Book Title: Jain Chitra Kalplata
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 39
________________ ૪ જૈન ચિત્ર-કલ્પલતા ચિત્ર : પુસ્જદત્તા (રદત્તા)-વિદ્યાદેવી ; મંત્રઃ ૐ વાં પુદ્દત્તાત્રૈ ૐ નમઃ । ; મનુષ્યને વરદાન વગેરે ઇચ્છિત વસ્તુ આપનાર હોવાથી પુરષદત્તા; પ્રતના પાના ૮૩ ઉપરથી; ચિત્રનું કદ ૧૭×ર ઇંચ; પૃષ્ઠભૂમિ સીંદુરિયા રાતા રંગની; ચાર હાથ; ઉપરના જમણુા હાથમાં તલવાર અને ડાબા હાથમાં ખેટક (દાલ), તથા નીચેના જમણા હાથ વરદ મુદ્રાએ અને ડાબા હાથમાં માતુલિંગ (બિલ્હેરા)નું ળ; શરીરના તથા મુકુટો રંગ સુવર્ણ; કંચુકો રંગ લીલૈ।; ઉત્તરીય વસ્ત્ર ધોળાં ટપકાંના ભાતવાળું લાલ રંગનું; દ્વેષી (ભેંસ)ના વાહન ઉપર ભદ્રાસને બેક, ચિત્ર હું બ્રહ્મરાાંતિ યજ્ઞ—વ્રતનું પાનું ૨૨૭; ચિત્રનું કદ ૨×૨ ઇંચ; પૃષ્ઠભૂમિ સીંદુરિયા રાતા રંગન; દેખાવથી વિકરાલ; ચાર હાથ; ઉપરના જમણા હાથમાં છત્ર તથા ડાબા હાથમાં દંડ, અને નીચેના જમણા હાથમાં પુસ્તક તથા ડાબે હાથ વરદ મુદ્રાએ; શરીરને વર્ણ પળે; હંસના વાહન ઉપર ભદ્રાસને બેક; મુકુટમંડિત જટા. બ્રહ્મશાંતિ યાની માન્યતા ઘણી જ પ્રાચીન છે. એક માન્યતા એવી છે કે મહાવીરને વર્ધમાનપુર (હાલના વઢવાણુ)ની પાસે યક્ષના મંદિરમાં જે શલપાણ્િ યક્ષે મિથ્યાદષ્ટિ અવસ્થામાં ઉપસર્ગ કર્યો હતો, તે જ શૂલપાણિ યક્ષ પછીથી સમકિત પામ્યા અને તે જ બ્રહ્મશાંતિ યક્ષ તરીકે એળખાવા લાગ્યા. ચિત્ર છ અંબાઇ (અંજિકા)—પ્રતના ખાના ૨૨૭ ઉપરથી. વિ. સં. ૧૨૪૧ (ઇ. સ. ૧૧૮૪)માં પ્રાચીન ગુજરાતી ભાધામાં ભરતેશ્વર બાહુબલ્લિ રાસની રચના કરનાર શ્રીશાલિભદ્રસૂરિએ રચેલા બુદ્ધિરાસની શરૂઆતના મંગલાચરણમાં અંબિકાના અંબાઇ નામથી જ ઉલ્લેખ કર્યો છે, જે નીચે પ્રમાણે છે.ક ‘પવિ દૈવિ ભાઇ, પંચાણ ગામિણ વરદા, જિષ્ણુ સાસણિ સાંનિધિ કઇ સમિણિ સુર સામિણ તું સદા સેાહાગિણિ,’ અંબા એટલે માતાજનની. જેવી રીતે માતા પેાતાના સંતાન ઉપર વાત્સલ્યભાવો ધરનારી હોય છે તેમ અંબિકા પણ ભક્તજનોનું વાત્સલ્ય કરવાવાળી હોવાથી તેનું અંબા–અંબિકા નામ સાર્થક છે. આ ચિત્ર ચીતરનાર ચિત્રકારે તેના જમણા હાથમાં પુત્ર રાખીને તેના તરફ વાત્સલ્યભર્યાં નયનાએ નિહાળી રહેલી ચીતરીને અને તેના ડાબા હાથમાં પરમ મંગલરૂપ વ્રસુંની આપીને તેના નામની સાર્થકતા સિદ્ધ કરી બતાવી છે. અંબિકાદેવીના પૂર્વભવ વગેરેનું વર્ણન શ્રીજિનપ્રભસૂરિએ ‘વિવિધતીર્થકલ્પ' નામના ગ્રંથમાં ‘અંબિકાદેવી કલ્પ’માં કરેલું છે.પ અંબિકા દેવીની પણ ભિન્નભિન્ન પ્રકારની સુંદર મૂર્તિ, સુંદર ચિત્રા તથા ભિન્નભિન્ન પ્રકારના તેંત્ર, મંત્રા, યંત્રા વગેરે મળી આવે છે, પરંતુ વિસ્તારભયથી તે અત્રે હું આપતાં મારા તરફથી અન્યત્ર પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. ચિત્ર ૮ સરસ્વતી-પ્રતના પાના ૧ ઉપરથી; ચિત્રનું કદ ર×૨ટ્ટ ઇંચ; પૃષ્ઠભૂમિ ઘેરા રાતા રંગની; ચારે હાથ; ઉપરના જમણા હાથમાં કમળ, તથા ઉપરના ડાબા અને નીચેના જમણા હાથમાં વીણા; નીચેના ડાબા હાથમાં પુસ્તક; કમળના આસન ઉપર ભદ્રાસને બેડક; વાહન હંસનું; શરીરનો વર્ણ ગૌર (સફેદ); કંચુકી લાલ; મુકટનો રંગ લાલ રંગની ભાતવાળા પીળે!. સરસ્વતી વિષે ૪ ૦ વ્યૂ ક ભા ૧, પૃ′ ૨. ૫ ‘અમ્બિકાદેવી કલ્પ’ નામને! આખો કપ મૂળ પ્રાકૃત તથા ગુજરાતી ભાષાંતર સાથે ખપ્પભટ્ટસૂકૃિત વિરાતિકા' નામના ગ્રંથના પાના ૧૪૫ થી ૧૪૯ ઉપર આપેલા છે. ૬ જુઓ ‘શ્રીમૈરવવાની વસ્તુ' નામના જૈન મંત્રશાસ્ત્રનો ગ્રંથ

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92