Book Title: Jain Chitra Kalplata
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 79
________________ ૪૪ भाषणनियम डा वागमण्ड વ માતા જૈન ચિત્ર-કલ્પલતા TO ચિત્ર ૫૦ : ભગવાન મહાવીરની દીક્ષા (પંદરમા સૈકા) સુંદર રીતે ચીતરેલા છે: ચિત્ર ૨૨૩માં ઉપર અને નીચે બબ્બે સાધ્વીએ ચીતરીને ચારની રજૂઆત કરેલી છે, જ્યારે આ ચિત્રમાં સાત સાધ્વીઓ ચીતરેલી છે. દરેકના મસ્તકની પાછળ બૌદ્ધ ભિક્ષુઓનાં પ્રાચીન ચિત્રામાં દિવ્યતેજ (ભામંડલ) બતાવવા સફેદ ગાળ આકૃતિ મૂકવામાં આવે છે તેવી જ રીતે આ ચિત્રમાં દરેક આકૃતિની પાછળ તેની રજૂઆત કરવામાં આવી છે. વળી વધારામાં નીચેના પ્રસંગમાં સ્થાપનાચાર્ય, સાધુના માથે છત્ર તથા છત્રની પાસેથી ઊડતી એક કોયલ ચીતરી છે, જેની રજૂઆત ચિત્ર ૨૨૩માં બીલકુલ દેખાતી નથી. ચિત્ર ૫૦ ભગવાન મહાવીરની દીક્ષા-ચિત્રમાં ઉપર અને નીચે એમ એ પ્રસંગેા છે. તેમાં કથાના પરિચયની શરૂઆત નીચેના પાલખીના ચિત્રથી થાય છે. ‘પચાસ ધનુષ્ય લાંબી, પચ્ચીસ ધનુષ્ય પહેાળી, છત્રીસ ધનુષ્ય ઊંચી, સુવર્ણમય સેંકડો સ્તંભોથી શોભી રહેલી અને મણિ તથા સુવર્ણથી જડિત, એવી ‘ચંદ્રપ્રભા' નામની પાલખીમાં પ્રભુ (મહાવીર) દીક્ષા લેવા નિસર્યાં. તે સમયે હેમંત ઋતુના પહેલા મહિના માગશર માસ, પહેલું પખવાડિયું કૃષ્ણપક્ષ અને દશમની તિથિ હતી. તે વેળા તેમણે છના તપ કર્યાં હતા અને વિશુદ્ધ લેસ્યાએ વર્તતી હતી. પ્રભુના જમણે પડખે કુલની મહત્તરા સ્ત્રી હંસલક્ષણ (કાપડની તિવિશેષ) ઉત્તમ સાડી લઇને ખેડી હતી. ડાબે પડખે પ્રભુની ધાવમાતા દીક્ષાનાં ઉપકરણ લઇને ખેડી હતી. સર્વ પ્રકારની તૈયારી થઈ રહ્યા પછી નંદિવર્ધનની આજ્ઞાથી તેના સેવાએ પાલખી ઉપાડી.' આ પછી ચિત્રના અનુસંધાને, ઉપરના ચિત્રમાં વર્ણવેલેા પ્રભુ મહાવીરે કરેલા અનગારપણા સાધુવ્રત) ના સ્વીકારો પ્રસંગ જોવાના છે. અરોક વૃક્ષ (આસોપાલવ નહિ)ની હેઠળ આવી પ્રભુ નીચે ઊતર્યાં અને પોતાની મેળે જ આભૂષણો ઉતારવા લાગ્યા. સર્વ અલંકારનો ત્યાગ કર્યાં પછી, શ્રમણ્ ભગવાન મહાવીરે પોતાની મેળેજ એક મુષ્ટિ વડે દાઢીમૂછના અને ચાર મુષ્ટિ વડે મસ્તકના કેશના એવી રીતે પંચમુષ્ટિ લોચ કર્યાં. એ વેળા નિર્જળ છટ્ટના તપ તા હતા જ. ઉત્તર કાલ્ગુની નક્ષત્ર સાથે ચંદ્રનો યાગ થયા ત્યારે ઇન્દ્રે ડાળા ખભા ઉપર સ્થાપન કરેલું દેવષ્ય વસ્ત્ર ગ્રહણ કરીને,

Loading...

Page Navigation
1 ... 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92