prasarak Sabha Publisher: Jain Dharm Prasarak Sabha View full book textPage 5
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાવ ધર્મ ૩પપ સંસારમાં રીપચી ગયેલા જીનાં મોહ જાળ રૂપ બંધન કાપી નાંખે તેવા રસ્તા જેણે ઉઘાડા કર્યા કે જેથી દિવ્યદ્વાર જે ક્ષધામ તે સહેલું થઈ પડવું એવા હે વીરપ્રભુ ! આ પામર જીના હાથ ઝાલીને તેને નિભાવી લેજે. હૈ યશનામી પ્રભુ ! તમારો જય જયકાર થાઓ ! તમારાં કામ મેટાં છે તેમનામ પણ મોટું જ છે, અને જે પ્રમાણે નામ મેટું છે તે પ્રમાણે જ તમે કામે પણ મોટો કર્યા છે માટે હે મહાવીર સ્વામી ! હે નિષ્કામી વીરપ્રભુ ! હું આપને માત્ર ધર્મ. ચંદ્રોદર નૃપની કથાનું રહસ્ય. આ રહસ્ય વાંચતા પહેલાં આ કથા સાઘત જેના સ્મરણમાં ન હોય તેમણે ગયા પાંચ અંકમાં આવેલી ( આ કથા ) પ્રથમ વાંચી લેવી પછી રહસ્ય વાંચવું. આ કથાના પ્રારંભના ભાગમાં સ્ત્રીઓને પુત્રને માટે કેટલી બધી મમતા હોય છે? કેવી તીવ્ર વાંચ્છા હોય છે? તે રામરાજાની રાણી જયાવળીએ કુકડીને જોઈને કરેલા વિચારોથી દર્શિત કરેલી છે. તે ખાસ મનન કરવા યોગ્ય છે. જે વાત પિતાના હાથમાં નથી–ભાગ્યાધિન છે, તેને માટે પણ મનુષ્ય કેટલાં ફાંફાં મારે છે? સુજ્ઞ જનને માટે તેવા વિચારે હેય છે. ત્યાર પછી રામરાજને મુનિ મહારાજાએ કહેલી ત્રણ મિત્રોના સંબંધવાળી શુદ્ધબુદ્ધિ સચિવની કથા ખાસ લક્ષમાં રાખવા જોગ્ય છે. શુદ્ધબુદ્ધિ સચિવને વિશ્વહિતે કેવી ઉત્તમ સલાહ આપી છે અને ખરા કષ્ટને વખતે જ્યારે નિત્યમિત્ર ફરી બેઠે અને પમિત્ર રોઈને રહ્યું. ત્યારે પ્રણામમિત્ર જે લોકનાથ તે કેવી અપૂર્વ સહાય કરી છે તે ધ્યાનમાં લઈને લેકનાથ જે ધર્મ તેની મિત્રા કરવામાં તત્પર રહેવું એ આ કથાનું તેમજ તેના ઉપનયનું રહસ્ય છે. આ કથા અન્યત્ર પણ આવે છે. પરંતુ અહીં બહુ અસરકારક શબ્દરચનાવડે કહેવામાં આવેલી છે. રામરાજાએ ધર્મનું આરાધન કરવાની શિક્ષા માગવાથી મુનિ મહારાજે પંચ પરમેટી મંત્રનો જાપ કરવાનું બતાવ્યું છે. અને તે પ્રમાણે કરવાથી તેને કેટલે લાભ થયે તે લક્ષમાં લેવા ગ્ય છે. પ્રાંતે તેના પ્રભાવથી તેને પુત્ર પ્રાપ્તિ પણ થાય છે. માટે પુત્રની ઈચ્છાવાળાઓ પણ અન્ય ફાંફાં ન મારતાં ધર્મનું આરાધન For Private And Personal Use OnlyPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36