Book Title: Jain Dharm Prakash 1910 Pustak 026 Ank 12
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 10
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૬૦ જૈન ધમ પ્રકાશ. છે. એક તે સ્ત્રીની વિયિક વૃત્તિની વિશેષતા અને સપાની પ્રત્યેને તીર ઈર્ષાભાવ આવા વિચારને ટકવા પણ દે નહીં. પરંતુ દ્રઢ વૃત્તિવાળી અને કામવિકાર વિનાની કળાવતી તેને વશ થતી નથી. તે પિતાના પતિને રૂકમિણી પાસે જવા વારંવાર સમજાવે છે. આ કરે છે, અને પોતાની પાસે દરોજ આવતાં છતાં તે એકાંતરેજ તેનું સેવન કરે છે. આ હકીકત તેની ધાર્મિકવૃત્તિને માટે બહુજ ઉંચા વિચાર બંધાવનારી છે. કળાવતીના સત્યાગ્રહથી છેવટે ચંદ્રોદર રૂકમિણી પાસે જવા લાગે છે. વિષયથી વિરક્ત બુદ્ધિવાળી કળાવતી પિતાના વારાને દિવસે પણ રૂક્મિણ પાસે જાય તે ભલે જાય એમ ઈચ્છે છે, અને પોતે ધર્માધનમાં તત્પર રહે છે. - કળાવતીને વળાવતી વખતે પોતાના પિતા પાસે તે ધમમાત્ય ધમરૂચિની માગણી કરે છે. આ હકીકત ખાસ ધ્યાનમાં લેવા જેવી છે. વિષયબુદ્ધિવાળી સ્ત્રી સાસરે જતાં વસ્ત્રાભૂષણની અથવા પિતાને અનુકૂળ દાલદાસીની માગણી કરે છે, ત્યારે કળાવતી તેવી માગણું ન કરતાં ધમાંરાધનમાં સહાયક થનાર ધર્મરૂચિની માગ શું કરે છે. જેની વૃત્તિ આ મનુષ્યજન્મ ધર્મારાધન વડે જ સફળ કરવા લાગ્યા છે એવી હેય છે તેના વિચાર આવા હેય છે. અહીં સુધી આપણે કળાવતીની શ્રેષ્ઠતા જોઈ. હવે રૂકણિીની કનિષ્ઠતા જોઈએ. કળાવતી જ્યારે પિતાના સ્વામીને રૂમિણી પાસે જવાને આગ્રહ કરતી હતી ત્યારે અને ચંદિરે કળાવતીના આગ્રહથી તેની પાસે જવા માંડ્યું ત્યારપછી પણ રૂમિ નિરંતર કળાવતીનું અયજ ચિતવ્યા કરતી હતી અને કળાવતીને કોઈ પણ પ્રકારનું કલંક આપવાને ઘાટ ઘડતી હતી. ધવશેઠના એધા મિત્રની જેમ તેની સખી. એ પણ તેના તેવા દુષ્ટ વિચારને ઉત્તેજન આપતી હતી. જેથી એક વખત ધર્મ રૂચિને ચિત્યપરિપાટી કરતો દેખી ચંદરે તેની પ્રશંસા કરી, ત્યારે સખીઓ પાસે માર્મિક વચને કહેવરાવ્યા, અને પછી તેને અટકાવીને રૂકુમિણીએ સ્ત્રીચરિત્ર કેળવ્યું. સની અગાધ પ્રપંચજાળમાં ચંદ્રોદર કુમાર ફસાયે અને તે જ દિવસે સાયંકાળે ભગવંતને પૂજનથી અવશેષ રહેલા પુખેવટે કળાવતી ધર્મચિ પાસે પા કપાસ (અંબોડે) બંધાવતી હતી ત્યારે જાળીઆમાંથી તે સ્થિતિ ચાદરને બતાવવામાં આવી. ભદ્રિક પ્રવૃત્તિના ચંદિર કુમારે આગળ પાછળ કોઈપણ વિચાર ન કર્યો, અને એકદમ આવેશમાં આવે જઈ કેશપાસ ને કાંડા કાપવારૂપ અકર્તવ્ય કર્યું. આવા મહા દુઃખને પ્રસંગે પણ ધર્મપરાયણ કળાવતી કર્મસ્થિતિનું ચિંતવન કરવા લાગી-ખેદ બિલકુલ ન કર્યો. પરંતુ ધર્મ ઉપર કલંક આવવાની હિમતિ વિચારમાં આવતાં તેને પારાવાર ખેદ થયો. શાસનદેવીની હાજરીમાં For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36