________________
૫૦
જૈન ચિત્ર-કલ્પલતા
ચિત્ર પ≠ : ઉત્તરાધ્યયનસૂત્રના એક પ્રસંગ (પંદરમા સૈકા)
ચિત્ર પ૯ ઉત્તરાધ્યયન સૂત્રને એક ચિત્રપ્રસંગ—હંસવિ॰ ૩ ની પ્રતમાંથી.
ચિત્રમાં, ઉપર ગાળાકૃતિમાં પાણી ભરેલું તળાવ, તેમાં તરતાં રાજહંસ વગેરે જળચર પક્ષીએ અને વચ્ચે એક મેટું કમળ ઊગેલું બતાવ્યું છે. તળાવના કાંઠા ઉપર જળચર પક્ષીઓ કરતાં બતાવ્યાં છે. આ ચિત્ર દોરવાના ચિત્રકારનો આશય એવા છે કે જેવી રીતે મેટા તળાવનાં જળ આવવાના ચારે બાજુના માર્ગોં બંધ કરવામાં આવ્યા છે, તેવી રીતે સંયમી પુરુષને નવાં પાપ આવવાનાં દ્વારા વ્રતદ્વારા રૂંધાઇ જવાથી બાકી રહેલાં પહેલાંનાં બંધાએલાં કર્માં તપદ્રારાએ શોષાઇ જાય છે. તે એવી રીતે કે જેમ જળ આવવાના માર્ગો બંધ કર્યાં પછી તળાવની અંદરનું પાણી સૂર્યના પ્રચંડ તાપથી શોષાઇ જાય છે તેમ. વળી ચિત્રમાં નીચેના ભાગમાં સાધુની આજુબાજુ એ ઝાડા જુદીજુદી જાતનાં ચિત્રકારે ચીતર્યા છે. તે ચીતરવાના આશય પણ ઉપરની કલ્પનાને મળતા હોય એમ લાગે છે. ઝાડ જેવી રીતે જળ વગેરેનાં સીંચનથી આવડાં મેટાં ઊગેલાં છે, તેવી જ રીતે સંયમી પુરુષ પણ કાઁથી બંધાતાબંધાતા ઉમરલાયક થાય છે; પરંતુ જેમ વૃદ્ધિ પામેલા ઝાડને પણ જો જળમીંચન વગેરે કરવામાં ન આવે તે આખરે તે સૂર્યના તાપથી કરમાને નાશને પામે, તેવી રીતે જ સંયમી પુરુષને નવાં કર્મી આવવાના રસ્તા બંધ થવાથી જૂનાં કર્મોના નાશ તપશ્ચર્યાં વગેરે ક્રિયાએથી થઇ જાય તો અંતે સર્વ પાપકમાંથી મુકાઈને તે મેાક્ષસુખને પામે, ઝાડ ચીતરવાના ચિત્રકારને આશય આ બતાવવાના હોય એમ લાગે છે.