________________
પ્રાચીન ચિત્રનું કલાતત્ત્વ
આવો અભિપ્રાય બાંધનાર તે શિલ્પકારોને અને તે કલપેપક ધનિકને અન્યાય કરે છે, તે ઈતિહાસને પણ કલુષિત કરે છે. પ્રથમ તો પૈસાદારોની મરજી પ્રમાણે બધું થવું જોઈએ એ આજના યુગની મહાન શોધ તે દિવસના ધનિકોએ કરી ન હતી; અને ધનિકે છે તે પ્રમાણે પોતાની કલાને નમાવવાની ફરજ તે યુગના શિલ્પીઓએ સ્વીકારી ન હતીએટલે ઐતિહાસિક દષ્ટિએ શોધ કરવી હોય તે બળવું એ જોઈએ કે આ શિલ્પીઓનાં ધ્યેયો શાં હતાં અને તેમના ભાવકોની કઈ અપેક્ષાઓ હતી ?
ભારતીય ચિત્રકારોને માનવો ચીતરવાની આવડત ન હતી એમ તે કોઈ ખુલાસો નહિ આપે. ગુજરાતને આ ચિત્રકારોને તેની આવડત નહિ હોય તે પણ તેમાં રહેલું રેખાનું પ્રભુત્વ
જેનાર માનશે નહિ. ચિત્રમાં “સદશ્ય લાવવાની નિપુણતા તેમને સુસાધ્ય હતી. પણ આ સાદસ્યવાળાં ચિમાં તેમની ચિત્રકલા સમાપ્ત થતી ન હતી. ચિત્રને આ એક પ્રકાર હતો અને તેને ચિત્રસુત્રકાર
સત્ય” એવી પારિભાષિક સંજ્ઞા આપે છે. વિદોવસાદ વિત્ર તરસચમુચ છે જેમાં કંઇક લોકસાદસ્ય હોય તે ચિત્ર “સત્ય” કહેવાય છે.
તે તે પદાર્થની પ્રતિકૃતિ સાધી જે ચિત્રો દોરવામાં આવતાં તે બધાને આમાં સમાવેશ થતો હશે. પણ આ ઉપરાંત ચિત્રકારો બીજી રીતે પણ ચિત્રો દોરતા. આપણે જાણીએ છીએ કે વૃક્ષ, વેલ, પત્ર, પુષ્પ આદિના ચિત્રણમાં કેટલાંક ચિત્રોમાં પ્રતિકૃતિ હોય છે તો કેટલાંકમાં કેવળ સુચને લઈ તેમાંથી વિવિધ મનોહર આકૃતિઓ ઉપજાવીને દોરવામાં આવે છે. કોતરકામમાં પણ આવું હોય છે. આમાં ઉદેશ તે તે મૂળ વસ્તુ સુચવવાના હોતા નથી, પણ આકારની મનોહર રચનાઓ કરવાના હોય છે. પ્રતિકૃતિની લુપતા છોડી દઈ આકારરચનાના સપ્લવમાં રાચતી ચિત્રકલા એ કોઈ હલકી પ્રતિની કલા નથી. કેટલાક આધુનિક કલાવિવેચકોને અંતે તે પ્રકૃતિમાં રાચતી ચિત્રકલા પ્રાક છે, ખરી ચિત્રકલા તો કેવળ આકારથી ભાવ ઉત્પન્ન કરનાર ચિત્રમાં વસેલી છે. *
પ્રાચીન ચિત્રા નિરીક્ષક જાણે છે કે લગભગ દરેક ચિત્રમાં અમુક મુદ્રા, અમુક કરવના, અમુક દષ્ટિ, અમુક પાદચારી, અમુક અભિનય દયાદિ જોવામાં આવે છે. પણ નૃત્ય અને અભિનયમાં જે “ગતિથી સધાય છે તે ચિત્રમાં ‘સ્થિતિથી સાધવાનું હોય છે. આ સાધવાને માટે આકારોને જે રીતે રચવા જોઈએ તે રીતે રચવાનો પ્રયત્ન અમુક ચિત્રોમાં દેખાય છે. આવા ચિત્રોની કસોટી એ છે કે તે તે આકારો તે ભાવ સુચવવા સમર્થ છે કે નહિ; નહિ કે તે આપણને સિતાં માણસોની પ્રતિકૃતિ છે કે નહિ. સંભવ છે કે કેટલાંક ચિત્રોમાં આવા આકારે કોઈ પણ ભાવની પ્રતીતિ કરાવી શકતા ન હોય અને તેથી કેવળ બેહદા જ લાગે. આવાં ચિત્રોમાં શિલીને દોષ નથી, તે તે ચિત્રકારનું સામર્થ્ય દોષપાત્ર છે. વળી કેટલેક ઠેકાણે અમુક આકારની “સમય” આપણે - નતા હોઈએ તેથી પણ ભાવપ્રતીતિ ન થાય. ગમે તેમ હોય, પણ આપણાં પ્રાચીન ચિત્રોમાં એવાં ઘણાં ચિત્રો છે જે પ્રતિકૃતિની મર્યાદાની ઉપેક્ષા કરે છે અને તેમ કરીને કોઈ એવી વેધક રાતે ભાવપ્રતીતિ કરાવે છે કે જે અન્યથા અશક્ય લાગે. આ ગ્રંથમાં એવાં ઘણાં ઉદાહરણ છે.
રસિકલાલ છો. પરીખ
- 'Art' by Clive Bell પ્રકરણ ૧.૩ Significant form and representationની ચર્ચા પૃ. ૨૩ દિપણ.