Book Title: Jain Chitra Kalplata
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 77
________________ જૈન ચિત્ર-કલ્પલતા શ્રાવકોએ શ્રીવજૂસ્વામીછના મામા શ્રીઆર્યસમિતસૂરિને ખોલાવ્યા અને ઉપર્યુક્ત વાપસ સંબંધી હકીકત કહી સંભળાવી. આર્યસમિતરિજીએ કહ્યું કે ‘એમાં પ્રભાવ કે પ્રતાપ જેવું કાંઈ જ નથી, એ કેવળ પાદક્ષેપ શક્તિનો જ પ્રતાપ છે.' તે પછી શ્રાવકોએ પેલા તાપમને જમવાનું આમંત્રણ મેાકલ્યું. તાપમ જમવા ઊંચો એટલે તેનાં પગ અને પાવડી ખૂબ સારી રીતે ધાવડાવ્યાં. ભાજનક્રિયા પણ પૂરી થઇ. પછી તાપસની સાથે શ્રાવકા પણ નદીના કિનારા સુધી સાથે સાથે ચાલ્યા. જે લેપના પ્રતાપથી તાપસ નદીનાં પાણી ઉપર થઇને ચાલી શકતા હતા તે લેપ ધાવાઈ ગએલા હતા, છતાં જાણે કાંઇ બન્યું જ નથી એવી ધૃષ્ટતા સાથે તાપસે નદીમાં ઝુકાવ્યું. નદીમાં પગ મૂકતાં જ તે ડૂબવા લાગ્યા અને સૌકાઇ તેની મશ્કરી કરવા લાગ્યા. એટલામાં આર્યસમિતજી ત્યાં પધાર્યાં. તેમણે લેાકાને કેવળ ખરી વસ્તુસ્થિતિનું ભાન કરાવવા માટે પોતાના હાથમાંનું યેગચૂર્ણ (વાસક્ષેપ) નદીમાં નાખ્યું અને કહ્યું કે હું એન્ના! મને પેલે પાર જવા દે.' એટલું કહેતાં જ નદીના બંને કાંઠા મળી ગયા! સૂરિજીની આવી અદ્ભુત શક્તિ જોઈ લોકો ભારે આશ્ચર્ય પામ્યા. પછી તેમણે તાપસાના આશ્રમમાં જઇ તેમને પ્રતિòાધ્યા અને દીક્ષા આપી. ૪૨ ચિત્રમાં જમણી બાજુએ ઊભેલા નાના સાધુ તે વજસ્વામીજી છે અને તેમની સાથે જમણા બગલમાં એàા રાખીને હાથમાંનું યાગચુર્ણ નાખતા તથા ડાબા હાથમાં મુત્તિ રાખીને ઊભા રહેલા શ્રીઆર્યસમિતસૂરેિજી છે. સામે બે તાપસા પૈકી એક જમણા હાથની તર્જની આંગળી તથા અંગુડ્ડાને ભેગા કરીને તથા બન્ને જમણા હાથ ઊંચો રાખીને સૂરિજીની આવી અદ્ભુત શક્તિ બે વિસ્મિત–આશ્ચર્યમુગ્ધ થએલા દેખાય છે. તાપસાના માથે જટા તથા કપાળમાં ત્રિપુંડ-તિલક પણ સ્પષ્ટ દેખાય છે. બાજુમાં મેન્ગા નદીનું પાણી વહેતું ચિત્રકારે બતાવીને ચિત્ર મધ્યેની બધી આકૃતિએ નદીના તટ પર જ ઊભી છે એમ બતાવવા પ્રયત્ન કર્યો છે. ચિત્ર ૪૮ કોશાનૃત્ય-આ પ્રસંગના વર્ણન માટે પણ જુએ ચિત્ર ૨૨૭નું આ પ્રસંગને લગતું વિસ્તૃત વર્ણન. આ ચિત્ર ‘જૈર્નાચત્ર-કલ્પદ્રુમ'ના ચિત્ર ૧૯૬ અને ૨૨૨ બંને કરતાં જુદી જ નવીનતા રજૂ કરે છે. ચિત્ર ૨૨૨માં રથકારના પગ આગળ કળાના તથા વસંતઋતુના પ્રસંગ દર્શાવવા એકલો માર જ ચીતરેલા છે, જ્યારે પ્રસ્તુત ચિત્રમાં થકારના મસ્તકના ઉપરના ભાગમાં વસંતના આગમનને સૂચવતી પંચમ સ્વરે ગાતી કોયલ તથા તેની ખેતીમાં પણ કાયલેાની ડીઝાઇન ચીતરેલી છે. વળી આ ચિત્રમાં સરસવના તગલા અને સાયને બદલે એકલું ફૂલ જ રજૂ કરેલું છે. કેશા નર્તકીનો અભિનય તથા પગને કા કાઈ અલૌકિક પ્રકારના છે. બંનેના મસ્તક ઉપરના મુકુટો વળી ગુજરાતના કોઇપણ પ્રાચીન ચિત્રમાં નહિ લેવામાં આવતા જુદા જ પ્રકારના જણાય છે, કદાચ આ ચિત્રવાળી પ્રત, ગુજરાતના સાહસિક વ્યાપારીઓ જાવા વગેરે ટાપુઓમાં વ્યાપારાર્થે જતા તે સમયે ત્યાંના કોઈ ચિત્રકાર પાસે ચીતરાવી લાવ્યા હાય એમ લાગે છે, કારણકે ચિત્ર ચીતરવાની ઢળ ગુજરાતના પ્રાચીન ચિત્રકારોની જ છે છતાં પહેરવેશ તે બાજુના કા પ્રદેશના છે. વળી આમ્રવૃક્ષનાં પાંદડાં પણ આ ચિત્રમાં વધુ સ્પષ્ટ દેખાય છે. ચિત્ર ૪૯ આર્યસ્થૂલભદ્ર અને યક્ષાદિ સાત સાધ્વી બહુના ચિત્રમાં સાધુ તથા સાધ્વીમના પહેરવેશ બીજાં ચિત્રા કરતાં તદ્દન જુદી જ રીતના છે. બંનેના પહેરવેશ બૌદ્ધ સાધુના પહેરવેશને મળતા આવે છે. આખું યે ચિત્ર મૂળ સુવર્ણની શાહીથી ચીતરેલું છે. આ પ્રસંગના વિસ્તૃત વર્ણન માટે જુઓ ‘જૈન ચિત્ર-કલ્પદ્રુમ'માં ચિત્ર ૨૨૭ નું વર્ણન. બંનેમાં ફેરફાર માત્ર જૂજ છે, ચિત્ર ૨૨૭માં સામાન્ય સિંહ ચીતરેલો છે, જ્યારે આ ચિત્રમાં એ દાંતવાળા અને પરાક્રમી વેગવાનસિંહ

Loading...

Page Navigation
1 ... 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92