Book Title: Jain Chitra Kalplata
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 43
________________ જેન ચિત્ર-કપલ ચિત્ર ૧૦ ગુરુ મહારાજ શિવને પાઠ આપે છે કે ધર ભંડારી પ્રતમાંથી. આ પ્રતમાં ચિત્રકારને આશય મહાવીરનાં પાંચે કલ્યાણક દર્શાવવાને છે. તેમાં બાકીના અવન, જન્મ, કેવલ્ય અને નિર્વાણ કલ્યાણકના પ્રસંગે તે તેણે પ્રાચીન ચિત્રકારોની રીતિને અનુસરતાં જ દોરેલા છે, પરંતુ દીક્ષા કલ્યાણક પ્રસંગમાં પંચમુખિલોરાના પ્રસંગને બદલે આ ચિત્રમાં જે સાધુઓનું દીક્ષિત અવસ્થાનું ચિત્ર દોરેલું છે. ચિત્રની અંદર મર માં તેમાં બાંધેલા ચંદરવાની નીચે ભદ્રાસન ઉપર બેઠેલી આકૃતિ આચાર્ય મહારાજની છે. ઘણું કરીને તે આ પ્રો લખાવવાને ઉપદેશ આપનાર આચાર્ય મહારાજની હશે. તેઓને જમણી બાજુના એક ખભા ઉધાડે છે. જમણા હાથમાં મુહપત્તિ રાખીને તથા ડાબે હાથે વરદ મદ્રાએ રાખી, સામે હાથમાં તાડપત્રનું પાનું પકડીને બેઠેલા શિય-સાધુને કાંઈ સમજવતા હોય એમ લાગે છે. ગુરુ અને શિય બંને વચમાં સહેજ ઉપરના ભાગમાં સ્થાપનાચાર્યની રજુઆત ચિત્રકારે કરેલી છે. ભદ્રાસનની પાછળ એક શિષ્ય કપડાના ટુકડાથી ગુરને શુપા કરતો દેખાય છે. ચિત્ર ૧૧ પ્રભુ શ્રી મહાવીરનો જન્મ–ઉપરોક્ત પ્રતમાંથી. જે વખતે ગ્રહ ઉચ્ચ સ્થાનમાં વર્તતા હતા, ચંદ્રને ઉત્તમ યોગ પ્રાપ્ત થયો હતો, સર્વત્ર સૌમ્યભાવ શાંત અને પ્રકાશ મલી રહ્યાં હતાં, દિશામાં અંધકારનું નામનિશાન પણ ન હતું, ઉલ્કાપાત, રજોવૃષ્ટિ, ધરતીકંપ કે દિમદાહ જેવા ઉપદ્રવોનો છેક અભાવ વર્તાતા હતા, દિશાઓને અંત પર્યત વિશુદ્ધિ અને નિર્મળતા પથરાએલી હતી, જે વખતે સર્વ પક્ષીઓ પોતાના કલરવ વડે જયજી શબ્દનો ઉપચાર કરી રહ્યાં હતાં, દક્ષિણ દિશાના સુધી શીતળ પવન, પૃથ્વીને મંદમંદપણે સ્પર્શ કરતા, વિશ્વમાં પ્રાણીઓને સુખ–શાંતિ ઉપજાવી રહ્યો હતો, પૃવી પણ સર્વ પ્રકારના ધાન્યાદિથી ઉભરાઈ રહી હતી અને જે વખત સુકાળ આરોગ્ય વગેરે અનેક રોગોથી દેશવાસી લોકોનાં હૈયાં હના હિંડોળે ઝૂલી રહ્યાં હતાં, તેમજ વસંતોત્સવાદની ક્રીડા દેશભરમાં ચાલી રહી હતી, તે વખતે, મધ્યરાત્રિને વિષે ઉત્તરાફાશુની નક્ષત્ર સાથે ચન્દ્રને યોગ પ્રાપ્ત થતાં આરેવાળી ત્રિશલા ક્ષત્રિયાણીએ બાધારહિતપણે આરોગ્ય પુત્રને જન્મ આપ્યો. ચિત્રમાં સુવર્ણના પલંગ ઉપર બિછાવેલી, વિવિધ પતિના ફૂલોથી આચ્છાદિત કરેલી; સુગંધીદાર યા ઉપર ત્રિશલા ક્ષત્રિયાણ સૂતાં છે. જમણા હાથે પ્રભુ મહાવીરને બાળક રૂપે પકડીને તેમના તરફ-સન્મુખ જોઈ રહેલાં છે. તેમના જમણા હાથ નીચે તકીઓ છે. તેમનું સારું શરીર વસ્ત્રાભૂષણોથી સુસજિજત છે. તેમના ઉત્તરીય વસ્ત્ર-સાડી–માં હંસાલીની સુંદર ભાત ચીતરેલી છે. તેમને પોષાક ચૌદમા સૈકાનાં શ્રીમંત વૈભવશાળી કુટુંબની સ્ત્રીઓના પહેરવેશને સુંદરમાં સુંદર યાલ આપે છે. પલંગની નીચે પાણીની ઝારી તેમજ પલંગમાંથી ઉતરતી વખતે પગ મૂકવા માટે પાદપીક–પગ મૂકવાનો બા –પણ ચીતરેલ છે. ઉપરના ભાગની ધમાં દર પણ બાધલો છે. ચિત્ર ૧ર પ્રભુ શ્રી મહાવીરનું નિર્વાણ—ઉપરોક્ત પ્રતમાંથી જ. શ્રમણ ભગવાન મહાવીરે જે વાળમાં મધ્યમ અપાપાપુરીને વિષે હસ્તિપાલ રાજાના કારકુનની સભામાં છેલ્લું ચોમાસું વર્ષાઋતુમાં રહેવા માટે કર્યું, તે ચોમાસાને ચાળે મહિને, વપકાળને સાતમે પખવાડિયે એટલેકે કાર્તિક માસના (ગુજરાતી આસો માસના) કૃષ્ણ પખવાડિયામાં, તેના પંદરમે દિવસે (ગુજરાતી આસો માસની અમાસે), પાછલી રાત્રિએ કાળધર્મ પામ્યા. તેઓ સિદ્ધ થયા, બુદ્ધ થયા. પ્રભુ મહાવીરની મૂર્તિ, જે પ્રમાણે ચિત્ર ન. ૯માં વર્ણવી ગયા તે પ્રમાણેનાં આભૂષણ સહિત ચીતરેલી છે. નિર્વાણ કલ્યાણકને પ્રસંગ દર્શાવવા ખાતર સિદ્ધશિલા ની આકૃતિ અને બંને

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92