________________
જૈન ચિત્રકલ્પલતા
33
ચિત્ર ૪૦ : શ્રી મહાવીરપ્રભુને સંગમદેવના ઉપસર્ગ (પંદરમે સા)
થા? આપને જો વિશેષ ખાત્રી કરવી હોય તો હું પોતે જ તેને એક ક્ષણવારમાં ગભરાવી દઉં!' ઇન્દ્રે વિચાર્યું કે જો હું ધારૂં તે સંગમને હમણાં જ ખેાલતા બંધ કરી શકું; પણ જો હું અત્યારે તેને હુકમ કરી જતો અટકાવી દઈશ તો તે દુર્બુદ્ધિ એમ સમજશે કે તીર્થંકરો તે પારકાની સહાયથી જ તપ કરે છે, અને પરિણામે એક સંગમના મનમાં નહિ પણ લગભગ બધા દેવાના મનમાં ખોટું ભૂત ભરાઇ જશે. માટે અત્યારે તે આ દુષ્ટને તેનું ધાર્યું કરવા દેવામાં જ લાભ છે. ક્રોધથી ધમધમી રહેલા સંગમદેવ પ્રભુને ચલાયમાન કરવા ઇન્દ્ર સમક્ષ પ્રતિજ્ઞા કરી, તરત જ સભામાંથી ચાલી નીકળ્યા અને સીધા પ્રભુ પાસે આવી ઊભે। રહ્યો. પ્રભુની શાંત મુખમુદ્રામાંથી શાંતિ અને કરુણાની અમીધારા ઝરતી હતી. પણ સંગમને તો તે ઉલટું જ પરિણમ્યું, કારણકે તેનું હૃદય ક્રોધ અને ઈર્ષ્યાથી ધગધગી રહ્યું હતું.
(૧) સૌથી પ્રથમ તેણે ધૂળના વરસાદ વરસાવ્યા. (૨) તે પછી ધૂળને ખંખેરી નાખી તે દુષ્ટે વજ્ર જેવા કઢેર-તીક્ષ્ણ મુખવાળી કીડીએ પ્રભુના શરીર ઉપર વળગાડી, તે કીડીએએ પ્રભુનું આખું શરીર ચાળણી જેવું કરી નાખ્યું. છતાં પ્રભુ અચળ જ રહ્યા. (૩) પછી પ્રચંડ ડાંસ ઉપજાવ્યા. ડાંસના તીક્ષ્ણ ચટકાથી પ્રભુના શરીરમાંથી ગાયના દૂધ જેવું રૂધિર ઝરવા લાગ્યું. (૪) વળી તીક્ષ્ણ મુખવાળી ઘીમેલા પ્રભુના શરીરે એવી તેા સજ્જડ ચોંટાડી કે આખું શરીર ઘીમેલમય