Book Title: Jain Chitra Kalplata
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 55
________________ જૈન ચિત્ર-કલ્પલતા ૨૦ ચિત્ર ૯ શ્રીમહાવીરપ્રભુ—મારાભાઇ નવાબના સંગ્રહમાંથી. કાલકકથાની તાડપત્રની પ્રતના પાનાનું મૂળ કદનું લગભગ ચૌદમી સદીનું આ ચિત્ર તે સમયનાં જિનમંદિરની સ્થાપત્યરચનાના સુંદર ખ્યાલ આપે છે. સ્થાપત્ય, શણગાર તથા તેની કુદરતી આંખો, મૃદુ-કામળ છતાં પ્રમાણેાયેત હાસ્ય કરતું મુખ, તે સમયના ચિત્રકારની ભાવ અર્પણ કરવાની શક્તિના સાક્ષાત પરિચય આપે છે. મૂર્તિની એકની નીચે પબાસનમાં વચ્ચે કમળ, બંને બાજુએ એકેક હાથી, એકેક સિંહ તથા કિન્નર ચીતરેલા છે. મૂર્તિની આજુબાજુ છે. ચારધારી દેવા ઊભા છે. મસ્તકની બાજુમાં એકેક સ્ત્રી ફૂલની માળા લઇને અને તે દરેકની પાછળ ખાલી હાથે ઊભી રહેલી એકેક વ્યક્તિ ચીતરેલી છે. મૂર્તિના મસ્તકની ઉપરના ભાગમાં લટકતું છત્ર છે. આ ચિત્રથી તાડપત્રની ચિત્રકળાના વિભાગ સમાપ્ત થાય છે. ચિત્ર ૩૦ જમણી બાજી: શ્રીપાર્શ્વનાથ કામગ ધ્યાનમાં; ડાળી બાજીઃ શ્રીપાર્શ્વનાથનું નિર્વાણુ અને ધરણેન્દ્ર તથા તેની પટરાણી-ઇડરની પ્રતના પત્ર ૬૧ ઉપરથી. આ ચિત્ર મૂળ કદમાં તેના લખાણ સાથે લીધેલું છે. ચિત્રમાં ઉપર અને નીચે એમ એ પ્રસંગો છે; તેમાં કથાના પરિચયની શરૂઆત નીચેના ઉષસર્ગના ચિત્રથી થાય છે. શ્રીપાર્શ્વનાથ પ્રભુ શ્રમપણું અંગીકાર કર્યાં પછી, વિચરતા થકા, એકદા કાઈ તાપસના આશ્રમમાં આવી ચડયા. ત્યાં રાત્રીને વિષે એક કુવાની નજીકમાં જ વટવૃક્ષ નીચે પ્રતિમાધ્યાને સ્થિર થયા. તે સમયે કમરના જીવ મેધનાલી નામના દેવે કલ્પાંતકાળના મેધની પેઠે વરસાદ વરસાવવા માંડયો. આકાશ અને પૃથ્વી પણ જળમય જેવાં બની ગયાં. જળને òસબંધ પ્રવાહ પ્રભુના ઘૂંટણ પર્યંત પહોંચ્યા. ક્ષણવારમાં પ્રભુની કંડ સુધી પાણી પહોંચું અને હેતઐતામાં કંડની ઉપરવટ અને નાસિકાના અગ્રભાગ સુધી પાણી ફરી વળ્યું. છતાં પ્રભુ તો અચા અને અડગ જ રહ્યા. એ અવસરે ધરણેન્દ્રનું આસન કંપ્યું. તેણે અવધિજ્ઞાનથી પ્રભુ ઉપર ભયંકર ઉપદ્રવ થા તૈયા. તત્કાળ ધરણેન્દ્ર પોતાની પટરાણીએ સહિત પ્રભુની પાસે આવ્યા અને ભક્તિભાવભર્યાં નમસ્કાર કરી તેમના મસ્તક ઉપર કામે રૂપા છત્ર ધરી રાખ્યું.’ જમણી બાજુએ પાર્શ્વનાથ પ્રભુની પાછળ ગરદન સુધી જળ બતાવવા માટે ચિત્રકારે ઝાંખા લીલા રંગના લીટા મારીને જળની આકૃતિ ઉપાવી કાઢી છે. તેમના પગની નીચે એક સ્વરૂપે ધરણેન્દ્ર છે હાથ તેડી પદ્માસને મેસીને અને પલાંઠી વાળેલા પોતાના બંને પગ ઉપર પ્રભુના એ પગ રાખીને બેઠો છે; બીજું સ્વરૂપ નાગનું કરી, આખા શરીરને વીંટળાઇ વળી, સાત કણા રૂપી છત્ર મસ્તક ઉપર ધરી રહ્યો છે; ત્રી‚ મૂળ રૂપે તે પાર્શ્વનાથ પ્રભુની ડાબી બાજુએ એ હાથની અંજલિ બેડીને પ્રભુની સ્તુતિ કરતા ઊભા છે. તેની પાછળ તેની પટરાણી એ હસ્તની અંજલિ જોડીને પ્રભુના ગુણગાન કરતી ઊભી છે. ધરણેન્દ્રે આટલી બધી ભિત કરી અને કમડે પ્રભુની આટલી બધી કર્થના કરી. બંનેએ પોતપોતાને ઉચિત કાર્યો કર્યાં છતાં બંને તરફ સમાન દ્રષ્ટિવાળા પ્રભુ પાર્શ્વનાથ જગતનું કલ્યાણ કરનારા હોવાથી કેમ વંદનીય ન થાય ? આ પછી ચિત્રના અનુસંધાને ઉપરના ચિત્રમાં વર્ણવેલે પ્રભુ પાર્શ્વનાથના નિર્વાષ્ણુના પ્રસંગ જેવાના છે. ‘વર્ષાકાળના પહેલા મહિનાના બીન પખવાર્બાડયામાં, શ્રાવણ શુક્લ અષ્ટમીના દિવસે, સમ્મેત નામના પર્વતના શિખર ઉપર જળરહિત માસક્ષમણ (એક મહિનાના ઉપવાસ)નું તપ કરી પાર્શ્વનાથ પ્રભુ નિર્વાણ પામ્યા–મેક્ષે ગયા.’ ચિત્ર ૩૧ શ્રીઋષભદેવનું નિર્વાણુ ઇડરની પ્રતના પાના ૭૮ ઉપરથી, ચિત્રનું મૂળ કદ રડું×૨ ઇંચ ઉપરથી મારું કરીને અત્રે રજૂ કર્યું છે. ‘શ્રીઋધભદેવ પ્રભુ શિયાળાના ત્રીજા માસમાં, પાંચમાં પ્રખયામાં, માઘ માસની વિદે તેરશ (ગુજરાતી પોષ વદ ૧૭) ને દિવસે અષ્ટાપદ પર્વતના શિખર ઉપર, જળ રહિત ચૌદભક્ત,

Loading...

Page Navigation
1 ... 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92