________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭૭
જ્ઞાનસાર સૂત્ર વિવરણ. અકસીર અમોઘ ઉપાય એ છે કે, પૂર્વ મહાપુરૂષના પવિત્ર ચારિત્રનું નિરીક્ષણ કરી તેમનાથી આપણામાં કેટલી બધી ન્યૂનતા રહેલી છે, તેનો ઉડે વિચાર કર. એમ કરવાથી તે મદજવાર ગળી જશે. આ વાતની ઉપેક્ષા કરી કિયામદ કરનારા કઠણ કરણી કરતાં છતાં પણ દુઃખી થાય છે તેથી પ્રથમ ક્રિયામાં મંદ આદર કરવે નહીં એટલે શિથિળતા સેવવી નહીં, જે જે ધર્મકરણી કરવામાં આવે તે સમજ પૂર્વક અંતર લક્ષ સહિત કરવા ખપ કરે, જેઓ કર્મવેગે તેમ કરી શકતા ન હોય તેમની હાંસી ન કરવી, તેમજ તેમને તિરસ્કાર ન કરે, પણ તેમને શાંતિથી તેમનું કર્તવ્ય સમજાવવા પ્રયત્ન કરે. વળી પિતે જે કંઈ ધર્મકરણ કરે તેને ઉત્કર્ષ કયારે પણ ન કરે. કેમકે તેથી લાભ કશે નથી, અને નુકશાન ઘણુંજ સંભવે છે. તેથીજ શાસ્ત્રકારે એમ જણાવ્યું છે કે, સહુ કેઈ આત્માથી જનેએ પિતાના આત્માની ઉન્નતિ થાય તેવીજ અનુકૂળ ક્રિયા સાવધાનપણે અંતર લક્ષ (ઉપગ) સહિત કરવા સદાય ખપ કરે. એવી સક્રિયાના લક્ષણ સહિત તેનું ફળ હવે શાસ્ત્રકાર સ્પષ્ટ કરે છે–
गुणवद् बहुमानादे-नित्यस् मृत्या च सक्रिया ॥
जातं नं पातयेदनाद-मजातं जनयेदपि ॥५॥ ભાવાર્થી—“ગુણવંતનું બહુમાન બની શકે તેટલું કરવા પૂર્વક તેનું સત્ય સ્મરણ કરવા પ્રમુખ સંકિયાથી ઉત્પન્ન થયેલા ભાવને ટકાવી રાખવા સાથે નવા ભાવને પણ પેદા કરવાનું બની આવે છે. માટે ગુણને અથએ હમેશાં સકિયાનું આલંબન લીધાજ કરવું પ,”
વિવરણ–જે ભવ્ય જને રસત્તાગત રહેલા જ્ઞાનાદિક ગુણ પ્રગટ–પ્રાપ્ત કરવા પ્રયત્ન કરી રહ્યા છે અથવા જેમને તે તે સદ્દગુણે પ્રાપ્ત થઈ ચૂકેલા છે તેવા સગુણી જનેનું બહુમાન કરવું, તેમની સ્તુતિ કરવી, તેમજ યથોચિત સેવા ભક્તિ કરવી, તે સર્વ તેમની સત્કરણનેજ વિનય ગણાય છે. તેથી સદ્દભાવનાવંત તેનું અનુમોદન ફળ પામે છે, એટલે સદ્દગુણના સદગુણોની સદ્દભૂત સ્તુતિ પ્રમુખથી તેમના કાર્યને અનમેદન-પુષ્ટિ આપે છે, અને પિતાનામાં તેવા સદગુણોના અવંધ્ય (અમોઘ) બીજ વાવે છે, તેથી તે ભવિષ્યમાં સાક્ષાત્ સદ્દગુણ રૂપે આ ભામાં પ્રગટી નીકળે છે. ઉક્ત રીતે સદ્દગુણીની સદાય સ્તુતિ-પ્રશંસા કરવા પ્રમુખ સત્કરનું નિત્ય નિયમસર સેવન કરવાથી આત્મામાં પ્રગટેલો સભાવ નષ્ટ થઈ જતું નથી અને નહિં પ્રગટ થયેલે એ અપૂર્વ સદભાવ ફરિણાયમાન થાય છે. માટે સત્કરણી સેવન કરવાનું નિત્ય વ્યસન રાખવું ઘટે છે.
નિરંતર અભ્યાસ પૂર્વક સકરણીનું સેવન કરનાર અવશ્ય ગુણની પ્રાપ્તિ અને
For Private And Personal Use Only