________________
જૈન ચિત્ર-કલ્પલતા
૪૧ મેાકલેલા અધ નામના અસુર એક યેાજન જેટલું સર્પરૂપ ધારણ કરી માર્ગે વચ્ચે પડયા અને કૃષ્ણ સુદ્ધાં બધાં બાળકોને ગળી ગયા. આ જોઇ કૃષ્ણે એ સર્પના ગળાને એવી રીતે રૂંધી નાખ્યું કે જેથી તે સર્પ અઘાસુરનું મસ્તક ફાટી શ્વાસ નીકળી ગયા અને તે મરી ગયા. તેના મુખમાંથી બાળકો બધા સંકુશો બહાર આવ્યા. -ભાગવત દશમસ્કન્ધ, અ ૧૨ બ્લા॰ ૧૨:૩૫, પૃ. ૮૮. (૨) એકબીજાને અરસપરસ ઘેડા અનાવી જ્યારે ગેપ બાળકો સાથે કૃષ્ણ અને બળભદ્ર રમતા હતા તે વખતે કંસે મેકલેલા પ્રલમ્બ નામના અસુર તે રમતમાં દાખલ થયા. તે કૃષ્ણ અને બળભદ્રને ઉપાડી જવા ઇચ્છતા હતા. એણે બળભદ્રના ઘોડા બની તેમને દૂર લઇ જઇ એક પ્રચંડ અને ભયાનક રૂપ પ્રગટ કર્યું.બળભદ્રે છેવટે ન કરતાં સખત મુષ્ટિપ્રહારથી એ વિકરાળ અસુરને લેહી વમો કરી હાર કર્યો અને અંતે બધા સકુશળ પાછા ફર્યાં, -ભાગવત દશમસ્ક,અ. ૨૦લા.૧૮-૩૦ ચિત્ર ૪૭ કોશાનૃત્ય તથા આર્યસમિતસૂરિના એક પ્રસંગ-હેવ॰ ૧ ના પાના ૬૮ ઉપરથી.
ચિત્ર ૪૭ : કાશાનૃત્ય તથા આયસમિતસૂરિના એક પ્રસંગ (વિ. સ. ૧૫૨૨)
ચિત્રમાં ઉપર અને નીચે એમ એ પ્રસંગેા છે, તેમાં ઉપરના પ્રસંગો પરિચય ‘જૈન ચિત્રકલ્પદ્રુમ' ગ્રંથમાં ચિત્ર ૨૨૨ના પરિચયમાં આપ્યા છે. ફેરફાર માત્ર, આ ચિત્રમાં રથકારની પાસે મેર નથી તેમ રથકાર ગાદી ઉપર ઘૂંટણ વાળીને બેઠેલા છે જ્યારે ચિત્ર ૨૨૨માં તે ઊભા છે એ છે. આ ચિત્રમાં આંબાનું ઝાડ બંનેની વચ્ચે ચીતરેલું છે, જ્યારે ચિત્ર ૨૨૨માં તે વેશ્યાની ડાબી બાજુ ઉપર પાછળના ભાગમાં છે. વળી ૨૨૨માં વેશ્યાએ માથે મુકુટ તથા ગળામાં ફૂલનો હાર પહેરેલા છે, જ્યારે આ ચિત્રમાં તેણીનું માથું તદ્દન ખુલ્લું છે તથા ગળામાં મેતીનો હાર પહેરેલા છે, તેણીનાં વસ્ત્રભૂષણા આ ચિત્રમાં વધુ કિંમતી છે,
આ પછી ચિત્રના અનુસંધાને, નીચેના આર્યસમિતસૂરિ તથા તાપસને લગતા પ્રસંગ જોવાન છે, આભારદેશમાં ાચલપુરની નજીક, કન્ના તથા એન્ના નામની નદીની મધ્યમાં આવેલા દ્વીપમાં બ્રહ્મદીપ નામના પાંચસેા તાપસા રહેતા હતા. તેમાં એક તાપસ એવા હતા કે જે પાણી પર થઇને, પેાતાના પગ ભીંળવા દીધા વિના, જમીન પર ચાલે તેવી જ રીતે, પારણાને માટે નદીની પેલી પાર ચાહ્યા જતા. તેની આવી કુશળતા જોઇને લોકોને થયું કે “અહે. આ તાપસ કેટલો બધો શક્તિશાળી છે ! જૈનોમાં આવા કોઇ શિક્તશાળી પુરુષ નહિ હાય.'