Book Title: Jain Chitra Kalplata
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 91
________________ જૈન ચિત્ર-ક૯૫લતા ચિત્ર ૬૬ : કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રસૂરી (વીસમો સૈકા) વિ.સં. ૧૯૭૦ (ઇ. સ. ૧૯૧૩)માં જેઓ કાળધર્મ પામેલા તે શિ૯પશાસ્ત્રપારંગત પાટણનિવાસી યુતિવર્ય શ્રીહિંમતવિજયજી એ આ ચિત્ર સ્વહસ્તે જ તૈયાર કરીને પ્રવર્તક શ્રીકાંતિવિજયજીને ભેટ આપેલું છે. ચિત્રની વચમાં પ્રવચનમુદ્રાએ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસુરીશ્વરજી વિરાજમાન છે. તેઓના શાંત, મૃદુ હાસ્ય કરતા દેદીપ્યમાન ચહેરે ભલભલાને માન ઉપજાવ્યા વિના ન રહે. તેમના મસ્તકની પાછળના ભાગમાં ભામંડલ છે અને ગરદનની પાછળના ભાગમાં એધે છે. નીચે જમણી બાજુએ પરમાહેત કુમારપાળ તથા ડાબી બાજુએ ઉદયનમંત્રિ બંને હસ્તની અંજલિ જોડી ઉભેલા છે. તેઓના પગ આગળ જમણી તરફ પગ દબાવતા તેઓના મુખ્ય શિષ્ય શ્રી રામચંદ્રસૂરિ અને ડાબી તરફ બીજા શિષ્ય શ્રી લાલચંદ્ર હોય એમ લાગે છે. આજે માંહોમાંહેના કુસંપમાં જૈન યતિઓમાંથી આ કળાનો લગભગ લોપ થઈ ગયેલ છે.

Loading...

Page Navigation
1 ... 89 90 91 92