________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬૮
જૈન ધર્મ પ્રકાશે.' તેને ચાહનારોજ વિદ્યાથી થઈ શકે છે, વકીલોની અનુમોદના કરનારે–તે ધંધાને પસંદ કરનારોજ વકીલ થઈ શકે છે; એજ પ્રમાણે ધાર્મિક પુરૂની અનમેદના કરનારોજ ધર્મની ગ્યતા મેળવી શકે છે અને ધર્મ થઈ શકે છે, જેને જે કાર્ય પસંદ ન હોય, જે કાર્યની જે પ્રશંસા કે અનુદના ન કરતે હોય, જે કાર્ય જેને રૂચિકર ન હોય આનંદ આપતું ન હોય તે કાર્ય તેને પ્રાપ્ત થતું જ નથી. દરેક કાર્ય માં પ્રથમ રૂચિ થવી જોઈએ ત્યાર પછી તે કાર્ય માં આગળ વધી શકાય છે. માટે ધર્મની ગ્યતા મેળવવાના ઈરછકે ધાર્મિક જનેની અનુમોદન અવશ્ય કરવી. કોચંમાં કર્તા તે અથવા કર્તામાં કાર્યને ઉપચાર કરીને કાર્યને કર્તાનું કંચિત અભેદપણું હોવાથી ધર્મ કાર્યની અથવા ધાર્મિક મનુષ્યોની અનુમોદના કરવી તે બંને એકજ છે; તેમાં પૃથક ભાવ નથી.
ત્યાર પછી વીસમું વાક્ય એ કહેવામાં આવ્યું છે કે –
7 વિધા પરમપરંપારકા મમનું ઉદ્દઘાટન કરવું નહીં. અર્થાત્ પારકા મર્મ ઉઘાડવા ન –પ્રગટ કરવા નહીં. કદી કેઈન મર્મ આપણા સમાજવામાં આવ્યા હોય તો તેને હૃદયમાંજ ગોપવી રાખવા–કોઈની પાસે પ્રગટ કરવા નહીં. પિતાના મર્મ કેઈએ આપણને વિશ્વાસથી કહ્યા છે. અને તે આપણે બી. જાને કહી દઈએ તે તેથી વિશ્વાસનો ઘાત થાય છે. વિશ્વાસઘાત મહા પાપ છે. તેથી એક કરતાં વધારે પાપસ્થાનકે બંધાય છે. પારકા મર્મ ઉઘાડવાથી તેને વખતપર આર્થિક હાનિ થાય છે, શારીરિક કષ્ટ પ્રાપ્ત થાય છે અથવા વખતપર આવેશમાં આવી જઈ તે પ્રાણુને પણ તજી દે છે. આવા અનેક દષ્ટાંતિ શાસ્ત્રમાં સાંભળીએ છીએ અને દૃષ્ટિએ પણ જઈએ છીએ. ઉત્તમ પુરૂ તે કાયમ સમુદ્રની જેવા ગંભીરજ હોય છે. તેને સાંભળવામાં, જાણવામાં, અનુભવવામાં અનેક પ્રકારની વાતે-હકીકતે આવે છે તે હદયમાંજ ઉતારે છે. પરની પાસે પ્રગટ કરતા નથી. કેઈન લાભની–કોઈના ગુણની–મેઈના સત્કૃત્યની વાત જાણવામાં કે અનુભવવામાં આવી હોય તે તે ઉલ્લસિત હદયથી બીજાને કહે છે. તેમાં તેને હર્ષ થાય છે અને અન્યને પણ પ્રશંસાદિક લાભ થાય છે. માટે ધર્મની ગ્યતા મેળવવાના ઈચ્છકે પારકા મર્મ કદિ પણ ઉડવા નહીં. એમાં લાભ બીલકુલ નથી અને હાનિ અનેક પ્રકારની છે.
ધર્મની યોગ્યતા મેળવવા અંગે પીશમું અથવા છેલ્લું વાય એ કહે વામાં આવ્યું છે કે –
વિત જુવેપાવાદ–સારા વેષ અને આચારવાળા થવું. આ વાક્ય છેલું છે પણ ઘણું ગંભીર છે. આમાં ઉપરના તમામ વાકને ટુંકામાં સમાવેશ
For Private And Personal Use Only