Book Title: Jain Chitra Kalplata
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 75
________________ ૪૦ જૈન ચિત્ર-કપલતા ચિત્ર ૫ ગર્ભના ફરકવાથી ત્રિશલાને આનંદ-સહન પાન ૩૦ પરથી. ગર્ભ સહીસલામત છે એમ જણાતાં ત્રિશલા માતાના આનંદનો પાર ન રહ્યો. ચિત્રમાં ત્રિશલા માતા ખૂબ આનંદમાં આવી જઈને હીંચકા ઉપર બેઠેલાં છે. કલ્પસૂત્રની પ્રતનાં ચિત્રોમાં બીજી કોઈપણ પ્રતમાં આ પ્રસંગ આ રીતે ચીતરેલું જોવામાં આવ્યો નથી. હીંચકામાં સુંદર બારીક કોતરકામ કરેલું દેખાય છે. માતાની જમણી બાજુએ ચામરધારિણી સ્ત્રી ડાબા હાથથી ચામર વીંઝતી દેખાય છે. ડાબી બાજુ એક શ્રી વાડકામાં ચંદન ઘનસાર વગેરે ઘસીને વિલેપન કરવા આવતી હોય એમ લાગે છે, કારણકે હીંચકાની નજીકમાં બંને બાજુ બીજી બે સ્ત્રીઓ બેકેલી છે તે ઘણું કરીને ત્રિશલાની દાસીઓમાંની લાગે છે; વળી બીજી બે સ્ત્રીઓ હાથમાં સુખડના ટુકડાથી કાંઈક ઘસતી હોય એમ સ્પષ્ટ દેખાય છે. ચિત્ર ૪૬ આમલકી ક્રીડા-સેલના પાના ૩૪ ઉપરથી. (૧) એક વખતે સૌધર્મેન્દ્ર પિતાની સભામાં મહાવીરના ધગુણની પ્રશંસા કરીને કહેવા લાગ્યો કે “હે દેવી! અત્યારના આ કાળમાં મનુષ્ય માં શ્રી વર્ધમાનકુમાર એક બાળક હોવા ? પણ તેમના જેવો બીજો કોઈ પરાક્રમી વીર નથી. ઇન્દ્રાદિ દેવો પણ તેમને બીવડાવવાને અસમર્થ છે. આ સાંભળીને એક દેવ કે જેનું નામ જણાવવામાં નથી આવ્યું તે તયાં કુમારે ક્રીડા કરતા હતા ત્યાં આવ્યા અને સાંબેલા જેવા જાડા, ચપળ બે જીભવાળા, ચળકતા મણિવાળા, કુફાડા મારતા, કાજળ સમાન કાળા વર્ણવાળા, કૂર આકૃતિવાળા અને વિસ્તૃત કુણાવાળા મેટા સર્પનું રૂપ બનાવીને ક્રીડા કરવાના વૃક્ષને વીંટાળી દીધું. આવો ભયંકર સર્પ જોઈ ભયભીત બનેલા બધા કુમારે રમતગમત પડતી મૂકી નાસી છુટયા, પરંતુ મહાપરાક્રમી પૈર્યશાળી શ્રીવર્ધમાનકુમારે જરા પણ ભય પામ્યા વિના પિતે ત્યાં તેની પાસે જઈ, સર્પને હાથથી પકડી દૂર ફેંકી દીધે. સર્ષ દૂર પડયો એટલે નિર્ભય બનેલા કુમારો પાછા એકઠા થઈ ગયા અને ક્રીડા શરૂ કરી દીધી. (૨) હવે કુમારે એ વૃક્ષની મત પડતી મુકી દડાની રમત શરૂ કરી. રમતમાં એવી શરત હતી કે જે હારી જાય તે જીતેલાને ખભા ઉપર બેસાડે. કુમારે વધારી દેવ શ્રી વર્ધમાનકુમાર સાથે રમતાં હારી ગયો. તેણે કહ્યું કે “ભાઈ, હું હાર્યો અને આ વર્ધમાનકુમાર જીત્યા માટે એમને મારા ખભા ઉપર બેસવા દો.” શ્રી વર્ધમાન ખભા ઉપર બેઠા એટલે દેવે તક સાધી તેમને બીવડાવવાને પ્રપંચ કર્યો તેણે પિતાની દેવશકિતથી સાત તાડ જેટલું પિતાનું ઊંચું શરીર બનાવ્યું. પ્રભુ તેને પ્રપંચ અવધિજ્ઞાનબળથી જાણી ગયા. તેમણે વજ જેવી કઠોર મુષ્ટિથી તેની પીઠ પર એવો તે પ્રહાર કર્યો કે તે ચીસ પાડવા લાગ્યો અને પીડા પામવાથી મચ્છરની જેમ સંકેચાઈ ગયા. પ્રભુનું પરાક્રમ તથા ધર્ષ પ્રત્યક્ષ અનુભવી ઈન્દ્રના સત્ય વચનને તેણે મનમાં સ્વીકાર કર્યો અને પિતાનું અસલ સ્વરૂપ પ્રકટ કરી સઘળે વૃત્તાંત કહી સંભળાવ્યા. તે વખતે ઇન્દ્ર ધર્યશાળી પ્રભુનું ‘વીર' એવું ગુણપન્ન નામ પાડયું. ચિત્રમાં વર્ધમાનકુમારે માથે મુકુટ તથા કાનમાં કુંડળ વગેરે આભૂષણો પહેરેલાં છે અને ડાબા હાથે ઝાડને વીંટાઈ વળેલા સર્પને મે આગળથી પકડેલો છે. વર્ધમાનકુમારની પાછળ બે તથા ઉપરના ભાગમાં ત્રણ બીન છોકરાઓ ચીતરેલા છે. નીચેના ભાગમાં બે બાજુ બે ઝાડ ચીતરેલાં છે. વચમાં, દેવની ઉપર બેઠેલા મહાવીર, અને તેમના જમણા હાથની મુષ્ટિને પ્રહાર સહન નહિ થવાથી કમરમાંથી વળી જઈને છેડા જેવો બની ગએલો દેવ ચીતરેલો છે. વળી નજીકમાં એક વ્યક્તિ ઉભેલી છે જે જમણો હાથ ઊંચા કરીને કોઈને બેલાવીને મહાવીરનાં આ પરાક્રમને પ્રસંગ બતાવતી હોય એમ લાગે છે. આ પ્રસંગની સાથે સરખાવો શ્રીકૃષ્ણની બાળકીડાનો એક પ્રસંગ. (1) કૃષ્ણ જ્યારે બીજાં ગેપ બાળકો સાથે રમતા હતા ત્યારે તેમના શત્રુ કંસે મારવા

Loading...

Page Navigation
1 ... 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92